Get The App

અમદાવાદની વિમાન દુર્ઘટનાએ વિશ્વભરમાં હાહાકાર મચાવ્યો તમામ 241ના મૃત્યુ : એક પ્રવાસીનો ચમત્કારિક બચાવ

Updated: Dec 24th, 2025

GS TEAM

Google News
Google News
અમદાવાદની વિમાન દુર્ઘટનાએ વિશ્વભરમાં હાહાકાર મચાવ્યો તમામ 241ના મૃત્યુ : એક પ્રવાસીનો ચમત્કારિક બચાવ 1 - image

૧૨ જૂન ૨૦૨૫ના રોજ એર ઇન્ડિયા ફ્લાઈટ ૧૭૧,  બોઈંગ ૭૮૭-૮ ડ્રીમલાઈનર, અમદાવાદ એરપોર્ટ પરથી લંડન જતું  હતું  ત્યારે ટેકઓફની માત્ર ૩૨ સેકન્ડ પછી નજીક આવેલ મેઘાણી નગર સ્થિત સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં આવેલ હોસ્ટેલ અને ભોજનાલય નજીક ક્રેશ થયું. વિમાનમાં ૨૩૦ મુસાફરો અને ૧૨  ક્રૂ મેમ્બર હતાં તેમાં ચમત્કારિક રીતે ઉગરી ગયેલ  ૧ મુસાફરને (ઇનસેટ તસવીરમાં)બાદ કરતા તમામના મૃત્યુ થયા હતાં. વિમાનમાં ૨૧૭ વયસ્ક, ૧૧ બાળકો અને ૨ શિશુઓ મુસાફર તરીકે હતાં. જેમાં ૧૬૯ ભારતીય, ૫૩ બ્રિટિશ, ૭ પોર્ટુગીઝ અને ૧ કેનેડિયનનો સમાવેશ થતો હતો.. વિમાનની કોકપીટમાં મેયડે કોલ પછી કોમ્યુનિકેશન બંધ થઈ ગયું હતું, એવું મનાય છે કે  ઇંધણ કટ ઓફથી બંને એન્જિન ફેઈલ થઇ ગયા હતાં જો કે વિશ્વના વિમાન ક્ષેત્રના નિષ્ણાતો માને છે કે આવું ભાગ્યે જ બનતું હોય છે. ઘય્ભછ અને છછૈંમ્ તપાસ કરી રહ્યા છે, બ્લેક બોક્સ પણ  મળ્યા છે. ગુજરાતનાં  મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ મૃતકોમાં સામેલ હતાં. વડા પ્રધાન મોદીએ શોક વ્યક્ત કર્યો હતો અને તેઓ રૂબરૂ ઘટના સ્થળે આવ્યા હતાં અને પરિવારજનોને દિલાસો આપ્યો હતો. બોઇંગ  વિમાનની ટેક્નિકલ સજજતા અંગે વૈશ્વિક હોબાળો વ્હીસલ બ્લોઅરોએ મચાવ્યો. કંપનીએ વળતર જાહેર કર્યું. અમદાવાદ સહીત સમગ્ર ગુજરાતમાં શોકમય વાતાવરણ જોવા મળ્યું હતું. સદ્દગતોની શાંતિ માટે  કેન્ડલ માર્ચ પણ  યોજાઈ હતી. આ ભારતની સૌથી ભયાનક દુર્ઘટનાઓમાં એક બની. આ દુર્ઘટનાને ૬ મહિનાથી વધુ સમય વીતી ગયો છતાં નક્કર કારણ જાણવા નથી મળ્યું.હવાઈ યાત્રાની સુરક્ષા પર વિશ્વભરમાં આ ઘટનાને કારણે નવેસરથી ચર્ચા શરૂ થઇ છે.  બચાવકાર્યોમાં સંકળાયેલ તમામ પ્રત્યે દેશનો આદર વધ્યો છે.