UPSC પરીક્ષાનું ફાઈનલ રિઝલ્ટ જાહેર થયું, શ્રૃતિ શર્મા ટોપર
- UPSC પરિક્ષાના ફાઈનલ રિઝલ્ટમાં પહેલા 3 ક્રમે યુવતીઓનો દબદબો જોવા મળ્યો છે
- જેમાં પહેલા નંબરે શ્રૃતિ શર્મા, બીજા નંબરે અંકિતા અગ્રવાલ અને ત્રીજા નંબરે ગામિની સિંગલાએ ટોપ કર્યું છે
નવી દિલ્હી, તા. 30 મે 2022, સોમવાર
યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC)એ સોમવારે સિવિલ સર્વિસ પરીક્ષાનું ફાઈનલ રિઝલ્ટ જાહેર થયું છે. જે ઉમેદવારોએ પરીક્ષા આપી હતી તેઓ UPSCની અધિકૃત વેબસાઈટ upsc.gov.in પર તેમના પરિણામો જોઈ શકે છે. શ્રુતિ શર્માએ પરીક્ષામાં ટોપ કર્યું છે.
UPSC પરિક્ષાના ફાઈનલ રિઝલ્ટમાં પહેલા 3 ક્રમે યુવતીઓનો દબદબો જોવા મળ્યો છે. જેમાં પહેલા નંબરે શ્રૃતિ શર્મા, બીજા નંબરે અંકિતા અગ્રવાલ અને ત્રીજા નંબરે ગામિની સિંગલાએ ટોપ કર્યું છે. સાથે જ ચોથા નંબરે ઐશ્વર્યા વર્મા, ઉત્કર્ષ દ્વિવેદી પાંચમો રેન્ક મેળવ્યો છે.
ટોપ 10 ઉમેદવારોના નામ
ફાઈનલ રિઝલ્ટ જોવા માટે અહીં ક્લિક કરો: https://www.upsc.gov.in/content/final-result-civil-services-main-examination-2021
- UPSCનું આ રીતે ચેક કરો રિઝલ્ટ
ઉમેદવાર સૌથી પહેલા યુપીએસસીની સત્તાવાર વેબસાઈટ upsc.gov.in પર જાઓ
વેબસાઈટના હોમપેજ પર આપેલ યુપીએસસી સિવિલ સર્વિસીઝ ફાઈનલ રિઝલ્ટ 2021 લિંક પર ક્લિક કરો
હવે અહીં એક નવી PDF ફાઈલ ખુલશે
ઉમેદવાર અહીં PDFમાં નામ અને રોલનંબરની તપાસ કરી શકે છે
UPSC દ્વારા નિમણૂક માટે કુલ 685 ઉમેદવારોની ભલામણ કરવામાં આવી છે. તેમાં 244 સામાન્ય, 73 EWS, 203 OBC, 105 SC અને 60 ST કેટેગરીના ઉમેદવારોનો સમાવેશ થાય છે.
તમને જણાવી દઈએ કે, UPSC દ્વારા દર વર્ષે સિવિલ સર્વિસ પરીક્ષાઓ લેવામાં આવે છે. પરિણામ 3 તબક્કા બાદ જાહેર કરવામાં આવે છે. આ 3 તબક્કામાં પ્રીલીમનરી, મેઈન્સ અને ઈન્ટરવ્યુનો સમાવેશ કરવામાં આવે છે. જેઓ આ પરિણામોમાં સફળ થાય છે તેઓ IAS, IPS કે IFS વગેરે જેવા અધિકારી બને છે.