સામે આવી 'બેવફા સોનમ' અને પ્રેમી રાજની પહેલી તસવીર, શું રાજાની હત્યા પહેલા લીધી હતી સેલ્ફી?

Sonam- Raj Kushwaha Photo: રાજા રઘુવંશી મર્ડર કેસમાં હવે એક નવો ખુલાસો સામે આવ્યો છે. મુખ્ય આરોપી સોનમ રઘુવંશી અને તેનો પ્રેમી રાજ કુશવાહા સાથેની પહેલી તસ્વીર સામે આવી છે. આ તસ્વીરમાં બંને ખૂબ જ ખુશ જોવા મળી રહ્યા છે. આ તસવીર રાજાની હત્યા પહેલાની હોવાનું કહેવામાં આવી રહ્યું છે કદાચ ઈન્દોરમાં લેવામાં આવી હોઈ શકે છે. આ ફોટાએ આ હત્યાના રહસ્યમાં વધુ ગહરાઈ આપી છે.
![]() |
શિલોંગથી ઈન્દોર અને પછી ભાગી જવાનો પ્લાન
સુત્રોના જણાવ્યા પ્રમાણે રાજાની હત્યા બાદ સોનમ ઈન્દોર પહોંચી હતી, જ્યાંથી તેને ભગાડવામાં રાજ કુશવાહાએ મદદ કરી હતી. બે દિવસ સુધી તે ઈન્દોરમાં રહી હતી પછી કોઈ ગંધ ન આવે તે રીતે ગાયબ થઈ ગઈ હતી. પછી તે ઉત્તર પ્રદેશના ગાજીપુર જિલ્લાનાં એક ઢાબા પર મળ્યા હતા.
ધારદાર કુહાડીથી કરાઈ હત્યા
તપાસમાં જાણવા મળ્યું કે, હત્યા માટે શિલોંગમાં 400 રૂપિયામાં એક કુહાડી જેવું ધારદાર હથિયાર ખરીદવામાં આવ્યું હતું. પહેલા વિશાલ ચૌહાણે રાજાના માથા પર હુમલો કર્યો, પછી આનંદ કુર્મીએ બીજી વાર તેના પર હુમલો કર્યો, જેમાં રાજાનું સ્થળ પર જ મોત થયું હતું. કુહાડી એટલી તીક્ષ્ણ હતી કે, તે લાકડાના થડ પણ કાપી શકે છે.
લાશને ખાડામાં ફેંકવા સોનમે આપ્યો સાથ
હત્યા કર્યા પછી સોનમે રાજાના મૃતદેહને ખાડામાં ફેંકવામાં ત્રણ હત્યારાઓને મદદ કરી હતી. ઘટનાને અંજામ આપ્યા પછી બધા આરોપીઓ ફરાર થઈ ગયા હતા. આ નિર્દય કાવતરામાં સોનમની સક્રિય ભૂમિકાએ બધાને ચોંકાવી દીધા છે.

50 હજારનો કોન્ટ્રાક્ટ અને નવો મોબાઇલ - રાજની કબૂલાત
ક્રાઈમ બ્રાન્ચના એડીસીપી રાજેશ દંડોટિયાના જણાવ્યા પ્રમાણે આરોપી રાજ કુશવાહાની પૂછપરછ દરમિયાન તેણે કબુલ્યું હતું કે, હત્યા પહેલા તેણે તેના ત્રણ મિત્રો વિશાલ, આકાશ અને આનંદને 50 હજાર રૂપિયા રોકડા અને એક નવો મોબાઇલ ફોન આપ્યો હતો. આ યોજના માટે એક નવું સિમ અને નંબરનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો.


