'...કોઈ મહેરબાની નથી કરી', કદાવર નેતા ઉમા ભારતી ભાજપ પર કેમ ભડક્યાં?
Uma Bharti: ભાજપના સીનિયર નેતા અને મધ્ય પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી ઉમા ભારતીએ હાલમાં એક પોસ્ટ દ્વારા પોતાની જ પાર્ટી પર પ્રહાર કર્યા છે. પોતાના ભત્રીજા રાહુલ લોધીને ટિકિટ મળવાને લઈને તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, 'આ કોઈ મહેરબાની નથી કરી, પરંતુ પાર્ટીની મજબૂરી હતી.' જોકે, આ પોસ્ટમાં તેમણે પોતાના પરિવાર અને રાજકીય યાત્રા તેમજ બલિદાનો વિશે પણ વાત કરી, જે હાલ ચર્ચાનો વિષય બની છે.
ભાજપ પર કર્યા પ્રહાર
ઉમા ભારતીએ 16 જુલાઈએ સોશિયલ મીડિયા પોસ્ટ X પર અનેક પોસ્ટ કરી હતી. જેમાં તેમણે કહ્યું કે, 'મારી છબીની ચિંતાએ મારા ભાઈ-ભત્રીજાઓને તેમની ક્ષમતાઓ અનુસાર પ્રગતિ કરતા અટકાવ્યા હતા. રાહુલને ટિકિટ આપવી પાર્ટી માટે જરૂરી હતું. કારણ કે, બુંદેલખંડમાં ભાજપને નુકસાન થઈ શકે છે. મારા કારણે પરિવાર પર લૂંટ જેવા ખોટા આરોપો લગાવવામાં આવ્યા હતા, જોકે કોર્ટે દરેક વખતે તેમને નિર્દોષ સાબિત કર્યા.'
મારી પહેલા ધારાસભ્ય-સાંસદ બની ગયા હોતઃ ઉમા ભારતી
આ સાથે તેમણે એ વાતનો પણ ઉલ્લેખ કર્યો કે, જો મને ચૂંટણી લડાવવામાં ન આવી હોત, તો મારો ભાઈ-ભત્રીજો પહેલા જ સાંસદ કે ધારાસભ્ય બની ગયા હોત. રાહુલ લોધીની ખડગપુરથી 2018માં થયેલી વિધાનસભાની ચૂંટણીમાં ઉમેદવારી પત્રમાં ગેરરીતિના કારણે મધ્ય પ્રદેશ હાઇકોર્ટે તેની ઉમેદવારી રદ કરી હતી.
રાજકારણના કારણે પરિવારે અનેક પીડા સહન કરી
ઉમા ભારતીએ કહ્યું કે, 'ગ્રામ ડૂંડા, જિલ્લા ટીકમગઢના લોધીવંશના જે પરિવારમાં જન્મી છું, ત્યાં મારા સંન્યસ્ત જીવન પહેલાં ચાર ભાઈ અને એક બહેન હતી. જેમાંથી બે મોટા ભાઈનું તેમજ એક માત્ર બહેનનું નિધન થઈ ગયું. હું સૌથી નાની હતી અને મને ખૂબ લાડ લડાવવામાં આવ્યા હતા. ત્યારબાદ 6 વર્ષની ઉંમરથી સામાજિક જીવનમાં આવીને પ્રવચન શરૂ કરી દીધા. દેશ-વિદેશમાં મારા પ્રવચન સંભાળનારા લોકોએ મને બાલ ગોપાલ જ કહી દીધું. મારા પરિવારે મારા રાજકારણના કારણે ઘણી પીડા સહન કરી છે. સરકાર ભલે કોંગ્રેસની રહી હોય કે ભાજપની, મારા કારણે તેમને ખૂબ પીડા સહન કરવી પડી. લૂંટી અને ચોરી જેવા ખોટા આરોપોમાં કોર્ટમાં નિર્દોષ સાબિત થયા. તેમ છતા મારા ભાઈઓના સંતાનોએ મારી છબીની ચિંતાના કારણે તે પોતે જેટલી યોગ્યતા ધરાવે છે, તેટલી પ્રગતિ ન કરી શક્યા. મારા એક ભાઈના દીકરા રાહુલને ટિકિટ આપીને પાર્ટીએ કોઈ મહેરબાની નથી કરી, આ તેમની મજબૂરી હતી.'
આ પણ વાંચોઃ મહારાષ્ટ્રના નાસિકમાં કરુણાંતિકા, કાર-બાઈક વચ્ચે ભયંકર ટક્કર થતાં 7 લોકોનાં મોત
મારો પરિવાર જનસંઘ સમયથી સક્રિય
ભાજપ નેતાએ કહ્યું કે, 'બુંદેલખંડમાં ભાજપને તેનાથી નુકસાન થઈ શકતું હતું કે, મારો પરિવાર જનસંઘના સમયથી ભાજપમાં છે. રાહુલ અને સિદ્ધાર્થ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમાં બાળ સ્વયંસેવક હતા, ત્યારે હું રાજકારણથી ઘણી દૂર હતી. પરંતુ, મારો પરિવાર જનસંઘ સાથે જોડાયેલો હતો. ભાજપ જો મને ચૂંટણી ન લડાવત તો મારા પરિવારના ભાઈ-ભત્રીજા સાંસદ કે ધારાસભ્ય ઘણાં સમય પહેલાં જ બની ગયા હોત.'
ભત્રીજા રાહુલ વિશે વાત કરતા તેમણે કહ્યું કે, 'રાહુલે પોતાની પત્ની ઉમિતા સિંહને જિલ્લા પંચાયતના અધ્યક્ષ બનાવવા બુંદેલખંડના સામંતવાદી આતંકને પડકાર ફેંક્યો હતો. હવે બંને પતિ-પત્ની શાન અને સ્વાભિમાન સાથે રાજકારણ કરે છે. મારા ચારેય ભાઈઓ આવા જ રહ્યા છે, મારા પિતા અને દાદા પણ આવા જ હતા. આવા પરિવારમાં જન્મના કારણે મળેલા સંસ્કારોથી રાજકારણમાં મેં અનેક સિદ્ધિઓ હાસલ કરી હતી. રાજકારણમાં આવતા જ અટલ જી, અડવાણી જી, રાજમાતા જી અને સંઘના વરિષ્ઠ સ્વયંસેવકોની છત્રછાયા મળી. મારી લોકપ્રિયતાથી તેમને ગર્વ થતો હતો પરંતુ તેમ છતાં તેઓ મને તેમના બાળક જેમ માનતા.'
ભાજપમાં ટિકિટને લઈને વિવાદ
ઉમા ભારતીનું આ નિવેદન ત્યારે સામે આવ્યું છે, જ્યારે પાર્ટીની અંદર ટિકિટ વહેંચણીને લઈને અસંતોષના સમાચાર સામે આવી રહ્યા છે. હાલમાં જ હરિયાણામાં પણ મુખ્યમંત્રી નાયબ સિંહ સૈનીને ટિકિટ વહેંચણીમાં વધારે સલાહ ન આપવાની વાત સામે આવી છે, જેનાથી બળવાની સ્થિતિ પેદા થઈ છે. ઉમાનો ગુસ્સો આ સંદર્ભે પાર્ટીનું આંતરિક રાજકારણ ગરમાતું હોય તેમ જણાય છે.