'ભાજપે પ્રતિ સાંસદ 20 કરોડ ખર્ચ્યા...' ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી અંગે TMCના ગંભીર આક્ષેપ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

TMC Allegations on Presidential Election Result: ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA)ના ઉમેદવાર સીપી રાધાકૃષ્ણનની જીત પર વિપક્ષે પ્રશ્નો ઊભા કર્યા છે. ભાજપ પર પ્રહાર કરતા તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના રાષ્ટ્રીય મહાસચિવે દાવો કર્યો હતો કે, ભાજપે દરેક વોટ ખરીદવા માટે પ્રતિ સાંસદ 15 થી 20 કરોડ રૂપિયા ખર્ચ્યા છે.
ભાજપ સામે ગંભીર આરોપ
લોકસભામાં TMC સંસદીય પક્ષનું નેતૃત્વ કરી રહેલા અભિષેકે ભાજપ પર લોકશાહીને નબળી પાડવા માટે પૈસાની શક્તિનો ઉપયોગ કરવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે દાવો કર્યો હતો કે, ભાજપના નેતાઓ મંગળવારે (9 સપ્ટેમ્બર) યોજાયેલી ચૂંટણીના પરિણામોને પ્રભાવિત કરવા માટે 'પૈસાની થેલીઓ' લઈને આવ્યા હતા.
આ પણ વાંચોઃ બિહારના પટણામાં ફરી મોટું કાંડ, હોટલમાં ઘૂસીને આરજેડી નેતાની ગોળી મારી હત્યા કરાઈ
સાંસદ પર 15-20 કરોડ ખર્ચ્યાનો આરોપ
દિલ્હીથી પરત ફર્યા બાદ કોલકાતા એરપોર્ટ પર પત્રકારો સાથે વાત કરતા અભિષેકે કહ્યું, 'કેટલાક લોકો સાથે વાત કર્યા પછી, હું કહી શકું છું કે ભાજપે મત ખરીદવા માટે દરેક વ્યક્તિ પર 15-20 કરોડ રૂપિયા ખર્ચ્યા છે. જનપ્રતિનિધિ તરીકે ચૂંટાયેલા સભ્યો લોકોનો વિશ્વાસ અને લાગણીઓ વેચી રહ્યા છે. પ્રતિનિધિઓને ખરીદી શકાય છે, પરંતુ લોકોને નહીં.'
ટીએમસીના સાંસદોએ કર્યો મોટો દાવો
તેમણે દાવો કર્યો હતો કે, તૃણમૂલ કોંગ્રેસના તમામ 41 સાંસદો (28 લોકસભા સભ્યો અને 13 રાજ્યસભા સભ્યો) એ વિપક્ષી ઉમેદવાર બી સુદર્શન રેડ્ડીના પક્ષમાં મતદાન કર્યું હતું. સુદીપ બંદોપાધ્યાય અને સૌગત રોય બીમાર હોવા છતાં આવ્યા અને મતદાન કર્યું. તેમણે પ્રશ્ન કર્યો કે NDAના આંકડા અંદાજ કરતાં કેવી રીતે વધી ગયા, જ્યારે વિપક્ષી ગઠબંધન 'INDIA'ના આંકડા ઓછા પડ્યા, જોકે કોંગ્રેસના નેતા જયરામ રમેશે અગાઉ દાવો કર્યો હતો કે 315 સાંસદોએ રેડ્ડીને ટેકો આપવાનું વચન આપ્યું હતું.
આ પણ વાંચોઃ સમગ્ર દેશમાં મતદારોનું વેરિફિકેશન, ઓક્ટોબરથી શરૂઆતની શક્યતા
વિશ્વાસઘાત તરફ ઈશારો
વિપક્ષીમાં વિશ્વાસઘાત તરફ ઈશારો કરતા અભિષેકે આરોપ લગાવ્યો કે, 'ગુપ્ત મતદાન હોવાથી 'ક્રોસ વોટિંગ' થયું કે વિપક્ષી સભ્યોના મત નકારવામાં આવ્યા તે કહેવું મુશ્કેલ છે. ભલે હું 'ક્રોસ વોટિંગ' સ્વીકારું પણ આમ આદમી પાર્ટી (AAP) જેવા કેટલાક પક્ષો છે, જેમાં એક મહિલા સાંસદ ખુલ્લેઆમ ભાજપને ટેકો આપે છે અને અરવિંદ કેજરીવાલ વિરુદ્ધ બોલે છે. આવા બે-ચાર સાંસદો છે.









