Get The App

UAEના પ્રમુખની માત્ર 2 કલાકની ભારત મુલાકાતનું શું છે મહત્ત્વ? આ મુદ્દાઓ પર થઈ ચર્ચા

Updated: Jan 19th, 2026

GS TEAM

Google News
Google News
UAEના પ્રમુખની માત્ર 2 કલાકની ભારત મુલાકાતનું શું છે મહત્ત્વ? આ મુદ્દાઓ પર થઈ ચર્ચા 1 - image


UAE President Sheikh Mohammed Bin Zayed India Visit : સંયુક્ત આરબ અમીરાત (UAE)ના રાષ્ટ્રપ્રમુખ શેખ મોહમ્મદ બિન જાયદ અલ નાહયાન સોમવારે ભારતની બે કલાકની મુલાકાતે આવ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એરપોર્ટ પર તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. આ દરમિયાન બંને નેતાઓએ ઉત્સાહપૂર્વક એકબીજાના ગળે મળ્યા હતા. એટલું જ નહીં બંને નેતાઓ એક જ કારમાં સવાર થઈને એરપોર્ટથી નિકળ્યા હતા. હવે શેખ નાહયાને ભારતની બે કલાક કરેલી મુલાકાતની ઘણી ચર્ચાઓ થઈ રહી છે. ત્યારે બંને નેતાઓ વચ્ચે કયાં મુદ્દાઓ પર ચર્ચા થઈ, તેનો રિપોર્ટ પણ સામે આવ્યો છે.

શેખ નાહયાને ભારતનો પાંચમી વખત પ્રવાસ કર્યો

ભારતીય વિદેશ મંત્રાલયે સત્તાવાર નિવેદનમાં કહ્યું છે કે, ‘વડાપ્રધાન મોદીના આમંત્રણ પર યુએઈના રાષ્ટ્રપ્રમુખ ભારતની મુલાકાતે આવ્યા છે. યુએઈના રાષ્ટ્રપ્રમુખ બન્યા બાદ શેખ નાહયાને ભારતનો ત્રીજી વખત સત્તાવાર પ્રવાસ કર્યો છે. જ્યારે છેલ્લા એક દાયકામાં તેઓ પાંચ વખત ભારત આવ્યા છે. બંને નેતાઓ વચ્ચે સોમવારે સાંજે મુલાકાત નિર્ધારીત કરાઈ હતી. શેખ નાહયાનના ભારત પ્રવાસથી બંને દેશોની વ્યૂહાત્મક ભાગીદારીને વધુ આગળ વધારવાની તક મળશે. બંને નેતાઓ ક્ષેત્રીય અને વૈશ્વિક મુદ્દા પર પરસ્પર હિતો સાથે જોડાયેલા મુદ્દાઓ પર વાત કરશે.’

શેખ નાહયાન અને PM મોદી વચ્ચે કયા મુદ્દે ચર્ચા થઈ?

પીટીઆઈના એક રિપોર્ટ મુજબ, ‘તેમના ભારત પ્રવાસથી પરિચીત લોકોના જણાવ્યા મુજબ, વડાપ્રધાન મોદી અને શેખ નાહયાન વચ્ચેની વાતચીતના એજન્ડામાં વેપાર, રોકાણ, સંરક્ષણ ઉદ્યોગમાં ભાગીદારી તેમજ ઊર્જા સંબંધી મુખ્ય મુદ્દાઓ પર ચર્ચા થવાની આશા છે.’ તેઓ સાંજે 4.30 કલાકે દિલ્હી એરપોર્ટ પહોંચ્યા હતા. રિપોર્ટ મુજબ, બંને નેતાઓ વચ્ચે 4.45 કલાકે વાતચીત શરૂ થઈ હતી અને તેઓ સાંજે 6.00 કલાકે દિલ્હીથી રવાના થઈ ગયા હતા. આમ યુએઈના રાષ્ટ્રપ્રમુખે લગભગ બે કલાક ભારત પ્રવાસે આવ્યા હતા.’

આ પણ વાંચો : શિંદે પોતાની જ જાળમાં ફસાયા? મુંબઈમાં મેયરની ખેંચતાણ વચ્ચે ભાજપે મૂકી મોટી શરત

માત્ર બે કલાકની મુલાકાત કેમ?

યુએઈના રાષ્ટ્રપ્રમુખે એવા સમયે પ્રવાસ કર્યો છે, જ્યારે બંને દેશો નાગરિક અને સૈન્ય ક્ષેત્રોમાં ભાગીદારી ઝડપથી આગળ વધારી રહ્યા છે. ભૂમિદળના વડા જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી આ મહિનાની શરૂઆતમાં ચોથી જાન્યુઆરીએ યુએઈ ગયા હતા. તેમણે સંરક્ષણ સહયોગ અને સૈન્ય સંબંધોને મજબૂત કરવા માટે યુએઈનો પ્રવાસ કર્યો હતો. આ દરમિયાન યુએઈ ભૂમિદળની સેનાએ તેમને ગાર્ડ ઓફ ઓનર આપીને ભવ્ય સ્વાગત કર્યું હતું. તેમણે યુએઈના ભૂમિદળ સેનાના કમાન્ડર સહિત સશસ્ત્ર દળોના વરિષ્ઠ અધિકારીઓ સાથે વાતચીત કરી હતી. આ ઉપરાંત તેમણે સૈન્ય સંસ્થાઓની મુલાકાત કરવાની સાથે તેમના સૈનિકો સાથે પણ ચર્ચા કરી હતી.

આ પહેલા 15 ડિસેમ્બરે વિદેશ મંત્રી એસ.જયશંકરે યુએઈની યાત્રા કરી હતી. તેમણે ભારત-યુએઈની સંયુક્ત આયોગની 16મી બેઠક અને ભારત-યુએઈ રાજદ્વારી સંવાદના ભાગ લીધો હતો.

ભારત-યુએઈ વચ્ચેના સંબંધો

ભારત અને યુએઈ વચ્ચે ખૂબ જ જૂના અને ગાઢ સંબંધો છે. એકબીજા સાથે સૌથી વધુ ભાગીદારી કરનારા દેશોમાં બંને દેશો સામેલ છે. યુએઈ ભારતનો સાતમો સૌથી મોટો રોકાણકાર દેશ છે. વર્ષ 2000થી અત્યાર સુધીમાં યુએઈએ ભારતમાં 22 અબજ ડૉલરથી વધુનું પ્રત્યક્ષ વિદેશી રોકાણ (FDI) કર્યું છે. યુએઈ ભારતને ક્રૂડ ઓઈલ ઉપરાંત લિક્વિફાઈડ નેચરલ ગેસની આયાત કરે છે.

આ પણ વાંચો : પપ્પા મને બચાવી લો... તંત્રની નાકામીના કારણે પિતાની નજર સામે જુવાનજોધ દીકરાનું ડૂબવાથી મોત