For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

સુપ્રીમ કોર્ટે દિલ્હીના પૂર્વ આરોગ્ય મંત્રી સત્યેન્દ્ર જૈનને મેડિકલ આધાર પર જામીન આપ્યા

સુપ્રીમ કોર્ટે કહ્યું કે જૈન દિલ્હીની બહાર જઈ શકશે નહીં.

Updated: May 26th, 2023

Image : Official

સુપ્રીમ કોર્ટે દિલ્હીના પૂર્વ સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈનને મેડિકલ આધાર પર જામીન આપ્યા છે. સુપ્રિમ કોર્ટે સત્યેન્દ્ર જૈનને શરતો સાથે વચગાળાના જામીન આપ્યા છે. મેડિકલ આધાર પર આ જામીન આપવામાં આવ્યા છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે અમે સ્વાસ્થ્યના કારણોસર છ અઠવાડિયા માટે વચગાળાના જામીન આપી રહ્યા છીએ. આ દરમિયાન તે પોતાની પસંદગીની ખાનગી હોસ્પિટલમાં પણ સારવાર કરાવી શકે છે. સાથે જ સુપ્રીમ કોર્ટે કહ્યું કે જૈન દિલ્હીની બહાર જઈ શકશે નહીં.

આ સાથે કોર્ટે સત્યેન્દ્ર જૈનને 10 જુલાઈના રોજ કોર્ટમાં હેલ્થ રિપોર્ટ જમા કરાવવા માટે કહેવામાં આવ્યું છે. આ કેસની આગામી સુનાવણી 11 જુલાઈએ થશે. સુપ્રીમ કોર્ટે જૈનને આ મામલે મીડિયા સાથે કોઈપણ રીતે વાતચીત કે સંપર્ક ન કરવા જણાવ્યું છે. સુપ્રીમ કોર્ટે 18 મેના રોજ EDને નોટિસ જારી કરીને આ મામલે જવાબ માંગ્યો હતો. સત્યેન્દ્ર જૈન 31 મે 2022થી કસ્ટડીમાં છે. આ અગાઉ દિલ્હી હાઈકોર્ટ દ્વારા 6 એપ્રિલે જામીન અરજી ફગાવી દેવામાં આવ્યા બાદ તેણે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી હતી. AAP નેતા સત્યેન્દ્ર જૈન ગઈકાલે તિહાર જેલના વૉશરૂમમાં લપસીને પડી ગયા હતા. આ કારણે તેને ગઈકાલે સવારે તેમને દીનદયાળ ઉપાધ્યાય હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. બપોરે 12 વાગ્યાની આસપાસ તેમની તબિયત બગડ્યા બાદ તેમને લોક નારાયણ જય પ્રકાશ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અને ઓક્સિજન સપોર્ટ પર રાખવામાં આવ્યા હતા.

Gujarat