Get The App

પાણીની સમસ્યા અંગે મહિલાએ ટોક્યા તો મોદી સરકારના મંત્રીએ મંચ છોડ્યું, કહ્યું- મને અપમાન પસંદ નથી

Updated: May 4th, 2025

GS TEAM


Google News
Google News
પાણીની સમસ્યા અંગે મહિલાએ ટોક્યા તો મોદી સરકારના મંત્રીએ મંચ છોડ્યું, કહ્યું- મને અપમાન પસંદ નથી 1 - image


Union Minister Bhupendra Yadav Viral Video: રાજસ્થાનના અલવરના બહરોડમાં એક સંવાદ કાર્યક્રમમાં પહોંચેલા કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવ અચાનક ગુસ્સે થઈ ગયા હતા. જાહેરમાં મહિલાની અડચણ તેમને ગમી નહીં અને તે સ્ટેજ છોડીને ચાલ્યા ગયા હતા. ગ્રામીણ મહિલા કેન્દ્રીય મંત્રીને પોતાની પાણીની સમસ્યા જણાવી રહી હતી, પરંતુ કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવ તે સહન કરી શક્યા નહીં અને તેઓ સ્ટેજ છોડીને ચાલ્યા ગયા. હવે તેમનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે.

'હું ધીરજવાન માણસ છું'

અહેવાલો અનુસાર, અલવરના બહરોડમાં સાંસદ સંપર્ક સંવાદ કાર્યક્રમ દરમિયાન કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવ સ્ટેજ પરથી લોકોને સંબોધિત કરી રહ્યા હતા. આ દરમિયાન ગ્રામીણ મહિલાએ પાણીની સમસ્યા અંગે મંત્રીને ટોક્યા હતાં. કેન્દ્રીય મંત્રીને મહિલાનો આ વિક્ષેપ ગમ્યો નહીં અને કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવે કહ્યું કે, 'હું ધીરજવાન માણસ છું, મને અપમાન પસંદ નથી.' ત્યારબાદ તે કાર્યક્રમ અધવચ્ચે જ છોડીને ચાલ્યા ગયા હતા. આ ઘટના બાગ ગ્રામજનો આશ્ચર્યચકિત થઈ ગયા અને સંવાદ કાર્યક્રમમાં કોઈ જાહેર સુનાવણી થઈ નહીં.

આ પણ વાંચો: PM મોદીની એક બાદ એક તાબડતોબ બેઠકો, નેવી ચીફ બાદ વાયુસેનાના પ્રમુખ સાથે મુલાકાત

ઉલ્લેખનીય છે કે, અગાઉ, જાતિ વસ્તી ગણતરીના બહાને કોંગ્રેસ પર પ્રહાર કરતા ભૂપેન્દ્ર યાદવે કહ્યું હતું કે, 'જાતિ વસ્તી ગણતરી એ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા લેવામાં આવેલું એક ઐતિહાસિક પગલું છે. આ ઐતિહાસિક પગલું સમાજમાં એક સંપૂર્ણપણે અલગ પ્રકારની સામાજિક રચના સૂચવે છે. વસ્તી ગણતરીનું કાર્ય ફક્ત જાતિનો વિષય નથી. તેમાં લિંગ, શિક્ષણ અને અન્ય સામાજિક ધોરણોનો પણ સમાવેશ થાય છે, અને આ સામાજિક ધોરણો અને સામાજિક દરજ્જાના આધારે, સરકાર નીતિઓ બનાવવામાં નિષ્ણાત છે. હું કહેવા માંગુ છું કે તેઓ એવા કામનો શ્રેય કેમ માંગે છે જે કોંગ્રેસે કર્યું નથી. આ જ વાતનું મને આશ્ચર્ય થાય છે.'

પાણીની સમસ્યા અંગે મહિલાએ ટોક્યા તો મોદી સરકારના મંત્રીએ મંચ છોડ્યું, કહ્યું- મને અપમાન પસંદ નથી 2 - image



Tags :