Get The App

ઈથેનોલ મિશ્રિત પેટ્રોલથી વાહનોને નુકસાનના દાવા ખોટા, શું આજ સુધી કોઈ સમસ્યા આવી? : ગડકરી

Updated: Sep 11th, 2025

GS TEAM

Google News
Google News
ઈથેનોલ મિશ્રિત પેટ્રોલથી વાહનોને નુકસાનના દાવા ખોટા, શું આજ સુધી કોઈ સમસ્યા આવી? : ગડકરી 1 - image


Nitin Gadkari On E20 Fuel: ઈથેનોલ બ્લેન્ડ ફ્યુલ(E20 Petrol)નો મુદ્દો હાલ વિવાદમાં છે. દેશભરમાંથી અનેક લોકોએ વિવિધ પ્લેટફોર્મના માધ્યમથી ફરિયાદો નોંધાવી છે કે, ઈથેનોલ મિશ્રિત પેટ્રોલના ઉપયોગથી વાહનોના માઇલેજ અને પર્ફોર્મન્સમાં ઘટાડો થયો છે. આ મામલે કેન્દ્રીય માર્ગ પરિવહન અને હાઇવે મંત્રી નીતિન ગડકરીએ સ્પષ્ટતા આપી છે કે, આ રાજનીતિથી પ્રેરિત પૈસા આપી મારી વિરુદ્ધ ચલાવવામાં આવેલી ઝુંબેશ (કેમ્પેઇન) હતી.

દિલ્હીમાં આયોજિત સોસાયટી ઑફ ઇન્ડિયન ઓટોમોબાઇલ મેન્યુફેક્ચરર્સ(સિયામ)ના 65મા વાર્ષિક સંમેલનમાં ગડકરીએ કહ્યું કે, હું સોશિયલ મીડિયા પર એક 'પેઇડ પોલિટિકલ કેમ્પેઇન' પૈસા ચૂકવીને ચલાવવામાં આવેલી રાજકીય ઝુંબેશનો ભોગ બન્યો છું. E20 પેટ્રોલ કે, જેમાં પારંપારિક ફ્યુલમાં 20 ટકા ઈથેનોલ મિક્સ કરવામાં આવે છે, સોશિયલ મીડિયા પર તેના વિશેની ચિંતાઓને મોટું સ્વરૂપ આપી રજૂ કરવામાં આવી રહી છે. 

ઈથેનોલ મિશ્રિત ફ્યુલ તદ્દન સુરક્ષિત

ગડકરીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, આ ઇંધણ સુરક્ષિત છે, અને રેગ્યુલેટર્સ તથા ઓટોમોબાઇલ પ્રોડ્યુસર્સ બંને દ્વારા સમર્થિત છે. ARAI અને સુપ્રીમ કોર્ટને E20 પ્રોગ્રામ વિશે સંપૂર્ણ સ્પષ્ટતા આપવામાં આવી છે. સોશિયલ મીડિયા પર મને રાજનીતિનો ભોગ બનાવી એક પેઇડ કેમ્પેઇન ચલાવવામાં આવ્યું હતું. આથી મેં તેના પર ધ્યાન આપ્યું નથી.



આ પણ વાંચોઃ VIDEO: ભારતે UNમાં લઘુમતીઓ મુદ્દે જ્ઞાન આપતા સ્વિટરઝર્લેન્ડની બોલતી બંધ કરાવી

સોશિયલ મીડિયા પર E20 ઇંધણની ટીકા

સોશિયલ મીડિયા પર હાલ ઈથેનોલ મિશ્રિત ઇંધણ મુદ્દે કેન્દ્ર સરકાર અને ખાસ કરીને પરિવહન મંત્રી નીતિન ગડકરીની ટીકા થઈ રહી છે. સોશિયલ મીડિયા પર ઘણા યુઝર્સે દાવો કર્યો છે કે, E20 જેવા હાઇ ઈથેનોલ બ્લેન્ડિંગથી વાહનોની માઇલેજ પર અસર થાય છે, તેમજ જૂના મોડલ, ખાસ કરીને 2023 પહેલાં બનેલા વાહન ટેક્નિકલી રીતે તેના ઉપયોગ માટે સજ્જ નથી. લોકોએ જુદા-જુદા ફોરમ સમક્ષ પણ આ મામલે ફરિયાદ નોંધાવી હતી કે, E20 પેટ્રોલના ઉપયોગથી તેમના વાહનની માઇલેજ ઘટી છે, તેમજ ફ્યુલ સિસ્ટમને નુકસાન થઈ રહ્યું છે. લોકલ સર્કિલના એક સરવેમાં દાવો કરવામાં આવ્યો હતો કે, આશરે 44 ટકા લોકો ઈથેનોલ મિશ્રિત પેટ્રોલનું સમર્થન કરતા નથી. ઉલ્લેખનીય છે, આ મામલે પેટ્રોલિયમ-નેચરલ ગેસ મંત્રાલયે X પર નિવેદન આપ્યું હતું કે, રેગ્યુલર પેટ્રોલની તુલનાએ ઈથેનોલની એનર્જી ક્ષમતા ઓછી હોવાથી માઇલેજમાં નજીવો ઘટાડો થાય છે. E10 માટે ડિઝાઇન કરવામાં આવેલા તેમજ E20 માટે કેલિબ્રેટ કરવામાં આવેલા ફોર વ્હિલર્સમાં 1-2 ટકા  અને જ્યારે અન્ય વાહનોની માઇલેજમાં 3-6 ટકાનો ઘટાડો થાય છે. 

ઈથેનોલ મિશ્રિત પેટ્રોલથી વાહનોને નુકસાનના દાવા ખોટા, શું આજ સુધી કોઈ સમસ્યા આવી? : ગડકરી 2 - image

Tags :