Get The App

નેપાળ જેલથી ભાગેલી 50 વર્ષીય મહિલાની ભારતમાં ધરપકડ, તેની પાસે પાકિસ્તાની કોન્ટેક્ટ નંબર મળ્યાં

Updated: Oct 13th, 2025

GS TEAM

Google News
Google News
નેપાળ જેલથી ભાગેલી 50 વર્ષીય મહિલાની ભારતમાં ધરપકડ, તેની પાસે પાકિસ્તાની કોન્ટેક્ટ નંબર મળ્યાં 1 - image


50-year-old Woman Who Escaped From Nepal Jail Arrested In India: દક્ષિણ ત્રિપુરાના સબરુમ રેલવે સ્ટેશન પર રેલવે પોલીસે કથિત રીતે નેપાળ જેલમાંથી ભાગી ગયેલી પાકિસ્તાની મૂળની 50 વર્ષીય મહિલાની ધરપકડ કરી છે. પોલીસે જણાવ્યું કે, આ મહિલા નેપાળમાં નશીલા પદાર્થોની તસ્કરી કરતી હતી. તેને કોલકાતાથી કંચનજંગા એક્સપ્રેસથી રેલવે સ્ટેશન પર પહોંચતા શંકાસ્પદ વર્તન બાદ કસ્ટડીમાં લેવામાં આવી.

શરૂઆતમાં આ મહિલાઓ પોતાની ઓળખ દિલ્હીની પુરાની બસ્તીની રહેવાસી શાહીના પરવીન તરીકે આપી હતી, પરંતુ તે કોઈ માન્ય ઓળખ પત્ર ન આપી શકી. બાદમાં જ્યારે પોલીસે તેના સામાનની તપાસ કરી, ત્યારે તેમને ઘણા પાકિસ્તાની કોન્ટેક્ટ નંબર મળી આવ્યા.

આ મહિલા ત્રણ વર્ષ પહેલાં બાંગ્લાદેશ પહોંચી હતી

પોલીસ પૂછપરછમાં મહિલાએ કબૂલાત કરી કે, હું ત્રણ વર્ષ પહેલાં બાંગ્લાદેશ પહોંચી હતી અને પછી એક એજન્ટની મદદથી પશ્ચિમ બંગાળ થઈને ગેરકાયદેસર રીતે ભારતમાં આવી હતી. હું અહીં દિલ્હીમાં ઘર-કામ કરું છું અને હવે બાંગ્લાદેશ થઈને પાકિસ્તાન જવાનો પ્રયાસ કરી રહી હતી. તેણે પોતાની અસલી ઓળખ લુઈસ નિગહત અખ્તર બાનો જણાવી અને કહ્યું કે હું પાકિસ્તાનના શેખુપુરા જિલ્લાના ચક નંબર 371, યાંગનાબાદ ગામના મોહમ્મદ ગોલાફ ફરાઝની પત્ની છું.'

આ પણ વાંચો: ટ્રમ્પની શાંતિ યોજનાના પ્રથમ તબક્કે હમાસે સાત બંધકોને મુક્ત કર્યા, ઈઝરાયલમાં ખુશીનો માહોલ

15 વર્ષની જેલની સજા

બાનો લગભગ 12 વર્ષ પહેલાં પાકિસ્તાની પાસપોર્ટનો ઉપયોગ કરીને નેપાળ ભાગી ગઈ હતી અને નશીલા પદાર્થો સાથે સબંધિત ગતિવિધિઓમાં સામેલ થઈ ગઈ હતી. વર્ષ 2014માં તેની નેપાળી અધિકારીઓ દ્વારા એક કિલોગ્રામ બ્રાઉન સુગર રાખવાના આરોપમાં ધરપકડ કરી હતી અને તેને 15 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી.

નેપાળમાં થયેલી હિંસા વચ્ચે તે ભાગી ગઈ હતી

તેમણે જણાવ્યું કે, મહિલા ગત મહિના સુધી કાઠમંડુમાં કેદ હતી, પરંતુ ત્યાં થયેલી હિંસા વચ્ચે તે ભાગી ગઈ હતી. બે અઠવાડિયા પહેલા તે એક એજન્ટની મદદથી ગેરકાયદેસર રીતે ભારતમાં આવી હતી અને ત્રિપુરા અથવા પશ્ચિમ બંગાળ થઈને બાંગ્લાદેશ પહોંચીને પોતાના ઘરે પરત ફરવા માગતી હતી. પશ્ચિમ બંગાળમાં ઘૂસવામાં નિષ્ફળ ગયા બાદ બાનો ત્રિપુરા જતી ટ્રેનમાં બેસીને સબરુમ પહોંચી, જ્યાંથી તે બાંગ્લાદેશ જવા માગતી હતી.

હાલમાં તે પોલીસ કસ્ટડીમાં છે અને પોતાના નિવેદનોની પુષ્ટિ કરવા તથા સરહદ પારની દાણચોરી સાથે તેના સંબંધો વિશે જાણવા માટે તેની વધુ પૂછપરછ કરવામાં આવી રહી છે.

Tags :