Get The App

'આજે એ દાદાગીરી કરી રહ્યા છે કેમ કે...' ટ્રમ્પના ટેરિફ વચ્ચે નીતિન ગડકરીનું મોટું નિવેદન

Updated: Aug 10th, 2025

GS TEAM

Google News
Google News
'આજે એ દાદાગીરી કરી રહ્યા છે કેમ કે...' ટ્રમ્પના ટેરિફ વચ્ચે નીતિન ગડકરીનું મોટું નિવેદન 1 - image


Nitin Gadkari News : કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ અમેરિકા સાથે ચાલી રહેલા ટેરિફ ટેન્શન વચ્ચે આડકતરી રીતે પોતાના વિચારો વ્યક્ત કર્યા છે. તેમણે કહ્યું કે જે દેશો આજે દુનિયાને ધમકાવી રહ્યા છે તેઓ આર્થિક રીતે મજબૂત હોવાથી આવું કરી રહ્યા છે. તે દેશો પાસે ટેકનોલોજી પણ છે. જો આપણે ભારતની 'વિશ્વ ગુરુ'ની છબીને આગળ વધારવી હોય, તો આપણે પણ ટેકનોલોજી અને આર્થિક ક્ષેત્રમાં મજબૂત બનવું પડશે.

ગડકરીએ આપ્યું મોટું નિવેદન 

નાગપુરમાં વિશ્વેશ્વરાય નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીમાં સંબોધન કરતાં કેન્દ્રીય મંત્રીએ આયાત ઘટાડવા અને નિકાસ વધારવાના મહત્વ પર પણ ભાર મૂક્યો. તેમણે કહ્યું, "જો આપણો નિકાસ અને અર્થતંત્રનો દર વધશે તો મને નથી લાગતું કે આપણે કોઈની પાસે જવાની જરૂર પડશે. જે લોકો ધમકાવી રહ્યા છે તેઓ આવું કરી રહ્યા છે કારણ કે તેઓ આર્થિક રીતે મજબૂત છે અને તેમની પાસે ટેકનોલોજી છે."

વિશ્વમાં ભાઈચારાની ભાવના પર ભાર મૂક્યો 

ભારતની સંસ્કૃતિ અને વિશ્વમાં ભાઈચારાની ભાવના પર ભાર મૂકતા ગડકરીએ કહ્યું કે જો આજે આપણે આર્થિક રીતે મજબૂત બનીશું અને ટેકનોલોજીમાં પણ આગળ વધીશું તો પછી પણ અમે આવી રીતે કોઈને ધમકાવીશું નહીં કારણ કે આ આપણી સંસ્કૃતિમાં નથી. આપણી સંસ્કૃતિ આપણને શીખવે છે કે વિશ્વનું કલ્યાણ સૌથી મહત્વપૂર્ણ છે.

ગડકરીએ કહી મોટી વાત 

ગડકરીએ કહ્યું કે આજે વિશ્વની બધી સમસ્યાઓનો ઉકેલ વિજ્ઞાન, ટેકનોલોજી અને જ્ઞાન છે. જો આપણે આ ત્રણ બાબતોનો ઉપયોગ કરીશું તો આપણે ક્યારેય વિશ્વ સામે નમવું પડશે નહીં. તેમણે કહ્યું કે સંશોધન કેન્દ્રો, IIT અને એન્જિનિયરિંગ કોલેજોએ દેશની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને સંશોધન કરવું જોઈએ. બધા જિલ્લાઓ, રાજ્યો અને પ્રદેશોમાં અલગ અલગ બાબતો છે. આપણે બધાને ધ્યાનમાં રાખીને કામ કરવું પડશે. જો આપણે સતત આવું કાર્ય કરીશું તો આપણા દેશના અર્થતંત્રનો વિકાસ દર ત્રણ ગણો વધી જશે.


Tags :