mobile_app
For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!app_store_icongoogle_play_icon

આ વિસ્તારની 4 એકર જમીન સ્પંજની માફક ઉછળે છે, રહસ્ય આજ સુધી પકડાયું નથી

લોકો રોમાંચ ખાતર આ વિશિષ્ટ પ્રકારની જમીનમાં ફરવા આવે છે

Updated: Jan 24th, 2023

આ વિસ્તારની 4 એકર જમીન સ્પંજની માફક ઉછળે છે, રહસ્ય આજ સુધી પકડાયું નથી 1 - image


રાયપુર, 24 જાન્યુઆરી,2023,મંગળવાર 

કુદરતના કેટલાક રહસ્યોને આધુનિક વિજ્ઞાન પણ ઉકેલી શકતું નથી. છતીસગઢના મેનપટમાં આવેલા ચાર એકર વિસ્તારની જમીન સ્પન્જની જેમ સતત દબાતી રહે છે. આવું શા માટે થાય છે તે આજ સુધી જાણી શકાયું નથી. આ જમીન પર ઉછળ કૂદ કરતી વખતે જાણે કે ગાદલા પર દોડતા હોઇએ તેવો અનુભવ થાય છે.

સ્થાનિક લોકોનું માનવું છે કે આ સ્થળે પહેલા જળસ્ત્રોત રહયો હોવો જોઇએ. જે સમય જતા સુકાઇ ગયો પરંતુ અંદરનો કિચડ જમા રહી ગયો હશે. આથી તેના પર વજન આવવાથી જમીન દબાય છે. આ એક ટેકનિકલ ટર્મ છે જે લિકિવેફેકશનનું એક ઉદાહરણ છે.જો કે ભૂ વિજ્ઞાનીઓ આને લિકિવેફેકશનનો પ્રભાવ માને છે. આથી અહીં ભૂકંપ આવી શકે તેવી પણ શકયતા છે. જો કે આવું આખા વિસ્તારમાં નહી માત્ર ૪ એકર જમીનમાં જ શા માટે જોવા મળે છે તે સમજાતું નથી.

૧૯૯૭માં જબલપુરમાં ભુકંપ આવ્યા પછી નર્મદા વિસ્તારના હોશંગાબાદ પાસે આવા જ પ્રકારની જમીનનું નિર્માણ થયું હતું. મેનપાટમાં પણ ચાર એકર વિસ્તારની જમીન સ્પનજ જેવી શા માટે છે તેની તપાસ થવી જરુરી છે. બાહરથી આવતા લોકો રોમાંચ ખાતર આ વિશિષ્ટ પ્રકારની જમીનમાં ફરીને રોમાંચ અનુભવે છે.પૃથ્વીના આંતરિક દબાણની વચ્ચેની જગ્યામાં કિચડ હોવાથી આમ થાય છે.

Gujarat