Himachal Pradesh News : હિમાચલ પ્રદેશના સિરમોરમાં બે ભાઈઓએ એક કન્યા સાથે લગ્ન કર્યા હતા. જેને લઈને અનેક ચર્ચા થઈ. ઘણાં દિવસોથી બંને ભાઈઓએ કોઈ પ્રતિક્રિયા આપી નથી. પરંતુ પછી સોશિયલ મીડિયામાં વીડિયો જાહેર કરીને એક કન્યા સાથે લગ્ન કર્યાનું કારણ જણાવ્યું હતું. જોકે, આ મામલે કન્યાએ કોઈ પ્રતિક્રિયા આપી ન હતી, ત્યારે બે ભાઈઓ સાથે લગ્ન કરનારી કન્યાએ પહેલીવાર મૌન તોડ્યું છે. સોશિયલ મીડિયામાં પોસ્ટ કરીને લખ્યું કે, 'મિસ યૂ બોથ ઓફ માય પાટનર્સ...'
ગત બુધવારે એક ભાઈ કપિલ નેગી વિદેશ (બહેરીન) નોકરી પર પરત ફર્યો, આ મામલે તેણે સોશિયલ મીડિયામાં જાણકારી આપી હતી. જેને લઈને બીજા ભાઈ પ્રદિપ નેગીએ લખ્યું કે, 'બાળપણથી લઈને અત્યાર સુધીની તમામ યાદો તારી સાથે જોડાયેલી છે. જેમાં શાળાએ જતી વખતે તારો સાથ, માતાના ઠપકાથી મને બચાવવાની તારી રીત, અને તારા વિના દરેક તહેવાર અધૂરો લાગે છે. આજે તું વિદેશ ગયો છે, પણ સાચું કહું તો, તારા વિના ઘરની રોનક ગાયબ થઈ ગઈ છે. તું અમને હસાવતો અને મજાક કરતો હતો તે હવે નથી, ફક્ત તારી યાદો મારા હૃદયને સાંત્વના આપે છે. ભાઈ, આ અંતર ગમે તેટલું મોટું થઈ જાય, મારા હૃદયની પ્રાર્થના અને પ્રેમ હંમેશા તારી સાથે રહેશે. જલ્દી પાછા આવ, તારા વિના આપણું જીવન અધૂરું બનાવવા અને તારા હાસ્યને ફરીથી પૂર્ણ કરવા. મારા પ્રિય ભાઈ, મને તારી યાદ આવે છે.'

જ્યારે પ્રદીપ અને કપિલની પત્ની સુનિતાએ પ્રેમ વ્યક્ત કર્યો અને જવાબ આપતા લખ્યું કે, "મને બધું નવું ગમે છે, પણ મને તમારી જૂની યાદો ખૂબ ગમે છે. મિસ યૂ બોથ ઓફ માય પાટનર્સ, લવયુ..." તાજેતરમાં પ્રદિપ અને કપિલ નેગીના પિતાની મૃત્યું નીપજ્યું હતું. આના પર પણ બંને ભાઈઓ સોશિયલ મીડિયામાં પોતાનું દુઃખ વ્યક્ત કર્યું હતું.
આ પણ વાંચો: ઝુબીન ગર્ગના પોસ્ટમોર્ટમ રિપોર્ટ સામે આવ્યું મોતનું સત્ય, જાણો પોલીસે શું કહ્યું?
પાંચાલી પરંપરાથી લગ્ન
સિરમૌરના શિલાઈ ગામના રહેવાસી પ્રદિપ અને કપિલ, 13 જુલાઈના રોજ એક જ કન્યા સુનિતા સાથે લગ્ન કર્યા હતા. આ લગ્ન સિરમૌર અને ઉત્તરાખંડમાં પ્રચલિત જોડીદાર પરંપરા હેઠળ કરવામાં આવ્યા હતા. આ લગ્નની દેશભરમાં ઘણી ચર્ચા થઈ હતી, અને બંને ભાઈઓ મીડિયા હેડલાઇન્સમાં આવ્યા હતા. સિરમૌર જિલ્લાના હાટી સમુદાયમાં, એક મહિલાના અનેક ભાઈઓ સાથે લગ્ન કરવાની પ્રથા લાંબા સમયથી પ્રચલિત છે. ઘણી વખત, એક મહિલાના પાંચ ભાઈઓ સાથે લગ્ન થયા છે, અને આ પરંપરાને પાંચાલી પરંપરા તરીકે ઓળખવામાં આવે છે.


