Get The App

બેફામ ડ્રાઈવિંગ પર સકંજો કસવા પરિવહન વિભાગની તૈયારી, પોઈન્ટ સિસ્ટમ દ્વારા લાઈસન્સ થશે રદ!

Updated: May 3rd, 2025

GS TEAM


Google News
Google News
બેફામ ડ્રાઈવિંગ પર સકંજો કસવા પરિવહન વિભાગની તૈયારી, પોઈન્ટ સિસ્ટમ દ્વારા લાઈસન્સ થશે રદ! 1 - image


Govt Introduce New Traffic Rule: ભારતમાં ઓવરસ્પીડ, રેડ લાઇટ જમ્પ અને સીટ બેલ્ટ ન પહેરવા જેવી ભૂલ પર ભારે ચલણ બાદ પણ પણ અવાર-નવાર કાર અને બાઇકચાલકો નિયમોનો ભંગ કરતા રહે છે. ચલણનો ભારે દંડ છતાં તેમાં કોઈ ખાસ ઘટાડો જોવા નથી મળતો. એવામાં પરિવહન વિભાગ દ્વારા ખરાબ ડ્રાઇવિંગ પર લગામ લગાવવા માટે પૉઇન્ટ સિસ્ટમ લાવવા પર વિચાર કરવામાં આવી રહ્યો છે. જે હેઠળ કોઈ ડ્રાઇવર ઓવરસ્પીડમાં ગાડી ચલાવે છે અથવા રેડ લાઇટ જમ્પ કરે છે તો તેના લાઇસન્સ પર નેગેટિવ પોઇન્ટ થઈ જશે. એટલું જ નહીં જો આ નેગેટિવ પોઇન્ટ્સની સંખ્યા એક લિમિટ કરતા વધી ગઈ તો ડ્રાઇવિંગ લાઇસન્સને સસ્પેન્ડ અથવા રદ કરવામાં આવી શકે છે. આ નેગેટિવ પોઇન્ટ ચલણથી અલગ હશે. તેનો અર્થ એ છે કે, ઓવરસ્પીડ, રેડ લાઇટ જમ્પ અને સીટ બેલ્ટ ન પહેરવા પર જે ચલણ થાય છે, તે શરૂ જ રહેશે. આ સિવાય પોઇન્ટ સિસ્ટમ પણ જોડવામાં આવશે. 

આ પણ વાંચોઃ પાકિસ્તાનથી તમામ પ્રકારની આયાત પર પ્રતિબંધ, પહલગામ હુમલા બાદ વધુ એક મોટો નિર્ણય

ટ્રાફિકને લઈને કડક વ્યવસ્થા લાવવાની તૈયારી

જોકે, હજુ સુધી આ મુદ્દે કોઈ અંતિમ નિર્ણય લેવામાં નથી આવ્યો પરંતુ, ડ્રાફ્ટ તૈયાર કરવામાં આવ્યો છે અને તેના માટે મંથન પણ કરવામાં આવી રહ્યું છે. આ દરમિયાન તેમાં પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે કે, પરિવહન વિભાગ દેશના તમામ રાજ્યો સાથે આ સંબંધિત ચર્ચા કરે અને તેના આધારે આવી કડક વ્યવસ્થા લાવવાની તૈયારી કરે. ભારતમાં આવી વ્યવસ્થા પહેલીવાર આવશે પરંતુ, ઓસ્ટ્રેલિયા, જર્મની, બ્રિટેન, ફ્રાન્સ, કેનેડા જેવા દેશોમાં પહેલાથી જ લાગુ છે. એટલું જ નહીં, ચીનના પણ અમુક શહેરોમાં તંત્રએ પોઇન્ટ સિસ્ટમ શરૂ કરી છે. પરિવહન વિભાગના સૂત્રોનું કહેવું છે કે, લાઇસન્સિંગ સિસ્ટમમાં મેરિટ અને ડિમેરિટ પોઇન્ટ જોડવામાં આવશે. આ સિવાય અમુક મહિનામાં જ મોટર વ્હીકલ એક્ટમાં સંશોધન કરવામાં આવશે અને આ પોઇન્ટ વ્યવસ્થા શરૂ થશે. 

આ પણ વાંચોઃ ખાનગી ક્ષેત્ર અને ન્યાયતંત્રમાં પણ લાગુ કરો અનામત: PM મોદીને પત્ર લખીને તેજસ્વી યાદવની માગ

પોઇન્ટ સિસ્ટમ પર સરકારનો વિચાર

આ અંતર્ગત જો કોઈ નિયમ તોડવામાં આવશે તો ડિમેરિટ પોઇન્ટ જોડાશે અને સારો વ્યવહાર કરવા પર મેરિટ પોઇન્ટ આપવામાં આવશે. હકીકતમાં 2019માં પરિવહન મંત્રી નીતિન ગડકરીની પહેલ પર ટ્રાફિક ચલણમાં વધારો કર્યો હતો. સરકારની માન્યતા હતી કે, આની મદદથી રેશ ડ્રાઇવિંગથી બચી શકાશે અને અકસ્માતમાં ઘટાડો થશે. આ વધારાની થોડીઘણી અસર જોવા પણ મળી હતી. એવામાં હવે પોઇન્ટ સિસ્ટમ પર વિચાર થઈ રહ્યો છે. દર વર્ષે આશરે 1 લાખ 70 હજાર લોકો માર્ગ અકસ્માતમાં મોતને ભેટે છે અથવા ઈજાગ્રસ્ત થાય છે. હવે જે નવી વ્યવસ્થા લાગુ થશે, તે હેઠળ ઇલેક્ટ્રોનિક કેમરાની મદદથી કોઈપણ ડ્રાઇવરની ભૂલને સરળતાથી પકડી શકાશે. 

સરકારી સૂત્રોનું કહેવું છે કે, જો કોઈનું લાઇસન્સને સસ્પેન્ડ અથવા રદ થવાનો ડર છે તો આ ભૂલ ઓછી કરશે અને તેનો પ્રયાસ કરશે કે, તે બધા નિયમોનું પાલન કરે. અનેક દેશોનો અભ્યાસ કરીને આ નિયમ લાગુ કરવામાં આવશે. 2011માં પણ આ વિષયે ચર્ચા કરવામાં આવી હતી પરંતુ, તેનો પર કોઈ અમલ નહતો થયો. ત્યારે ચર્ચા થઈ હતી કે, એક મર્યાદાથી વધુ નિયમોનો ભંગ કરવા પર ઓછામાં ઓછા એક વર્ષ માટે લાઇસન્સ સસ્પેન્ડ કરી દેવામાં આવે. 


Tags :