India

સોશિયલ મીડિયા પર વાઈરલ ‘રુસી લવ સ્ટોરી’ની કહાની ફેક નીકળી, સત્ય જાણી ચોંકી જશો

By GS Team
15 Oct 20262 mins read
TukuTouch Logo
બિહારમાં વાયરલ થયેલી રશિયન લવ સ્ટોરી બોગસ સાબિત થઈ છે. ભાગલપુરના રાહુલ યાદવ અને રશિયન યુવતી જૂલીની વાર્તા ખોટી હોવાનું બહાર આવ્યું છે. વીડિયોમાં દેખાતો યુવક પૂર્ણિયાનો નમિત કુમાર છે, જ્યારે યુવતી બ્રિટનની એન્ડ્રિયા કોનોલી છે. તેઓ એક સામાજિક કાર્યક્રમમાં મળ્યા હતા, જ્યાં નમિતે તેમનો વીડિયો બનાવ્યો હતો. પછી કેટલાક લોકોએ તેને પ્રેમ કહાણી તરીકે ફેલાવી દીધો.

Summarized by AI; it may make mistakes. Check important info

સોશિયલ મીડિયા પર વાઈરલ ‘રુસી લવ સ્ટોરી’ની કહાની ફેક નીકળી, સત્ય જાણી ચોંકી જશો
ફોટો સોર્સ: વાઈરલ/X

Bihar Viral Russian Love Story Fake: સોશિયલ મીડિયા પર છેલ્લા કેટલાક દિવસોથી એક પ્રેમ સ્ટોરી વાઈરલ થઈ છે. જેમાં દાવો કરવામાં આવ્યો હતો રશિયન છોકરીને બિહારના ગરીબ છોકરા સાથે પ્રેમ થઈ ગયો, જે ‘રુસી લવ સ્ટોરી’ની કહાની ખોટી સાબિત થઈ છે. આ વીડિયોને ભાગલપુરના રાહુલ યાદવ અને રુસની યુવતી જૂલીની પ્રેમ કહાની તરીકે શેર કરવામાં આવી રહ્યો હતો. એવો દાવો કરવામાં આવી રહ્યો હતો કે વિદેશી યુવતી તેના પ્રેમીને મળવા ભાગલપુરના રાજાપુર ગામ પહોંચી છે અને બંને નવેમ્બરમાં લગ્ન કરવાના છે. પરંતુ વીડિયોની તપાસમાં હકીકત કંઈક અલગ જ નીકળી.

નમિત કુમાર અને એન્ડ્રિયા કોનોલી તરીકે ઓળખ

વાયરલ વીડિયોમાં જે યુવકને ભાગલપુરનો રાહુલ યાદવ બતાવવામાં આવી રહ્યો હતો, તેની ઓળખ પૂર્ણિયા જિલ્લાના ગઢબનૈલી ગામના રહેવાસી નમિત કુમાર તરીકે થઈ છે. જ્યારે યુવતીને રુસની નાગરિક ગણાવીને ‘જૂલી’ નામ આપવામાં આવ્યું હતું, જ્યારે મળેલી માહિતી મુજબ તે બ્રિટનની નાગરિક એન્ડ્રિયા કોનોલી છે.

સામાજિક કાર્યક્રમ દરમિયાન વીડિયો શૂટ કરાયો હતો

જણાવવામાં આવ્યું છે કે એન્ડ્રિયા કોનોલી પૂર્ણિયા જિલ્લાના કસબા નગર પરિષદ ક્ષેત્રના વોર્ડ નંબર ત્રણમાં એક સામાજિક કાર્યક્રમના સંબંધમાં પહોંચી હતી. ત્યાં સામાજિક સંસ્થાના માધ્યમથી આદિવાસી મહિલાઓને આત્મનિર્ભર બનાવવાના ઉદ્દેશ્યથી બકરીઓનું વિતરણ કરવામાં આવી રહ્યું હતું. આ જ કાર્યક્રમના વીડિયોગ્રાફી માટે નમિત કુમાર પોતાની કેમેરા ટીમ સાથે હાજર હતો.

સોશિયલ મીડિયા પર ખોટી કહાની ફેલાવવામાં આવી

કાર્યક્રમ દરમિયાન નમિતે વિદેશી યુવતી સાથે એક સામાન્ય વીડિયો બનાવ્યો, જેને બાદમાં તેના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર અપલોડ કરવામાં આવ્યો. આક્ષેપ છે કે આ જ વીડિયોને કેટલાક સોશિયલ મીડિયામાં લેભાગુઓએ અલગ કહાની સાથે પ્રસારિત કરવાનું શરૂ કરી દીધું.

નમિતે ખોટા દાવાઓનો પર્દાફાશ કર્યો

વાયરલ વીડિયો સાથે એવો દાવો થવા લાગ્યો કે યુવતી છ મહિના પછી તેના પ્રેમીને મળવા ભારત આવી છે. કહાનીમાં યુવકના તૂટેલા-ફૂટેલા ઘર, ગુલાબ આપીને પ્રેમ વ્યક્ત કરવાની અને બંને પરિવારોની સંમતિથી નવેમ્બરમાં લગ્ન થવા જેવી બાબતો પણ જોડી દેવામાં આવી. આ દાવાઓએ સોશિયલ મીડિયા પર ઝડપથી લોકોનું ધ્યાન ખેંચ્યું.

એનજીઓના અધિકૃત કાર્યક્રમમાં ગયા હતા નમિત

વાઈરલ વીડિયો બાદ નમિત કુમારે જણાવ્યું કે તે એનજીઓના અધિકૃત કાર્યક્રમમાં વીડિયોગ્રાફી કરવા ગયો હતો. ત્યાં બનાવવામાં આવેલો સામાન્ય વીડિયો બાદમાં તોડી-મરોડીને રજૂ કરવામાં આવ્યો. ત્યારબાદ યુવક અને યુવતીની ઓળખ તેમજ તેમના કથિત પ્રેમ પ્રસંગને લઈને ભ્રામક દાવાઓ ફેલાવા લાગ્યા.