કોર્ટ ન્યાય માટે છે, એકબીજા સામે વેર વાળવા માટેનું મેદાન નથી: સુપ્રીમ કોર્ટે
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

નવી દિલ્હી : સુપ્રીમ કોર્ટે શુક્રવારે એડવોકેટ અને તેના ભૂતપૂર્વ ક્લાયન્ટ દ્વારા કોર્ટના ૧૧ કરતાં પણ વધુ વર્ષ વેડફવા બદલઅણગમો વ્યક્ત કર્યો હતો અને જણાવ્યું હતું કે ન્યાયની આ યંત્રણા ફક્ત પક્ષકારો માટે એકબીજા સામે પતાવટ કરવાનું મેદાન નથી. સુપ્રીમ કોર્ટે બંને પક્ષકારોને શુક્રવારે ચાર સપ્તાહની અંદર લીગલ સર્વિસ કમિટી પેટે પાંચ લાખ જમા કરાવવા આદેશ આપ્યો છે.
ન્યાયાધીસ વિક્રમનાથ અને સંદીબ મહેતાની બેન્ચે જણાવ્યું હતું કે બંને પક્ષકારોએ હકીકતો દબાવી છે અને બંનેમાંથી કોઈપણ ચોખ્ખા હાથે અને ચોખ્ખા ઇરાદાથી કોર્ટ સમક્ષ આવ્યા નથી. ફરિયાદ કરનારા બંને પક્ષકાર પોતે સાચા હોવાનો અને બીજા જૂઠા હોવાનો દાવો કરે છે. તેઓએ આની પાછળ બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા, હાઈ કોર્ટ અને સુપ્રીમ કોર્ટના ત્રણેયના કુલ ૧૧ વર્ષ બરબાદ કર્યા છે. જ્યારે તેની સામે બીજા વાસ્તવિક કેસો જ્યાં ન્યાયની જરૂરત છે તે રાહ જોતા પડયા છે. અમે આ કેસમાં બંને પક્ષકારોની વર્તણૂકને અમાન્ય ઠેરવીએ છીએ, એમ બેન્ચે જણાવ્યું હતું. આ કેસમાં મહિલાએ દાવો કર્યો હતો કે ૨૦૧૩માં તેનો તેના ફાઈ સાથે ઝગડો થયો હતો. તેના માટે તેણે મલાડ પોલીસ સ્ટેશનમા ફરિયાદ નોંધાવી હતી અને આના સંદર્ભમાં તે વરિષ્ઠ પોલીસ અધિકારીના સંપર્કમાં આવી હતી. તેણે આક્ષેપ કર્યો હતો કે આ પોલીસ અધિકારીએ તેને મદદ કરવાના બહાને તેની સાથે સંપર્ક જાળવી રાખ્યો હતો અને તેના પછી તેના પર જાતીય હુમલો કરવાનો પ્રયત્ન કર્યો હતો.
આ બનાવના પગલે મહિલાએ એડવોકેટને સંપર્ક સાધ્યો હતો અને કેસના ભાગરુપે વકીલને વ્યક્તિગત જીવનની બધી માહિતી આપી હતી, જેથી સુનાવણી દરમિયાન તેને મદદ મળે. હવે મહિલાની ફરિયાદ છે કે તેના વકીલે બધી માહિતી તેની મંજૂરી વગર પ્રસારમાધ્યમોને આપી દીધી અને તેની મંજૂરી વગર જાહેર નોટિસ પણ જારી કરી. આના ગલે મહિલાએ બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા (બીસીઆઈ)માં વકીલ સામે ફરિયાદ કરી, જેણે વકીલ સામે શિસ્તભંગની પ્રક્રિયા શરૂ કરી. શિસ્ત સમિતિને તપાસમાં જણાયું હતું કે વકીલે વ્યવસાયિક સંહિતાનો ભંગ કર્યો છે. તેથી તેણે વકીલનું લાઇસન્સ બે વર્ષ માટે સસ્પેન્ડ કર્યુ અને તેને ફરિયાદીને ત્રણ લાખ તથા બીસીઆઈને બે લાખ ચૂકવવા આદેશ આપ્યો. વકીલે બીસીઆઈના આ આદેશને પહેલા હાઈકોર્ટ અને પછી સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો.




