India

JNU ના પ્રોફેસર સામે 10 વિદ્યાર્થિનીઓએ જાતીય શોષણનો આરોપ મૂકતાં ખળભળાટ

By GS Team
6 Sep 20262 mins read
TukuTouch Logo
નવી દિલ્હીની JNUમાં એક પ્રોફેસર પર 10 વિદ્યાર્થીઓએ જાતીય સતામણીના ગંભીર આરોપો લગાવ્યા છે. પ્રોફેસરે પોતાના ઘરે બોલાવીને અયોગ્ય વર્તન કર્યાનો અને ક્લાસમાં અશોભનીય ટિપ્પણીઓ કર્યાનો આક્ષેપ છે. યુનિવર્સિટીની ICC સમિતિને તપાસ સોંપાઈ છે. JNU વહીવટીતંત્રની સત્તાવાર પ્રતિક્રિયાની રાહ જોવાઈ રહી છે, જ્યારે આ મામલો હાલ ICC સમક્ષ પ્રોસેસમાં છે.

Summarized by AI; it may make mistakes. Check important info

JNU ના પ્રોફેસર સામે 10 વિદ્યાર્થિનીઓએ જાતીય શોષણનો આરોપ મૂકતાં ખળભળાટ

JNU Professor Sexual Harassment Allegations : નવી દિલ્હી સ્થિત જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી (JNU) માં એક પ્રોફેસર પર જાતીય સતામણીના ગંભીર આરોપો લાગ્યા છે. ઓછામાં ઓછા 10 વિદ્યાર્થીઓ/વિદ્યાર્થીનીઓએ આ પ્રોફેસર સામે ફરિયાદ નોંધાવી છે. આ મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સમગ્ર તપાસ યુનિવર્સિટીની ઇન્ટરનલ કમ્પ્લેટ્સ કમિટી (ICC) ને સોંપવામાં આવી છે. આ ફરિયાદો આશરે એક મહિના પહેલા નોંધાવવામાં આવી હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. જેમાં શરૂઆતમાં એક વિદ્યાર્થીની દ્વારા ફરિયાદ કરાયા બાદ અન્ય વરિષ્ઠ વિદ્યાર્થીઓએ પણ આગળ આવીને સમાન આક્ષેપો કર્યા હતા.

ઘરમાં બોલાવીને અયોગ્ય વ્યવહાર કરવાના આક્ષેપો

ફરિયાદોમાં એવો પણ ખુલાસો થયો છે કે પ્રોફેસરે કેટલાક વિદ્યાર્થીઓને કેમ્પસ સ્થિત પોતાના નિવાસસ્થાને યોજાતી બેઠકોમાં બોલાવ્યા હતા. ત્યાં કથિત રીતે તેમણે વિદ્યાર્થીઓ સાથે અયોગ્ય જાતીય વર્તન કરવાનો પ્રયાસ કર્યો હોવાના આરોપો છે. આ ઉપરાંત, કેટલાક વિદ્યાર્થીઓ એવો પણ આક્ષેપ કર્યો છે કે પ્રોફેસર ક્લાસ દરમિયાન અશોભનીય અને અપમાનજનક ટિપ્પણીઓ કરતા હતા. જોકે, આ આરોપોની હજુ સુધી સ્વતંત્ર પુષ્ટિ થઈ નથી અને મામલો હાલ ICC સમક્ષ પ્રોસેસમાં છે.

JNU વહીવટી તંત્રની સત્તાવાર પ્રતિક્રિયાની રાહ

શરૂઆતની ફરિયાદ બાદ અન્ય વિદ્યાર્થીઓ પણ સામે આવતા આ મામલાનો વિવાદ વ્યાપક બન્યો છે. હાલમાં JNU વહીવટી તંત્ર અને કુલપતિ કાર્યાલય તરફથી આ મામલે કોઈ સત્તાવાર પ્રતિક્રિયા સામે આવી નથી. ICC ની તપાસ કયા તબક્કે પહોંચી છે અને સમિતિ દ્વારા શું પગલાં લેવાયા છે તે અંગે હજુ સ્પષ્ટતા થઈ નથી. સમગ્ર સ્થિતિ હવે આંતરિક સમિતિના તપાસ અહેવાલ અને તેના નિષ્કર્ષ પર આધારિત રહેશે.