India

'દેશદ્રોહી અને આતંકી શક્તિઓ ભારત માટે ગંભીર સમસ્યા', MP કંગના રણૌતના CJP પર પ્રહાર

By GS Team
11 Oct 20262 mins read
TukuTouch Logo
સાંસદ કંગના રણૌતે લખનઉમાં કોકરોચ જનતા પાર્ટી (CJP)ના વિરોધ પ્રદર્શનની નિંદા કરી છે. CJP ચીફ ઇલેક્શન કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગ સાથે દિલ્હીમાં પ્રદર્શન કરી રહી છે. કંગનાએ પ્રદર્શનકારીઓને 'એન્ટી નેશનલ તાકાતો' ગણાવ્યા, જે ભારતને અસ્થિર કરવાનો પ્રયાસ કરી રહી છે. તેમણે કહ્યું કે, સામાન્ય લોકો હવે આ આંદોલન પાછળના લોકોને સમજી રહ્યા છે અને સવાલ ઉઠાવી રહ્યા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

'દેશદ્રોહી અને આતંકી શક્તિઓ ભારત માટે ગંભીર સમસ્યા', MP કંગના રણૌતના CJP પર પ્રહાર

Kangana Ranaut on CJP Protest: કંગના રણૌતે કોકરોચ જનતા પાર્ટી (CJP)ના નેતૃત્વ હેઠળના વિરોધ પ્રદર્શન અને ચીફ ઇલેક્શન કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગની નિંદા કરી છે. કંગના રણૌતે પ્રદર્શનકારીઓને 'એન્ટી નેશનલ તાકાતો' કહ્યા છે, જે ભારતને અસ્થિર કરવાનો પ્રયાસ કરી રહી છે. સાંસદ અને અભિનેત્રીએ 10 ઓક્ટોબરે લખનઉમાં પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું કે સામાન્ય લોકો હવે એ લોકોને સમજવા અને સવાલ ઉઠાવવા લાગ્યા છે, જે આ આંદોલન પાછળ છે. નોંધનીય છે કે આ વિરોધ પ્રદર્શન ચૂંટણીની પ્રક્રિયામાં SIRની ભૂમિકા અને તેમાં ગરબડ પર સવાલ ઉઠાવતા કરવામાં આવ્યું છે.

CJPના આરોપો અને દિલ્હીમાં ચાંપતી સુરક્ષા વ્યવસ્થા

CJPનો આરોપ છે કે ચૂંટણી પંચે ખોટી રીતે મતદારોના નામ લિસ્ટમાંથી હટાવી દીધા છે. કોકરોચ જનતા પાર્ટી આ પ્રક્રિયામાં વધુ પારદર્શિતા અને જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગ કરી રહી છે. કંગના રણૌતે કહ્યું-

જુઓ જે દેશદ્રોહી અને આતંકી શક્તિઓ છે, અને જે આંતરરાષ્ટ્રીય કાવતરાં છે, તે આપણા દેશ માટે એક ગંભીર સમસ્યા બની ચૂક્યા છે.

આ ઉપરાંત કંગના રણૌતે પોતાના નિવેદનમાં અયોધ્યા યાત્રા અને દેશની એકતા અંગે વાત કરી-

બહાનું ગમે તે હોય, કોઇને કોઇ રીતે નાગરિકો અને દેશને રોકી દેવાના અને નાગરિકોને હેરાન કરવાના કાવતરાં ચાલી રહ્યા છે. અમે અત્યારે અયોધ્યા જઈ રહ્યા છીએ શ્રીરામજીના આશીર્વાદ લેવા, અને જ્યાં સુધી શ્રીરામજી અને હનુમાનજીના આશીર્વાદ અમારી સાથે છે, ત્યાં સુધી કોઈ પણ… તમે જોઈ શકો છો કે આ સિવાય પણ કેટલીય શક્તિઓ આપણા દેશને તોડવાના પ્રયાસમાં લાગેલી છે. પરંતુ આપણે સૌ ભારતવાસીઓ ભારત સાથે ઊભા છીએ અને સૌ એકજૂથ છીએ.

રાહુલ ગાંધી પર કટાક્ષ
કંગના રણૌતે રાહુલ ગાંધી પર કટાક્ષ કર્યો કે-'તમે જુઓ કે કેટલા લોકો આ દેશદ્રોહી તાકાતોનો પર્દાફાશ કરવામાં લાગેલા છે. હું તો કહું છું કે પોલીસ છોડો, લોકો જ આમને પકડીને ધોઈ નાખવાના છે. કારણ કે લોકો હેરાન છે, આ લોકો આવ્યા દિવસે કોઈને કોઈ રીતે દેશને બંધ કરવાનો પ્રયાસ કરતા રહે છે. રાહુલ ગાંધીજીનો હક બને છે કે તે રાષ્ટ્રપતિજીને મળીને જે પણ વાંધાજનક બાબતો છે તે જણાવે. પરંતુ અમારી સ્કૂલમાં પણ આ જ થતું હતું, જે બાળકો ફેલ થઈ જતા હતા તેમને લાગતું હતું કે જેમને પાસ કર્યા છે તેમને કોઈ અલગ જ એક્ઝામ પેપર આવ્યું હશે.'