NIAએ 6 યુક્રેનિયન નાગરિકોની ધરપકડ કરતા યુક્રેન નારાજ, આરોપો પાયાવિહોણા ગણાવ્યા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

NIA Arrest Ukraine Citizens Case : ભારત વિરુદ્ધ આતંકવાદી ગતિવિધિઓના કાવતરામાં NIA દ્વારા ધરપકડ કરાયેલા 6 નાગરિકોના મુદ્દે યુક્રેને ભારત સમક્ષ સત્તાવાર વિરોધ નોંધાવ્યો છે. યુક્રેને પોતાના નાગરિકોની તાત્કાલિક મુક્તિ અને કાઉન્સિલર એક્સેસની માંગ કરી છે.
ભારત વિરુદ્ધ આતંકી કાવતરું રચવાના આરોપ
NIA ના આરોપો મુજબ, આ જૂથ મ્યાનમારના સશસ્ત્ર જૂથો માટે યુરોપથી ડ્રોનની મોટી ખેપ ગેરકાયદેસર રીતે મંગાવવામાં સામેલ હતું અને પ્રતિબંધિત ભારતીય વિદ્રોહી જૂથોને તાલીમ અને હથિયાર પૂરા પાડતું હતું. આ કેસમાં એક અમેરિકન નાગરિકની પણ ધરપકડ કરવામાં આવી છે, જોકે અમેરિકન દૂતાવાસે ગોપનીયતાના કારણોસર આ અંગે ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો છે.
યુક્રેને આરોપોને પાયાવિહોણા ગણાવ્યા
યુક્રેનના વિદેશ મંત્રાલયે આ આરોપોને પાયાવિહોણા ગણાવતા કહ્યું કે તેમના નાગરિકો વિરુદ્ધ ગેરકાયદેસર ગતિવિધિઓના કોઈ ચોક્કસ પુરાવા નથી. યુક્રેન અનુસાર, 13 માર્ચ 2026ના રોજ આ નાગરિકોને મિઝોરમમાં મંજૂરી વિના પ્રવેશ અને ભારત-મ્યાનમાર સરહદ ગેરકાયદે ઓળંગવાના આરોપમાં અટકાયતમાં લેવાયા હતા.
યુક્રેનિયન નાગરિકોની ધરપકડની માહિતી ન આપી : યુક્રેન
યુક્રેને વધુમાં જણાવ્યું કે, સ્થાપિત આંતરરાષ્ટ્રીય પ્રથાઓથી વિપરીત ભારત તરફથી ધરપકડ અંગે કોઈ સત્તાવાર સૂચના આપવામાં આવી નથી. અદાલતે તમામ શંકાસ્પદોની કસ્ટડી 27 માર્ચ સુધી વધારી દીધી છે. ભારતમાં યુક્રેનના રાજદૂત ઓલેક્સાન્ડ્ર પોલિશચુકે વિદેશ મંત્રાલયના સચિવ સાથે મુલાકાત કરી સત્તાવાર વિરોધ પત્ર સોંપ્યો છે.
આ પણ વાંચો : ઈરાન યુદ્ધમાં NATO દેશોએ સાથ ન આપતા ટ્રમ્પ ભડક્યા, રશિયા-ચીન પર પણ સાધ્યું નિશાન









