અમદાવાદના 9 ગાંધીનગર-કલોલના 15... અમેરિકાથી ડિપોર્ટ કરાયેલા 33 ગુજરાતીઓની સંપૂર્ણ યાદી...
USA Deportation Gujarati List: અમેરિકાથી ભારતીયોને ડિપોર્ટ કરાયેલો ત્રીજો કાફલો ગઈકાલે રાત્રે અમૃતસર એરપોર્ટ પર લેન્ડ થયો હતો. જેમાં 33 ગુજરાતીઓ સામેલ છે. હાલ, ચાર ગુજરાતીઓ અમદાવાદ એરપોર્ટ પર પહોંચી ગયા છે. જ્યારે બાકીના બપોરની ફ્લાઈટમાં અમદાવાદ પહોંચશે. અમેરિકાથી ડિપોર્ટ કરાયેલા આ 33 ગુજરાતીઓમાં સૌથી વધુ અમદાવાદી છે. અમદાવાદના નવ લોકોને અમેરિકામાં ગેરકાયદે વસવાટ બદલ હાંકી કઢાયા છે. જ્યારે ગાંધીનગરથી આઠ લોકોને પરત વતન મોકલાયા છે.
અમેરિકાથી ડિપોર્ટ કરાયેલાઓની સત્તાવાર યાદીને ધ્યાનમાં લઈએ તો, અમેરિકામાં ગેરકાયદે વસવાટ કરનારાઓમાં અમદાવાદ, ગાંધીનગર અને મહેસાણાના લોકો વધુ છે. પ્રથમ કાફલામાં પણ ડિપોર્ટ કરાયેલા લોકોમાં 17 જણ ગાંધીનગરથી હતાં. ત્રીજા કાફલામાં કડીના સાત લોકોને ડિપોર્ટ કરાયા છે. જ્યારે એક વિજાપુરથી અને એક સુરેન્દ્રનગરથી છે. ડોનાલ્ડ ટ્રમ્પની ડિપોર્ટેશન પોલિસીના કારણે અમેરિકાથી છેલ્લા 12 દિવસમાં કુલ 332થી વધુ ભારતીયોને ડિપોર્ટ કરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે, અમેરિકાએ ડિપોર્ટેશનના ભાગરૂપે 487 ભારતીયોને પરત મોકલવાની સત્તાવાર જાહેરાત કરી હતી.
આ પણ વાંચોઃ અમેરિકાથી ડિપોર્ટ કરાયેલા 4 ગુજરાતી અમૃતસરથી અમદાવાદ ઍરપોર્ટ પહોંચ્યા, 29 બપોરે આવશે
ત્રીજા કાફલામાં ડિપોર્ટ કરાયેલા 33 ભારતીયો
વિઝિટર વિઝાથી ગેરકાયદે વસવાટ
અમેરિકાના ઈમિગ્રેશન ડિપાર્ટમેન્ટ દ્વારા રજૂ કરાયેલી યાદીમાં મોટાભાગના ગુજરાતીઓ વિઝિટર અથવા ટુરિસ્ટ વિઝા પર અમેરિકા ગયા હતાં. તેઓ વિઝાની સમય મર્યાદા પૂર્ણ થઈ ગઈ હોવા છતાં ત્યાં જ ગેરકાયદે વસવાટ કરી રહ્યા હતાં. અમેરિકામાં ગેરકાયદે રહેતા ગુજરાતીઓની સંખ્યા ખુબ મોટી છે. મીડિયા રિપોર્ટ અનુસાર, અમેરિકાથી ડિપોર્ટની કામગીરી કરવામાં આવે તો ગુજરાતીઓને પરત લાવવામાં 50 ફ્લાઇટ પણ ઓછી પડે. ગેરકાયદે રહેતાં ગુજરાતીઓ સહિત સવા લાખથી વધારે ભારતીયોને શોધવા માટે અમેરિકાની વિવિધ એજન્સીઓ તપાસ કરી રહી છે. જેના કારણે છેલ્લાં ઘણા દિવસોથી વિવિધ મોટેલ અને હોટલોમાં ગેરકાયદે કામ કરતા ભારતીયો આવવાના બંધ થયા છે. તો કેટલાંક લોકો તેમના મકાનો બદલી રહ્યા છે.