Get The App

UGCના નવા નિયમ સામે સવર્ણોમાં ભારે આક્રોશ! સોશિયલ મીડિયામાં વિરોધ, સુપ્રીમ કોર્ટમાં અરજી

Updated: Jan 26th, 2026

GS TEAM

Google News
Google News
UGCના નવા નિયમ સામે સવર્ણોમાં ભારે આક્રોશ! સોશિયલ મીડિયામાં વિરોધ, સુપ્રીમ કોર્ટમાં અરજી 1 - image


UGC New Equity Rules 2026: યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન(UGC)ના નવા નિયમોને લઈને દેશમાં માહોલ ગરમાયો છે. પહેલા સોશિયલ મીડિયા પર તેના વિરોધમાં #UGCRollebackનો ટ્રેન્ડ શરૂ થયો, જે બાદ હવે તેના વિરોધમાં સુપ્રીમ કોર્ટના દરવાજા પણ ખટ-ખટાવવામાં આવ્યા છે, UGCના નવા નિયમને ભેદભાવ વધારનારો બતાવવામાં આવ્યો છે. બરેલી શહેર મેજિસ્ટ્રેટે UGCના ફેરફારોના વિરોધમાં રાજીનામું ધરી દીધું છે. ત્યારે જાણો કે UGCનો એ કયો નિયમ છે જેના કારણે વિવાદનું વંટોળ ઊભું થયું છે અને તેને બનાવવાની જરૂરિયાત કેમ ઊભી થઈ?

યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન(UGC)એ 13 જાન્યુઆરીના રોજ એક નવો નિયમ લાગુ કર્યો છે, જેનું નામ છે, ' 'Promotion of Equity in Higher Education Institutions Regulations 2026', આ નિયમને લઈને હાલ ઉહાપોહ મચી ગયો છે. ખાસ કરીને સામાન્ય વર્ગ એટલે કે સુવર્ણ વર્ગ નારાજ થયો છે. બરેલી શહેર મેજિસ્ટ્રેટ અલંકાર અગ્નિહોત્રીએ તો એ કહી દીધું કે આ નવા નિયમે કોલેજ અને યુનિવર્સિટીમાં શિક્ષણ લેનારા સામાન્ય વર્ગના વિદ્યાર્થીઓને સ્વઘોષિત ગુનેગાર બનાવી દીધા છે. 

શું છે UGCનો નવો નિયમ?

નવા ઈક્વિટી કાયદા પ્રમાણે તમામ યુનિવર્સિટી, કોલેજ, અને ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓના પરિસરમાં 24x7 હેલ્પ લાઈન, સમાન તક કેન્દ્ર, ઇક્વિટી સ્ક્વોડ અને ઇક્વિટી કમિટીનું ગઠન કરવું પડશે. જો કોઈ પણ સંસ્થા આ નિયમોનું પાલન નહીં કરે તો UGC તેની માન્યતા રદ અથવા તો ફંડ રોકવા જેવી કડક કાર્યવાહી કરી શકે છે. 

UGCએ હેતુ જણાવ્યો

યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશનનું કહેવું છે કે, નવા નિયમનો હેતુ છે કે SC, ST અને OBC વિદ્યાર્થીઓ સાથે થતા જાતિગત ભેદભાવને રોકવા માટે તેમજ તેની પર દેખરેખ રાખવામાં આવે, 2020અને 2025 વચ્ચે જાતિ ભેદભાવ સંબંધિત ફરિયાદોમાં 100% થી વધુ વધારો થયો હતો. વધુમાં, રોહિત વેમુલા અને પાયલ તડવી જેવા કેસોમાં સુપ્રીમ કોર્ટના અવલોકનોને આ નિયમ લાગુ કરવાના કારણો તરીકે ટાંકવામાં આવ્યા

કયા સેકશનથી તકલીફ

UGCના આ નિયમને સુપ્રીમ કોર્ટમાં પડકારવા માટે એક જાહેર હિતની અરજી PIL પણ કરવામાં આવી છે. જેમાં આ નિયમને ભેદભાવપૂર્ણ અને મનમાની કરનારો જણાવાયો છે. અરજીકર્તાએ જણાવ્યું છે કે યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશને 13 જાન્યુઆરીના રોજ નવા નિયમોને લાગુ કર્યા છે જેનો  3(C) ભેદભાવ વધારનારો છે. ગેર બંધારણીય ઘોષિત કરવાની માગ કરવામાં આવી છે.

આ પણ વાંચો: ખિસ્સામાં આધાર કાર્ડ રાખવાની માથાકૂટ ખતમ, એડ્રેસ-નંબર પણ ઘરે બેઠા બદલાશે: આવી રહી છે 'સુપર એપ'

જાહેર હિતની અરજીમાં ટાંકવામાં આવ્યું છે કે , UGCનો નવો Equity Ruleનો સેકશન 3(C) અભિવ્યક્તિની સ્વતંત્રતા, સમાનતા અને વ્યક્તિગત આઝાદી જેવા મૌલિક અધિકારોનું ઉલ્લંધન કરે છે. આ નિયમ UGC અધિનિયમ 1956ની વિરુદ્ધ છે અને ઉચ્ચ સંસ્થાઓમાં શિક્ષણની સમાન તકના અવસરોને ખતમ કરે છે. અરજીકર્તાએ વિવાદિત જોગવાઈઓ દૂર કરવાની માગ કરી છે. 

વિદ્યાર્થીઓનું શું કહેવું છે?

તો વિરોધકર્તા વિદ્યાર્થીઓનું કહેવું છે કે, 'નવા નિયમમાં ખોટી ફરિયાદો સામે કાર્યવાહી કરવાની જોગવાઈઓનો અભાવ છે. જેથી કોઈપણ વ્યક્તિ પર કોઈ પુરાવા વિના ખોટો આરોપ લગાવી શકાય છે. આનાથી કોઈપણ વિદ્યાર્થીને સમસ્યાઓનો સામનો કરવો પડી શકે જેથી તેના શિક્ષણ અને કારકિર્દી પર અસર પડશે. 'ભેદભાવ'ની વ્યાખ્યા કરવામાં આવી નથી.'