Get The App

ઉત્તર પ્રદેશમાં 52 બ્રાહ્મણ ધારાસભ્યોની બંધ બારણે બેઠકથી રાજકારણ ગરમાયું, જાણો સમગ્ર મામલો

Updated: Dec 24th, 2025

GS TEAM

Google News
Google News
ઉત્તર પ્રદેશમાં 52 બ્રાહ્મણ ધારાસભ્યોની બંધ બારણે બેઠકથી રાજકારણ ગરમાયું, જાણો સમગ્ર મામલો 1 - image


Image: X 


UP News: ઉત્તર પ્રદેશ વિધાનસભાનું શિયાળુ સત્ર ચાલી રહ્યું છે અને તમામ પક્ષોના ધારાસભ્યો રાજધાની લખનૌમાં છે. ભાજપના ધારાસભ્યો પણ લખનૌમાં છે અને હવે શિયાળાની ઋતુમાં પણ બ્રાહ્મણ ધારાસભ્યોના એકત્રીકરણથી રાજકીય તાપમાન વધી ગયું છે. મંગળવારે સાંજે, ભાજપ અને અન્ય પાર્ટીના 52 બ્રાહ્મણ ધારાસભ્યો અને વિધાન પરિષદના સભ્યો લખનૌમાં એકઠા થયા હતા અને બંધ રૂમમાં મળ્યા હતા.

આ પણ વાંચોઃ 'તો અમને જેલમાં નાખી દો..' દુષ્કર્મના આરોપી ભાજપના પૂર્વ ધારાસભ્યને જામીન મળતાં પીડિતાની બહેનનું દર્દ છલકાયું

બ્રાહ્મણ ધારાસભ્યોનો મેળાવડો

ભાજપ ધારાસભ્યો સાથે અન્ય પાર્ટીના ધારાસભ્યોએ પણ આ કાર્યક્રમમાં હાજરી આપી હતી. બ્રાહ્મણ ધારાસભ્યો અને MLCsનો મેળાવડો કુશીનગરના ધારાસભ્ય પંચાનંદ પાઠક (PN પાઠક) ના નિવાસસ્થાને યોજાયો હતો. તેને સહભોજ નામ આપવામાં આવ્યું હતું, જેમાં ખાસ કરીને પૂર્વાંચલ અને બુંદેલખંડના ધારાસભ્યો પહોંચ્યા હતા. ધારાસભ્યોનું કહેવું છે કે તે સહભોજ હતો, કોઈ મીટિંગ નહીં. મિર્ઝાપુર નગર વિધાનસભા મતવિસ્તારના ધારાસભ્ય રત્નાકર મિશ્રાનું આ અંગે નિવેદન બહાર આવ્યું છે.

કોઈ રાજકીય ચર્ચા નહીંઃ ધારાસભ્ય રત્નાકર મિશ્રા

મિર્ઝાપુર નગરના ધારાસભ્ય રત્નાકર મિશ્રાએ કહ્યું કે, કુશીનગરના ધારાસભ્ય પંચાનંદ પાઠકે આ આયોજન કર્યું હતું. જેમાં લગભગ ચાર ડઝન બ્રાહ્મણ ધારાસભ્ય સામેલ હતા. આ દરમિયાન કોઈ રાજકીય ચર્ચા નહતી થઈ. અમે બધા ફક્ત બેઠા હતા, ભોજનનું આયોજન હતું. અમે બધાએ ભોજન લીધું અને ત્યાર બાદ બધી નીકળી ગયા. કંઇ ખાસ નહતું. જેમ બધાં બેસે છે, તેમ અમે બેઠા અને ભોજન લીધું. 

આ પણ વાંચોઃ અમદાવાદની વિમાન દુર્ઘટનાએ વિશ્વભરમાં હાહાકાર મચાવ્યો તમામ 241ના મૃત્યુ : એક પ્રવાસીનો ચમત્કારિક બચાવ

આ સહભોજમાં ધારાસભ્ય રત્નાકર મિશ્રા સાથે જ શલભમણિ ત્રિપાઠી, ધારાસભ્ય ઉમેશ દ્વિવેદી પણ હાજર રહ્યા. આ તમામ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના પણ ઘણાં નજીકના માનવામાં આવે છે. નોંધનીય છે કે, ઉત્તર પ્રદેશ વિધાનસભાના ગત ચોમાસું સત્ર દરમિયાન પણ આવું જ એક આયોજન ચર્ચાનું કેન્દ્ર રહ્યું હતું. 

આ પહેલાં ઠાકુરોનો થયો હતો મેળાવડો

ઉત્તર પ્રદેશ વિધાનસભાના ચોમાલું સત્ર દરમિયાન ઠાકુર ધારાસભ્યો ભેગા થયા હતા, જેને કુટુંબનું નામ આપવામાં આવ્યું હતું. ત્યારે ભાજપ સાથે જ અન્ય પાર્ટીઓના ઠાકુર ધારાસભ્યએ પણ આ મેળાવડામાં હાજરી આપી હતી. ધારાસભ્યોએ આ કાર્યક્રમને પરિવારના પુનઃમિલન તરીકે વર્ણવ્યો હતો. આ બેઠકને તે જ ઘટનાનો પ્રતિભાવ માનવામાં આવી રહી છે.