Get The App

અમેરિકાથી ડિપોર્ટ કરાયેલા વધુ બેની ધરપકડ, જાણો શું છે આરોપ, અગાઉ બે હત્યા મામલે પકડાયા હતા

Updated: Feb 17th, 2025

GS TEAM


Google News
Google News
અમેરિકાથી ડિપોર્ટ કરાયેલા વધુ બેની ધરપકડ, જાણો શું છે આરોપ, અગાઉ બે હત્યા મામલે પકડાયા હતા 1 - image


USA Deportation: પંજાબ અને હરિયાણા પોલીસે અમેરિકાથી ડિપોર્ટ કરાયેલા લોકોની ત્રીજી ફ્લાઈટ લેન્ડ થતાં જ બે જણની ધરપકડ કરી હતી. આ બંને આરોપી ગુનો આચરી અમેરિકા ભાગી ગયા હતાં. અગાઉ  પંજાબ પોલીસે પણ બે પિતરાઈ ભાઈઓની મર્ડર કેસમાં ધરપકડ કરી હતી.

પંજાબ પોલીસે ડિપોર્ટ કરાયેલા લુધિયાણાના ગુરવિન્દર સિંહ (ઉ.વ. 26)ની ધરપકડ કરી છે. જેને પોલીસ 2021થી શોધી રહી હતી. તેની બિન-જામીનપાત્ર વોરંટ હતાં. બીજી તરફ ગુરવિન્દર સિંહના પરિવારજનોએ તેની ધરપકડને રાજકીય હેતુ માટે થઈ હોવાનું જણાવ્યું છે. શિરોમણી અકાલી દળ સાથે તેના ભૂતકાળના જોડાણોના કારણે તેની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે તેની વિરૂદ્ધ બે એફઆઈઆર નોંધી તપાસ હાથ ધરી તેની ધરપકડ કરી હતી. બાદમાં તેને જામીન આપવામાં આવ્યા હતાં. જામીન પર બહાર ગુરવિન્દર સિંહે ટ્રાવેલ એજન્ટને રૂ. 45 લાખ આપી ત્રણ મહિને ગેરકાયદે અમેરિકા પહોંચ્યો હતો.

આ પણ વાંચોઃ અમદાવાદના 9 ગાંધીનગર-કલોલના 15... અમેરિકાથી ડિપોર્ટ કરાયેલા 33 ગુજરાતીઓની સંપૂર્ણ યાદી...

સાહિલ વર્માની પોક્સો ગુના હેઠળ ધરપકડ

હરિયાણા પોલીસે ડિપોર્ટ થયેલા સાહિલ વર્માની એરપોર્ટ પરથી જ ધરપકડ કરી હતી. કુરુશ્રેત્રના પેહોવા ગામનો રહેવાસી સાહિલે મે, 2022માં સગીરાની જાતીય સતામણી અને મારી નાખવાની ધમકી આપી હતી. જેના બદલ પોલીસે પોક્સો એક્ટ હેઠળ તેની ધરપકડ કરવાની કવાયત હાથ ધરી હતી. જો કે, વર્મા પોલીસની નજરોમાંથી છટકી વિયેતનામ પહોંચ્યો હતો. બાદમાં ઈટલી જતો રહ્યો હતો. બે વર્ષ સુધી ઈટલીમાં રહ્યા બાદ 25 જાન્યુઆરી, 2025ના રોજ મેક્સિકો થઈ અમેરિકામાં ગેરકાયદે પ્રવેશ્યો હતો. જો કે, યુએસ બોર્ડર કંટ્રોલે તેની બોર્ડર પર જ ધરપકડ કરી લીધી હતી.  તેણે વિદેશ ભાગી જવા માટે રૂ. 38 લાખ આપ્યા હતા.

અમેરિકાથી ડિપોર્ટેશનની કાર્યવાહીની સાથે સાથે સ્થાનિક પોલીસ પણ ડિપોર્ટ કરાયેલા લોકો વિરૂદ્ધ તપાસ હાથ ધરી ભૂતકાળના ગુનાઓ સંબંધિત ધરપકડ કરી રહી છે. ગુજરાત પોલીસ પણ અમદાવાદ એરપોર્ટ પર પહોંચેલા ડિપોર્ટીઓના ડોક્યુમેન્ટ્સની ચકાસણી તેમજ તપાસ કર્યા બાદ ઘરે જવા મંજૂરી આપી રહી છે. અમેરિકાથી આવેલી ત્રીજી ફ્લાઈટમાં 117 લોકોને ડિપોર્ટ કર્યા છે.

અમેરિકાથી ડિપોર્ટ કરાયેલા વધુ બેની ધરપકડ, જાણો શું છે આરોપ, અગાઉ બે હત્યા મામલે પકડાયા હતા 2 - image

Tags :