Get The App

આજે ઉપ રાષ્ટ્રપતિની ચૂંટણી ઃ એનડીએના ઉમેદવાર ધનખડનો વિજય નિશ્ચિત

સંસદ ભવનમાં ૧૦ થી ૫ વચ્ચે મતદાન ઃ ચૂંટણી પૂર્ણ થતા જ ગણતરી ઃ મોડી સાંજે નવા ઉપ રાષ્ટ્રપતિની જાહેરાત

તૃણમુલની ચૂંટણીમાં ભાગ નહીં લેવાનો નિર્ણય

Updated: Aug 5th, 2022

GS TEAM

Google News
Google News


(પીટીઆઇ)     નવી દિલ્હી, તા. ૫આજે  ઉપ રાષ્ટ્રપતિની ચૂંટણી ઃ એનડીએના ઉમેદવાર ધનખડનો વિજય નિશ્ચિત 1 - image

ભારતના આગામી ઉપ રાષ્ટ્રપતિને ચૂંટી કાઢવા માટે સંસદ સભ્યો આવતીકાલે મતદાન કરશે. એનડીએના ઉમેદવાર જગદીપ ધનખડ અને વિરોધ પક્ષોના ઉમેદવાર માર્ગરેટ અલ્વા વચ્ચે ટક્કર થશે.

આંકડા પર નજર નાખીએ તો પશ્ચિમ બંગાળના પૂર્વ રાજ્યપાલ જગદીપ ધનખડનો વિજય  થવાની શક્યતા વધારે છે.

વિરોધ પક્ષોમાં ઉપ રાષ્ટ્રપતિની ચૂંટણી અંગે મતભેદ સામે આવ્યા છે. પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જીના નેતૃત્ત્વવાળી તૃણમુલ કોંગ્રેસે અલ્વાના નામની જાહેરાત પહેલા  સર્વસંમતિ સાધવામાં આવી ન હોવાનો આક્ષેપ મૂકીને મતદાન પ્રક્રિયામાં ભાગ ન લેવાની જાહેરાત કરી છે.

ેઉલ્લેખનીય છે કે ૮૦ વર્ષીય અલ્વા કોંગ્રેસના વરિષ્ઠ નેતા છે અને તેઓ રાજસ્થાનના પૂર્વ રાજ્યપાલ છે. ૭૧ વર્ષીય ધનખડ રાજસ્થાનના જાટ સમુદાયના છે. સંસદ ભવનમાં સવારે ૧૦ થી સાંજે પાંચ વાગ્યા સુધી મતદાન થશે.

મતદાન પૂર્ણ થતાની સાથે તરત જ મતગણતરી કરાશે અને મોડી સાંજ સુધીમાં દેશના નવા ઉપ રાષ્ટ્રપતિની જાહેરાત કરી દેવામાં આવશે.

 

Tags :