India

33 વર્ષથી આ વ્યક્તિ એન્જિન ઓઇલ પીવે, નાસ્તો-લંચ કે ડીનર જે હોય તેમાં ઓઇલ જ પીવે!

By GS TEAM
13 Oct 20252 mins read
TukuTouch Logo
માણસોને જીવવા માટે ખોરાક અને પાણીની જરૂર હોય છે. આ સાથે જ ઘણા પ્રકારના વિટામિન, મિનરલ્સ, પ્રોટીન આપણા શરીરને યોગ્ય રીતે ફીટ રાખવા માટે જરૂરી હોય છે. પરંતુ જો તમને કોઈ એવું કહે કે, એક એવો પણ વ્યક્તિ છે જે 33 વર્ષથી માત્ર પેટ્રોલ અને ડીઝલ પી ને જીવી રહ્યો છે તો...? આ વાત તમારું મગજ ફેરવી દે એવી છે પરંતુ આ હકીકત છે. આ વ્યક્તિનું નામ 'Oil Kumar' છે.

Summarized by AI; it may make mistakes. Check important info

33 વર્ષથી આ વ્યક્તિ એન્જિન ઓઇલ પીવે, નાસ્તો-લંચ કે ડીનર જે હોય તેમાં ઓઇલ જ પીવે!

This Man Has Been Drinking Engine oil for 33 years: માણસોને જીવવા માટે ખોરાક અને પાણીની જરૂર હોય છે. આ સાથે જ ઘણા પ્રકારના વિટામિન, મિનરલ્સ, પ્રોટીન આપણા શરીરને યોગ્ય રીતે ફીટ રાખવા માટે જરૂરી હોય છે. પરંતુ જો તમને કોઈ એવું કહે કે, એક એવો પણ વ્યક્તિ છે જે 33 વર્ષથી માત્ર પેટ્રોલ અને ડીઝલ પી ને જીવી રહ્યો છે તો...? આ વાત તમારું મગજ ફેરવી દે એવી છે પરંતુ આ હકીકત છે. આ વ્યક્તિનું નામ 'Oil Kumar' છે.

દૈનિક આહારમાં 7-8 લિટર બેકાર એન્જિન ઓઇલ અને ચા

સોશિયલ મીડિયા પર એક વીડિયો વાઇરલ થઈ રહ્યો છે. આ વીડિયો પ્રમાણે આ વ્યક્તિ જીવિત રહેવા માટે એન્જિન ઓઇલ પીવે છે. નાસ્તો-લંચ કે ડીનર દર વખતે તે એન્જિન ઓઇલ પીવે છે. છેલ્લા 33 વર્ષથી શિવમોગ્ગાના ઓઇલ કુમાર કંઈ પણ ખાધા વિના જીવિત રહીને દુનિયાને હેરાન કરી રહ્યો છે. ભાત કે રોટલી ખાવાને બદલે તેના દૈનિક આહારમાં 7-8 લિટર બેકાર એન્જિન ઓઇલ અને ચા સામેલ છે. ડૉક્ટરો અને વૈજ્ઞાનિકો આ વાતથી હેરાન છે કે તે હૉસ્પિટલ ગયા વિના સ્વસ્થ અને ફિટ રહ્યા છે. કુમારનું માનવું છે કે આ અનોખી જીવનશૈલી માત્ર ભગવાન અયપ્પાના આશીર્વાદથી જ શક્ય છે.

આ પણ વાંચો: નેપાળ જેલથી ભાગેલી 50 વર્ષીય મહિલાની ભારતમાં ધરપકડ, તેની પાસે પાકિસ્તાની કોન્ટેક્ટ નંબર મળ્યાં

આપણા શરીરમાં ઓઇલ ઝેરનું કામ કરે છે

સાયન્સ પ્રમાણે આપણું શરીર ન તો ઓઇલ પચાવી શકે છે અને ન તોડી શકે છે. જો આપણા શરીરમાં ઓઇલ જાય તો તે ઝેરનું કામ કરે છે, તો આ માણસ હજુ પણ કેવી રીતે જીવિત છે તે એક મહત્ત્વપૂર્ણ સવાલ છે. તેની સ્ટોરી કર્ણાટક અને ભારતમાં સૌથી વધુ ચર્ચિત તબીબી રહસ્યોમાંની એક બની ગઈ છે, જે આસ્થાના સાચા ચમત્કાર તરીકે ધ્યાન ખેંચી રહી છે.