Get The App

બે સગા ભાઈઓએ એક જ યુવતી સાથે કર્યા લગ્ન, હિમાચલ પ્રદેશની પરંપરાની દેશભરમાં ચર્ચા

Updated: Jul 19th, 2025

GS TEAM

Google News
Google News
બે સગા ભાઈઓએ એક જ યુવતી સાથે કર્યા લગ્ન, હિમાચલ પ્રદેશની પરંપરાની દેશભરમાં ચર્ચા 1 - image


Two Brothers Marry Same Woman: હિમાચલ પ્રદેશના સિરમૌર જિલ્લાના શિલ્લાઈ ગામમાં તાજેતરમાં એક અનોખા લગ્ન ચર્ચાનો વિષય બન્યો છે. અહીં એક દુલ્હન બે ભાઈઓ સાથે લગ્ન કર્યા છે. શિલ્લાઈ ગામના પ્રદીપ નેગી અને કપિલ નેગીએ નજીકના કુનહાટ ગામની સુનિતા ચૌહાણ સાથે લગ્ન કર્યા છે. આ લગ્ન સંપૂર્ણ સંમતિ અને સમુદાયની ભાગીદારી સાથે યોજાયા હતા. આ લગ્ન સમારોહ હાટી સમુદાયની બહુપત્નીત્વ પરંપરા પર આધારિત હતો, જેમાં બે કે તેથી વધુ ભાઈઓ એક જ પત્ની ધરાવે છે.



પરિવાર અને પરંપરાનું સંયોજન

સુત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે પ્રદીપ નેગી જલ શક્તિ વિભાગમાં કાર્યરત છે અને જ્યારે તેમના નાનો ભાઈ કપિલ વિદેશમાં હોસ્પિટાલિટી સેક્ટરમાં (આતિથ્ય ઉદ્યોગ) કાર્યરત છે. બંનેની જીવનશૈલી અને દેશો અલગ હોવા છતાં બંને ભાઈઓએ આ પરંપરાને સાથે મળીને અનુસરવાનું નક્કી કર્યું છે. પ્રદીપે કહ્યું કે, આ અમારો બંનેનો સંયુક્ત નિર્ણય હતો. આ વિશ્વાસ, સંભાળ અને સહિયારી જવાબદારીનો સંબંધ છે. અમે આ પરંપરાને ખુલ્લેઆમ અપનાવી છે, કારણ કે અમને અમારા મૂળ પર ગર્વ છે. જ્યારે કપિલે કહ્યું કે, હું વિદેશમાં હોવા છતાં આ લગ્ન દ્વારા અમે મારી પત્નીને સ્થિરતા, સમર્થન અને પ્રેમ આપવા માટે પ્રતિબદ્ધ છીએ.

આ પણ વાંચો : આમ આદમી પાર્ટીને મોટો ઝટકો, દિગ્ગજ નેતાએ આપ્યું રાજીનામું, કહ્યું- 'મેં રાજનીતિ છોડવાનો નિર્ણય લીધો'

દુલ્હનનું શું કહેવુ છે

દુલ્હન સુનિતાનું કહેવું છે કે, આ મારો પોતાનો નિર્ણય હતો. મારા પર કોઈ દબાણ નહોતું. હું આ પરંપરા જાણું છું અને મેં તેને મારી સ્વેચ્છાએ અપનાવી છે. તમને જણાવી દઈએ કે આ અનોખા લગ્નમાં સેંકડો ગામલોકો અને સંબંધીઓ હાજર રહ્યા હતા. ત્રણ દિવસ સુધી ચાલનારા આ સમારોહમાં પરંપરાગત ટ્રાન્સ-ગિરી વાનગીઓ પીરસવામાં આવી હતી અને ગ્રામજનોએ પહાડી લોકગીતો પર નૃત્ય કરી લગ્નોત્સવ મનાવ્યો હતો. સ્થાનિક લોકોનું કહેવું છે કે, અમારા ગામમાં જ ત્રણ ડઝનથી વધુ પરિવારોમાં બે કે ત્રણ ભાઈઓની એક પત્ની હોય છે. પરંતુ આવા લગ્ન સામાન્ય રીતે ચૂપચાપ રીતે થાય છે. આ લગ્ન પ્રામાણિકતા અને ગરિમા સાથે જાહેરમાં ઉજવવામાં આવતા હતા,  જેને ખાસ બનાવે છે.

આ પણ વાંચો : આફ્રિકન દેશમાં બે ભારતીય નાગરિકોની આતંકીઓએ કરી હત્યા, એકનું અપહરણ

વ્યવહારિક કારણોસર જન્મી છે આ પરંપરા

ટ્રાન્સ-ગિરી વિસ્તારમાં બહુપત્નીત્વની પરંપરા પાછળ ઘણા વ્યવહારિક કારણો જોડાયેલા છે. જેમાં પૂર્વજોની જમીનનું વિભાજન અટકાવવું, મહિલાઓને વિધવા બનતા અટકાવવા અને પરિવારમાં એકતા જાળવાઈ રહે. જેમાં ખાસ કરીને જ્યારે ભાઈઓને કામ માટે દૂર જવું પડતું હતું. હવે જ્યારે હાટી સમુદાયને અનુસૂચિત જનજાતિ (ST) નો દરજ્જો આપવામાં આવ્યો છે.

Tags :