Get The App

રાજસ્થાન અને ઉત્તરપ્રદેશમાં આભ ફાટ્યું, શહેરોમાં નદીઓ વહી, જળપ્રલય વચ્ચે જનજીવન અસ્તવ્યસ્ત

Updated: Jul 20th, 2025

GS TEAM

Google News
Google News
રાજસ્થાન અને ઉત્તરપ્રદેશમાં આભ ફાટ્યું, શહેરોમાં નદીઓ વહી, જળપ્રલય વચ્ચે જનજીવન અસ્તવ્યસ્ત 1 - image


Heavy rain in Rajasthan and UP : દેશમાં અનેક વિસ્તારોમાં ભારે વરસાદ વરસી રહ્યો છે, ત્યારે રાજસ્થાનમાં ધોધમાર વરસાદ થયો છે. જેમાં અજમેરમાં વાદળ ફાટવાથી પૂરની સ્થિતિ ઊભી થઈ છે. ભારે વરસાદને લઈને શાળા બંધ કરવામાં આવી છે. જ્યારે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હોવાના દ્રશ્યો સામે આવ્યા છે. 

રાજસ્થાનના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ

રાજસ્થાનના અજમેરમાં અતિભારે વરસાદ થતાં ચારેયકોર પાણી-પાણીના જોવા મળ્યું છે. રોડ-રસ્તા, મકાનો, હોસ્પિટલ સહિત અને વિસ્તારોમાં પાણી ભરાયા છે. ધોધમાર વરસાદને પગલે જનજીવન અને પરિવહન ખોરવાયું હોવાની સ્થિતિ ઊભી થઈ હોવાનું સામે આવ્યું છે. 

અજમેરમાં આભ ફાટ્યું

અજમેરની જેએલએન હોસ્પિટલની બહાર પણ વરસાદ પાણી ભરાયા છે. આ પાણી ભરાવાના કારણે લોકોને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. લોકોનું કહેવું છે કે, 'નદીની અંદર દિવાલ બનાવવામાં આવી હોવાથી પાણી ભરાઈ રહ્યું છે. આવું પહેલાં ક્યારેય બન્યું નહોતું. અજમેરના બ્રહ્મપુરી વિસ્તારમાં નાળું ઓવરફ્લો થઈ ગયું છે, જેના કારણે આસપાસના વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે.'

યુપીમાં વરસાદે તબાહી મચાવી, ઘણા વિસ્તારો પાણીમાં ડૂબી ગયા

ઉત્તર પ્રદેશના ઘણા જિલ્લાઓમાં વરસાદે તબાહી મચાવી છે અને ઘણા વિસ્તારો પાણીમાં ડૂબી ગયા છે. પ્રયાગરાજ સહિતના વિસ્તારોના ગામડાંઓમાં ભારે વરસાદના કારણે લોકોને હાલાકી પડી રહી છે. જેમાં સુનોટી ગામમાં પૂરાના પાણી ચારેયકોર ફરી વળતાં ગ્રામજનોને હોડીનો સહારો લેવા પડ્યો છે. જ્યારે બાંદામાં બે ભાઈઓના ડૂબી જવાથી મૃત્યુ નીપજ્યાં હોવાનું સામે આવ્યું છે. બંને ભાઈઓ મંદિરે દર્શન કરવા જતાં હતા, ત્યારે નાળામાં પગ લપસી જવાથી ડૂબી ગયા હતા. આ પછી તરવૈયાની મદદથી બંને ભાઈઓના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતા. 

આ પણ વાંચો: મહારાષ્ટ્રના રાજકારણમાં મોટી હલચલ! CM ફડણવીસ અને આદિત્ય ઠાકરે વચ્ચે ગુપચુપ રીતે મુલાકાત થઈ હોવાની ચર્ચા

જ્યારે ઝાંસીમાં પણ પૂર જેવી સ્થિતિ છે. જેમાં એક મકાનમાં પૂરાના પાણી ફરી વળતાં પરિવાર મુશ્કેલીમાં મુકાયો હતો. જેને લઈને એનડીઆરએફના જવાનો દ્વારા પરિવારનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું. આ ઉપરાંત, મહોબામાં અતિભારે વરસાદના કારણે બે લોકોના મોત નીપજ્યા છે અને અનેક ગામડાંઓનો સંપર્ક તૂટી ગયો હોવાનું સામે આવ્યું છે. બીજી તરફ, વારાણસીમાં ગંગા નદીનું જળસ્તર સતત વધી રહ્યું છે. ઘાટ પાણીમાં ડૂબી ગયા છે અને વરસાદને કારણે પરિસ્થિતિ વધુ ખરાબ થઈ રહી છે.

Tags :