Get The App

શ્રુતિ શર્મા 4 વર્ષની મહેનત બાદ બનશે IAS ઓફિસર, જાણો સફળતા અંગે શું કહ્યું...

Updated: May 31st, 2022

GS TEAM

Google News
Google News
શ્રુતિ શર્મા 4 વર્ષની મહેનત બાદ બનશે IAS ઓફિસર, જાણો સફળતા અંગે શું કહ્યું... 1 - image


- દિલ્હી યુનિવર્સિટીમાંથી ઈતિહાસ (ઓનર્સ) સાથે સ્નાતક થયેલી શ્રુતિ શર્માએ પરીક્ષામાં ઈતિહાસ વૈકલ્પિક વિષય તરીકે રાખ્યો હતો

નવી દિલ્હી, તા. 31 મે 2022, મંગળવાર

સિવિલ સર્વિસ પરીક્ષા-2021માં ઈતિહાસની વિદ્યાર્થીની શ્રુતિ શર્માએ પ્રથમ રેન્ક મેળવ્યો છે. એટલું જ નહીં ટોપ 10માં પ્રથમ 4 સ્થાન પર માત્ર મહિલાઓનો દબદબો જોવા મળ્યો હતો. પ્રથમ રેન્ક મેળવનાર શ્રુતિ શર્મા ઉત્તર પ્રદેશના બિજનૌરની રહેવાસી છે. તેણે દિલ્હીની સેન્ટ સ્ટીફન્સ કોલેજમાંથી ગ્રેજ્યુએશન કર્યું અને જવાહરલાલ નેહરુ યુનિવર્સિટીમાંથી પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યું હતું.

UPSC દ્વારા નિમણૂક માટે કુલ 685 ઉમેદવારોની ભલામણ કરવામાં આવી હતી. તેમાં 244 સામાન્ય, 73 EWS, 203 OBC, 105 SC અને 60 ST કેટેગરીના ઉમેદવારોનો સમાવેશ થાય છે. જેમાં ટોપ 25માં 15 પુરૂષ અને 10 મહિલાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. સાથે જ સફળ ઉમેદવારોમાં પ્રથમ 4 સ્થાન પર મહિલાઓએ કબજો કર્યો છે. તેમાંથી મહિલાઓએ કહ્યું હતું કે,  તેઓ મહિલા સશક્તિકરણ અને શિક્ષણ અને આરોગ્ય જેવા અન્ય મહત્વપૂર્ણ ક્ષેત્રોમાં કામ કરવા માંગે છે. 

- શ્રુતિ શર્માની સફળતા

દિલ્હી યુનિવર્સિટીમાંથી ઈતિહાસ (ઓનર્સ) સાથે સ્નાતક થયેલી શ્રુતિ શર્માએ પરીક્ષામાં ઈતિહાસ વૈકલ્પિક વિષય તરીકે રાખ્યો હતો. તેણે પોતાના બીજા પ્રયાસમાં આ સફળતા મેળવી છે. શ્રુતિ શર્માએ કહ્યું હતું કે, તેના 'અત્યંત સહાયક' માતા-પિતા અને મિત્રોએ તેને આ સફરમાં મદદ કરી હતી. હું મારી પોતાની નોટ્સ બનાવતી હતી. ધીરજ અને સ્વ-અભ્યાસએ મને ઘણી મદદ કરી છે. સાથે જ ઘણા કલાકો સુધી કરવામાં આવેલ અભ્યાસ સફળતામાં ઘણું મહત્વ ધરાવે છે. આ સિવાય શ્રુતિ શર્માએ ભારતીય વહીવટી સેવાને પોતાના પ્રથમ વિકલ્પ તરીકે પસંદ કરી હતી. તેણે કહ્યું હતું કે, શિક્ષણ અને મહિલા સશક્તિકરણ મારા બે મહત્વપૂર્ણ ક્ષેત્રો હશે.

મળતી માહિતી મુજબ, શ્રુતિ છેલ્લા 2 વર્ષથી જામિયા મિલિયા ઈસ્લામિયા ખાતે રેસિડેન્શિયલ કોચિંગ એકેડમીમાંથી કોચિંગ અને 4 વર્ષથી IAS બનવા માટે સખત મહેનત કરતી હતી. શ્રુતિ શર્માના અંગત જીવનની વાત કરીએ તો, તે બિજનૌરના ચાંદપુરના બસ્તા શહેરની રહેવાસી છે. તેના ઘરમાં માતાપિતા અને ભાઈ છે જેમાં માતા ગૃહિણી છે. પિતા દિલ્હીમાં ખાનગી શાળા ચલાવે છે. 

PM નરેન્દ્ર મોદીએ સફળ થનાર વિધાર્થીઓને શુભકામનાઓ આપી હતી. PM મોદીએ ટ્વીટ કરીને સિવિલ સર્વિસ પરીક્ષા-2021માં સફળતા મેળવનાર તમામ ઉમેદવારોને અભિનંદન પાઠવ્યા હતા. 

વધું વાચો : UPSC પરીક્ષાનું ફાઈનલ રિઝલ્ટ જાહેર થયું, શ્રૃતિ શર્મા ટોપર

Tags :