India

મહિલા બનીને યુવકે ધારાસભ્યને જ હનીટ્રેપમાં ફસાવ્યા, 10 લાખ માગ્યા અને પછી જુઓ શું થયું...

By GS TEAM
13 Oct 20252 mins read
TukuTouch Logo
મહારાષ્ટ્રના થાણેમાં હનીટ્રેપની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં એક 26 વર્ષીય યુવકે મહિલાની ઓળખ આપીને એક ધારાસભ્યને ફસાવવાનો અને બ્લેકમેલ કરવાનો પ્રયાસ કર્યો હતો. થાણે પોલીસે આરોપી 26 વર્ષીય મોહન જ્યોતિબા પવારની કોલ્હાપુરથી ધરપકડ કરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

મહિલા બનીને યુવકે ધારાસભ્યને જ હનીટ્રેપમાં ફસાવ્યા, 10 લાખ માગ્યા અને પછી જુઓ શું થયું...

Thane MLA Blackmail Case: મહારાષ્ટ્રના થાણેમાં હનીટ્રેપની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં એક 26 વર્ષીય યુવકે મહિલાની ઓળખ આપીને એક ધારાસભ્યને ફસાવવાનો અને બ્લેકમેલ કરવાનો પ્રયાસ કર્યો હતો. થાણે પોલીસે આરોપી 26 વર્ષીય મોહન જ્યોતિબા પવારની કોલ્હાપુરથી ધરપકડ કરી છે.

અશ્લીલ વીડિયો મોકલી 10 લાખ રૂપિયાની ખંડણી માંગી

અહેવાલો અનુસાર, આરોપી મોહન પવારે સોશિયલ મીડિયા અને ચેટ એપ પર મહિલા તરીકે પોતાની ઓળખ આપીને ધારાસભ્યનો સંપર્ક કર્યો હતો. તેણે ધારાસભ્યને અશ્લીલ અને અભદ્ર મેસેજ, વીડિયો અને ફોટા મોકલીને ફસાવવાનો પ્રયાસ કર્યો. ત્યારબાદ તેણે ધારાસભ્ય પાસેથી 5થી 10 લાખ રૂપિયાની ખંડણીની માંગણી કરી હતી. આ મામલે તપાસ કરતા પોલીસને લાગ્યું કે, આ ઘટનામાં એક મહિલા સામેલ છે, પરંતુ ટેકનિકલ તપાસ અને કોલ ડિટેલ રેકોર્ડ્સ (CDR) દ્વારા સત્ય બહાર આવ્યું કે આખું કાવતરું મોહન પવારે જ ઘડ્યું હતું.

આ પણ વાંચો: 33 વર્ષથી આ વ્યક્તિ એન્જિન ઓઇલ પીવે, નાસ્તો-લંચ કે ડીનર જે હોય તેમાં ઓઇલ જ પીવે!

આરોપીએ બહેનના આધાર કાર્ડનો ઉપયોગ કર્યો

થાણે શહેર પોલીસે જણાવ્યું કે, આરોપીએ ધારાસભ્યને વિશ્વાસ અપાવવા માટે પોતાની બહેનના આધાર કાર્ડનો ફોટો પણ મોકલ્યો હતો, જેથી તેમને ખાતરી થાય કે તે એક મહિલા છે.

હાલ આરોપી સામે ભારતીય દંડ સંહિતા (IPC)ની કલમ 308(3) (બ્લેકમેઇલ અને ખંડણી) અને આઈટી એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. અમે સ્પષ્ટતા કરીએ છીએ કે આ ગુનામાં કોઈ મહિલા સામેલ નથી, ન તો આરોપીની બહેન કે ન તો અન્ય કોઈ મહિલા.

પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપી કોલ્હાપુરની મુલાકાત દરમિયાન ધારાસભ્યને મળ્યો હતો, ત્યારબાદ તેણે બ્લેકમેલિંગની યોજના બનાવી હતી. પોલીસ હાલમાં આરોપીના મોબાઈલ ફોન અને ચેટની વિગતોની ટેકનિકલ તપાસ કરી રહી છે કે શું તે અન્ય કોઈ વ્યક્તિ સાથે પણ આવી જ પ્રવૃત્તિઓમાં સામેલ હતો કે કેમ.