India

દિલજીત દોસાંજના કોન્સર્ટને બગાડવાની હતી તૈયારી!, 3ની ધરપકડ થતા પન્નુના ખાલિસ્તાની ષડયંત્રનો થયો પર્દાફાશ

By GS Team
1 Nov 20262 mins read
TukuTouch Logo
દિલ્હી પોલીસે પંજાબી ગાયક દિલજીત દોસાંઝના કોન્સર્ટમાં ખલેલ પહોંચાડવાના ખાલિસ્તાની ષડયંત્રનો પર્દાફાશ કર્યો છે. પ્રતિબંધિત સંગઠન 'સિખ્સ ફોર જસ્ટિસ' (SFJ) ના કહેવા પર દિલ્હી મેટ્રો સ્ટેશનો પર ખાલિસ્તાન સમર્થક નારા લખનારા 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જેમાં 1 મહિલાનો પણ સમાવેશ થાય છે. ખાલિસ્તાની આતંકી ગુરપતવંત સિંહ પન્નુએ દિલ્હીમાં વાતાવરણ બગાડવા માટે ₹1 લાખની ડીલ કરી હતી.

Summarized by AI; it may make mistakes. Check important info

દિલજીત દોસાંજના કોન્સર્ટને બગાડવાની હતી તૈયારી!, 3ની ધરપકડ થતા પન્નુના ખાલિસ્તાની ષડયંત્રનો થયો પર્દાફાશ

Plot To Ruin Diljit Dosanjh Concert: પંજાબી સિંગર દિલજીત દોસાંજના દિલ્હી શોમાં ખલેલ પહોંચાડવાના મોટા ષડયંત્રને દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલે નિષ્ફળ બનાવ્યું છે. પોલીસે ખાલિસ્તાની આતંકી ગુરપતવંત સિંહ પન્નુ સાથે જોડાયેલા પ્રતિબંધિત સંગઠન 'સિખ્સ ફોર જસ્ટિસ' (SFJ) ના કહેવા પર દિલ્હી મેટ્રો સ્ટેશનો પર ખાલિસ્તાન સમર્થક નારા લખનારા 3 આરોપીઓની ધરપકડ કરી છે, જેમાં 1 મહિલા પણ સામેલ છે.

સ્લીપર સેલ માટે ₹1 લાખની ડીલ

માહિતી મુજબ, પન્નુએ દિલ્હીમાં વાતાવરણ બગાડવા માટે પોતાના સ્લીપર સેલ તૈયાર કરવા ₹1 લાખની ડીલ કરી હતી, અને હવાલા મારફતે ₹10,000 પહોંચાડી પણ દીધા હતા. પ્રથમ વખત પન્નુએ મહિલા સ્લીપર સેલનો ઉપયોગ કર્યો હતો.

દિલ્હીના 2 મેટ્રો સ્ટેશનો પર લખ્યા હતા નારા

29 ઓક્ટોબર 2026: જહાંગીરપુરી મેટ્રો સ્ટેશનના ગેટ નંબર-1 પાસે ખાલિસ્તાન સમર્થક નારા લખેલા મળ્યા હતા.

30 ઓક્ટોબર 2026: શાસ્ત્રી નગર મેટ્રો સ્ટેશનના ગેટ નંબર-2 પર ગ્રાફિટી કરવામાં આવી હતી.

બંને જગ્યાએ અંગ્રેજીમાં દિલજીત દોસાંજને કોમના ગદ્દાર બતાવીને SFJ અને ખાલિસ્તાન સમર્થક નારા લખવામાં આવ્યા હતા.

દિલ્હી પોલીસ સ્પેશિયલ સેલની એક્શન

CCTV ફુટેજ અને ટેકનિકલ તપાસના આધારે પોલીસે 3 આરોપીઓની અટકાયત કરી છે.

સુમિત ઉર્ફે રફ્તાર (30 વર્ષ) - પાનિપત, હરિયાણા

સુમિત કુમાર ઉર્ફે કાકા (22 વર્ષ) - ગુરદાસપુર, પંજાબ (મુખ્ય ષડયંત્રકારી)

ગુરપ્રીત (22 વર્ષ) - હોશિયારપુર, પંજાબ

પોલીસના જણાવ્યા મુજબ, મુખ્ય આરોપી સુમિત ઉર્ફે કાકાને એન્ક્રિપ્ટેડ મેસેજિંગ એપ દ્વારા SFJ હેન્ડલર્સે ડિઝાઇન મોકલી હતી, અને મોટી રકમની લાલચ આપી હતી. પોલીસ હવે આ SFJ નેટવર્કની ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે.