Get The App

VIDEO : ઉત્તરપ્રદેશના બારાબંકીમાં ફટાકડાની ફેક્ટરીમાં ભયાનક વિસ્ફોટ, બેના મોત, ત્રણને ઈજા

Updated: Nov 13th, 2025

GS TEAM

Google News
Google News
VIDEO : ઉત્તરપ્રદેશના બારાબંકીમાં ફટાકડાની ફેક્ટરીમાં ભયાનક વિસ્ફોટ, બેના મોત, ત્રણને ઈજા 1 - image

Blast at Firecracker Factory in Barabanki : ઉત્તર પ્રદેશના બારાબંકી જિલ્લાના સરાયે બરાઈ ગામમાં એક ફટાકડા ફેક્ટરીમાં ભીષણ વિસ્ફોટ થયો છે. આ દુર્ઘટનામાં બે લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા છે, જ્યારે ત્રણ અન્ય લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે.

દૂર સુધી સંભળાયો વિસ્ફોટનો અવાજ

પોલીસના જણાવ્યા અનુસાર, ફેક્ટરીમાં ફટાકડા બનાવવાનું કામ ચાલી રહ્યું હતું ત્યારે અચાનક મોટો વિસ્ફોટ થયો હતો. ધડાકો એટલો ભયાનક હતો કે, ફેક્ટરીની ઈમારતનો મોટો ભાગ ધરાશાયી થઈ ગયો હતો. વિસ્ફોટનો અવાજ દૂર સુધી સંભળાતા આસપાસના વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. સ્થાનિકોએ કહ્યું કે, વિસ્ફોટના કારણે આસપાસની દીવાલો પણ હલી ગઈ હતી.

ત્રણ ઈજાગ્રસ્તોની સ્થિતિ ગંભીર

આ વિસ્ફોટમાં બે લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા અને તેમના શરીરના ટુકડા અનેક મીટર સુધી પડ્યા હતા. બીજી તરફ ગંભીર રીતે દાઝી ગયેલા ત્રણ ઘાયલોને તાત્કાલિક સારવાર માટે જિલ્લા હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા છે. ત્રણેય ઘાયલોની હાલત નાજુક જણાવાઈ રહી છે. ઘટનાની જાણ થતા જ પોલીસ કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયો હતો અને રાહત તથા બચાવ કામગીરી શરૂ કરી હતી.

આ પણ વાંચો : VIDEO : મહારાષ્ટ્રમાં મોટી દુર્ઘટના: પુણેમાં ટ્રકે અનેક વાહનોને ટક્કર મારતા લાગી આગ, 8 લોકોના દાઝી જતા મોત