300 નવી બસોનું ઉદઘાટન કરતાં જ, તમિલનાડુના મુખ્યમંત્રી વિજય બસમાં બેસી નિરીક્ષણ પર નીકળ્યા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Chief Minister Vijay Inaugurates Three Hundred New State Buses : મુખ્યમંત્રી થલપતિ વિજયે તમિલનાડુની જનતાને એક નવી ભેટ આપી છે. રાજ્યમાં ૩૦૦ નવી સ્ટેટ બસો શરૂ કરવામાં આવી છે, જેનું ઉદ્ઘાટન ખુદ CM વિજયે કર્યું છે. તેઓ બસમાં બેસીને શહેરની મુસાફરી કરતા પણ જોવા મળ્યા છે. તમિલ સિનેમાના થલપતિ સી. જોસેફ વિજય હવે, રાજ્યના મુખ્યમંત્રી છે, જેઓ પોતાની જનતાના હિતમાં અનેક કાર્યો કરી રહ્યા છે. સીએમ વિજયને મુખ્યમંત્રી પદ સંભાળ્યાને હજુ થોડો જ સમય થયો છે, પરંતુ તેઓ સારું કામ કરવામાં કોઈ કસર છોડી રહ્યા નથી. હવે તેમણે તમિલનાડુના લોકોને એક નવી ભેટ આપી છે.
સીએમ વિજયની જનતાને ભેટ
સીએમ થલપતિ વિજયે ચેન્નાઈમાં ૩૦૦ નવી ડીઝલ અને સીએનજી સ્ટેટ ટ્રાન્સપોર્ટ બસોને લીલી ઝંડી બતાવી છે. તેમણે સચિવાલયથી આ બસોનું ઉદ્ઘાટન કરવાની સાથે-સાથે તેમાં મુસાફરી પણ કરી હતી, સાથેજ બસમાં બેસીને વિજયે દરેક નાની-મોટી વિગતોનું ધ્યાન રાખ્યું હતું. એટલું જ નહીં, તેમણે બસના કંડક્ટર સાથે પણ મુલાકાત કરી હતી.
છેલ્લા દોઢ મહિનામાં સીએમ વિજયે તમિલનાડુની જનતા માટે મોટા નિર્ણયો લીધા છે. જે દિવસે તેઓ સીએમ બન્યા, તે જ દિવસે તેમણે 200 યુનિટ મફત વીજળી આપવાની જાહેરાત કરી હતી. ત્યારબાદ તેમણે રાજ્યમાં મહિલા સુરક્ષા અને ડ્રગ માફિયાઓ સામે લડવા માટે મહત્વના પગલાં ભર્યા. વિજયે રોજગારી માટે પણ નવી પહેલ શરૂ કરી છે.
તમિલનાડુના 'નાયક' વિજય
થલપતિ વિજયની પાર્ટીએ 4 મે 2026ના રોજ ઐતિહાસિક જીત નોંધાવી હતી. તેમની પાર્ટીને ચૂંટણીમાં સૌથી વધુ વોટ મળ્યા હતા, પરંતુ બહુમતી સાબિત કરવા માટે તેમણે અન્ય પક્ષોનો સહારો લેવો પડ્યો હતો. ત્યારબાદ 10 મેના રોજ તેમની પાર્ટી TVK એ તમિલનાડુમાં પોતાની સરકાર બનાવી. હવે વિજય પોતાના રાજ્યની જનતાના 'નાયક' બન્યા છે, અને તેમની તનતોડ સેવા કરતા જોવા મળી રહ્યા છે.
વિજયની છેલ્લી ફિલ્મ 'જન નાયગન'ની વાત કરીએ તો, તેની રિલીઝ છેલ્લા છ મહિનાથી અટકેલી છે. સેન્સર બોર્ડ તરફથી ફિલ્મને હજુ સુધી સર્ટિફિકેટ મળ્યું નથી, જેના કારણે તેની રિલીઝ પર હજુ પણ સસ્પેન્સ યથાવત છે. એવી અપેક્ષા રાખવામાં આવી રહી હતી કે, જ્યારે વિજય મુખ્યમંત્રી બનશે ત્યારે આ સમસ્યા દૂર થઈ જશે, પરંતુ હજુ સુધી આ અંગે કોઈ પોઝિટિવ અપડેટ સામે આવી નથી.









