Get The App

પ્રત્યાર્પણથી બચવા નીરવ મોદીની નવી ચાલ, ભારતના પ્રયાસોને ઝટકો લાગવાની શક્યતા

Updated: Sep 19th, 2025

GS TEAM

Google News
Google News
પ્રત્યાર્પણથી બચવા નીરવ મોદીની નવી ચાલ, ભારતના પ્રયાસોને ઝટકો લાગવાની શક્યતા 1 - image


Nirav Modi's extradition: બ્રિટનની કોર્ટે ભારતના ભાગેડુ નીરવ મોદીને મોટી રાહત આપી છે. જ્યારે કેન્દ્ર સરકાર માટે તેના પ્રત્યાર્પણની મુશ્કેલીમાં વધારો કર્યો છે. યુકેની કોર્ટે નીરવ મોદીની પ્રત્યાર્પણની પ્રક્રિયાને ફરીથી શરૂ કરવાની માગ કરતી અરજી સ્વીકારી છે. જેના લીધે નીરવ મોદીને ભારત લાવવાના પ્રયાસોને ઝટકો વાગ્યો છે.

યુકેની કોર્ટે કેન્દ્ર સરકારને નોટિસ પાઠવી

આ નિર્ણય બાદ ભારત સરકાર અને તપાસ એજન્સીઓ લંડનને જવાબ મોકલવાની તૈયારી કરી રહ્યું છે. જેથી કાયદાકીય કાર્યવાહીથી બચી શકાય. વરિષ્ઠ અધિકારીએ નામ ન આપવાની શરતે જણાવ્યું કે, નીરવ મોદીએ પોતાની લીગલ ટીમ મારફત ગત મહિને યુકેની વેસ્ટમિંસ્ટર કોર્ટમાં અપીલ કરી હતી, જેમાં તેની ભારત પ્રત્યાર્પણની વિરૂદ્ધ અપીલ ફરીથી શરૂ કરવાની માગ થઈ હતી. કોર્ટે આ માગ સ્વીકારી ભારત સરકારને નોટિસ મોકલી છે.

નીરવ મોદીએ અરજીમાં કર્યો દાવો

નીરવ મોદીએ અરજીમાં દાવો કર્યો હતો કે, જો તેને ભારત મોકલવામાં આવે તો અનેક એજન્સીઓ પૂછપરછ કરશે અને તે દરમિયાન અનેક યાતનાઓનો સામનો કરવો પડી શકે છે. કોર્ટે આ અરજી પર સુનાવણીની તારીખ જાહેર કરી નથી. ભારત સરકારે નોટિસ મુદ્દે જાણકારી આપી હતી કે, અમે વિસ્તારપૂર્વક જવાબ આપવાની તૈયારી કરી રહ્યા છીએ. જે રાજકીય ચેનલ્સના માધ્યમથી મોકલવામાં આવશે. અમે નીરવના દાવાઓનું ખંડન કરીશું. અમે કોર્ટને આ અરજી ફગાવવા અપીલ કરીશું. કારણકે પ્રત્યાર્પણનો આદેશ 2022માં આપવામાં આવ્યો હતો.

આ પણ વાંચોઃ  હિમાચલમાં મેઘરાજાનો તાંડવ, ચોમાસામાં 424ના મોત, 604 રસ્તા બંધ, મંડીમાં સૌથી વધુ તબાહી

પંજાબ નેશનલ બેન્ક કૌભાંડ

નીરવ મોદી પર પંજાબ નેશનલ બેન્ક કૌભાંડમાં છેતરપિંડી, ગુનાઇત ષડયંત્ર, વિશ્વાસઘાત, ભ્રષ્ટાચાર, મની લોન્ડરિંગ, અને કરાર ઉલ્લંઘનના ગંભીર આરોપ છે. નીરવ મોદી બેન્કનું રૂ. 13000 કરોડનું ફૂલેકું ફેરવીને લંડન પલાયન થઈ ગયો હતો. 2011થી 2017 સુધી તેની કંપનીઓએ પીએનબીની મુંબઈ બ્રાન્ચ પાસેથી 1200થી વધુ નકલી લેટર્સ ઓફ અંડરટેકિંગ (LOU) હાંસલ કર્યા હતા. જેનો ઉપયોગ વિદેશી બેન્કો પાસેથી લોન મેળવવા કર્યો હતો. ભારત સરકારે નીરવ મોદીના પ્રત્યાર્પણ મામલે સ્પષ્ટતા કરી હતી કે, જો તેનું પ્રત્યાર્પણ થાય તો તેના પર ભારતીય કાયદા હેઠળ કેસ ચલાવવામાં આવશે. કોઈ પણ એજન્સી તરફથી તેની પૂછપરછ નહીં થાય.

પ્રત્યાર્પણથી બચવા નીરવ મોદીની નવી ચાલ, ભારતના પ્રયાસોને ઝટકો લાગવાની શક્યતા 2 - image

Tags :