5 નહીં ફક્ત 3 વર્ષમાં ડૉક્ટર બનાવી રહ્યું છે અમેરિકા! જાણો કયો કોર્ષ અને એડમિશનની પ્રોસેસ શું?
MBBS In USA: અમેરિકામાં ડૉક્ટર બનવું એ એક લાંબી અને ખર્ચાળ પ્રોસેસ હોય છે. ભારત કરતાં ત્યાં વિપરીત છે, ત્યાં તમે 12મા ધોરણ પછી MBBS કરીને ડૉક્ટર બની શકતા નથી. સૌથી પહેલા ત્યાં ચાર વર્ષનું ગ્રેજ્યુએશન કરવું પડે છે, પછી MCAT જેવી પ્રવેશ પરીક્ષા આપવાની હોય છે. એ પછી વિદ્યાર્થીઓને 'ડૉક્ટર ઑફ મેડિસિન' (MD) કોર્ષ માટે મેડિકલ કૉલેજમાં એડમિશન મળે છે. અમેરિકામાં MD કોર્ષ પૂર્ણ કરવામાં ચાર વર્ષ લાગે છે. જો કે, જો તમારી પાસે એટલો સમય ન હોય તો અહીં અન્ય વિકલ્પ પણ છે.
આ પણ વાંચો: બારાબંકીમાં ચાલતી બસ પર વૃક્ષ પડતાં 5ના મોત, ફસાયેલી મહિલા વીડિયો બનાવતા લોકો પર ભડકી
કેટલીક યુનિવર્સિટીઓ ત્રણ વર્ષનો MD કોર્ષ પણ ચલાવે છે
હકીકતમાં, અમેરિકામાં ત્રણ વર્ષમાં પણ ડૉક્ટર બની શકાય છે. અહીંની કેટલીક યુનિવર્સિટીઓમાં ત્રણ વર્ષનો MD કોર્ષ પણ ચલાવવામાં આવે છે, જેને ફાસ્ટ-ટ્રેક પ્રોગ્રામ્સ તરીકે પણ ઓળખવામાં આવે છે. હાલમાં 3 વર્ષનો MD કોર્સ અમેરિકામાં ખૂબ જ પ્રખ્યાત બની રહ્યો છે. જેમાં વિદ્યાર્થીઓને ઓછા સમયમાં આખો કોર્સ શીખવવામાં આવે છે. જેથી તેમની ટ્યુશન ફી સાથે, તેઓ રેસિડેન્સીમાં પણ એડમિશન મેળવી શકે છે. જેથી તેઓ જલ્દીથી ડૉક્ટર બનીને દર્દીઓની સારવાર કરવાનો વિકલ્પ પણ મળી રહે છે.
3 વર્ષનો MD કોર્ષ શા માટે કરાવવામાં આવે છે
ડૉક્ટરોનો અભાવ: હાલમાં અમેરિકા ડૉક્ટરોની અછત વર્તાઈ રહી છે. ખાસ કરીને ગ્રામીણ અને પછાત વિસ્તારોમાં. તેને 2034 સુધીમાં 1.25 લાખ ડૉક્ટરોની અછતનો સામનો કરવો પડશે. તેથી 3 વર્ષનો કોર્ષ કરીને વિદ્યાર્થીઓ ઝડપથી ડૉક્ટર બની શકશે.
વિદ્યાર્થી દેવું ઓછું કરવું: મેડિકલ સ્કૂલમાં અભ્યાસનો સમયગાળો ઘટાડવાથી ટ્યુશન ફી પણ ઘટે છે, જેના કારણે વિદ્યાર્થીઓનું દેવું પણ ઘટે છે અને તેઓ જલ્દીથી પોતાનું કરિયર શરુ કરી શકે છે અને તે સાથે બાકી રહેલી લોન પણ વિદ્યાર્થીઓ ઝડપી પૂરી કરી શકે છે.
આ પણ વાંચો: 'કાગળ પર સહી કરો અથવા દેશની માફી માગો...' રાહુલ ગાંધીને ફરી ચૂંટણી પંચનો પડકાર
શિક્ષણ સેક્ટરમાં ઇનોવેશન: આમાંથી મોટાભાગના પ્રોગ્રામ તબીબી શિક્ષણમાં ઇનોવેશન સાથે સંબંધિત છે. 3 વર્ષનો MD પ્રોગ્રામ એવી રીતે ડિઝાઇન કરવામાં આવ્યો છે કે, બધી બાબતો ઓછા સમયમાં કવર કરી શકાય છે.
અમેરિકામાં અત્યારે 30થી વધુ મેડિકલ સ્કૂલો 3 વર્ષના MD પ્રોગ્રામ્સ ઓફર કરી રહી છે. વિદ્યાર્થીઓને સલાહ આપવામાં આવે છે કે, એડમિશન પહેલાં જરૂરી શરતો કાળજીપૂર્વક જાણી લેવી. સામાન્ય રીતે, અમેરિકામાં MD કોર્સમાં પ્રવેશ માત્ર ત્યારે જ આપવામાં આવે છે, જો વિદ્યાર્થીએ પહેલાથી જ ચાર વર્ષનો ગ્રેજ્યુએશન કોર્સ પૂર્ણ કર્યો હોય. કોઈપણ વિષયમાં ગ્રેજ્યુએશન કરી શકાય છે. પરંતુ ફિઝિક્સ, કેમેસ્ટ્રી, બાયોલોજી જેવા વિષયોમાં ગ્રેજ્યુએશન કરવું વધુ સારું છે.