India

તમિલનાડુમાં વિજયનો શપથ ગ્રહણ સમારોહ ટળ્યો, બહુમતી સાબિત કરવામાં નિષ્ફળ

By GS TEAM
6 May 20262 mins read
TukuTouch Logo
તમિલનાડુ વિધાનસભા ચૂંટણીમાં ભવ્ય જીત મેળવનાર અભિનેતામાંથી રાજનેતા બનેલા થલપતિ વિજયના શપથ ગ્રહણ સમારોહને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. ગુરુવારે યોજાનારો વિજયનો શપથ ગ્રહણ સમારોહ હાલ પૂરતો અટકી શકે છે.

Summarized by AI; it may make mistakes. Check important info

તમિલનાડુમાં વિજયનો શપથ ગ્રહણ સમારોહ ટળ્યો, બહુમતી સાબિત કરવામાં નિષ્ફળ

Thalapathy Vijay Oath Ceremony Postponed : તમિલનાડુ વિધાનસભા ચૂંટણીમાં ભવ્ય જીત મેળવનાર અભિનેતામાંથી રાજનેતા બનેલા વિજયના શપથ ગ્રહણ સમારોહને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. ગુરુવારે યોજાનારો વિજયનો શપથ ગ્રહણ સમારોહ હાલ પૂરતો અટકી શકે છે.

વિજય પાસે જરૂરી સમર્થન નહીં

સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, સરકાર બનાવવા માટે વિજયને જરૂરી સમર્થન મળ્યું નથી. તેમ છતાં વિજયે રાજ્યપાલ સમક્ષ સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો હતો. જોકે તેમના દાવાથી રાજ્યપાલ સંતુષ્ટ ન હોવાની વિગતો સામે આવી છે.

આ પણ વાંચો : મોંઘવારીમાં રાહત! પેટ્રોલ-ડીઝલના ભાવ નહીં વધવાના અને સોના-ચાંદીના ઉછાળાના સંકેત, સમજો કારણ

શપથગ્રહણ સમારોહ મુલતવી

વિજયે રાજ્યપાલ પાસે 7 મેના રોજ જ શપથ ગ્રહણ કરવાની પરવાનગી માંગી હતી. પરંતુ રાજ્યપાલ તરફથી લીલી ઝંડી ન મળવાને કારણે આ કાર્યક્રમ મુલતવી રાખવો પડ્યો છે. સૂત્રોનું કહેવું છે કે બહુમતી માટે જરૂરી આંકડો મેળવવામાં હજુ એક કે બે દિવસનો સમય લાગી શકે છે.

ટીવીકેએ 108 બેઠકો જીતી

વિજયની પાર્ટી તમિલગા વેત્રી કઝગમે (TVK) 234 સભ્યોની વિધાનસભામાં 108 બેઠકો જીતી છે, પરંતુ બહુમતી માટે 118ના આંકડાની જરૂર છે. જોકે કોંગ્રેસે સમર્થન જાહેર કર્યું છે, પરંતુ હજુ પણ ટીવીકે બહુમતીના આંકડાથી થોડા દૂર હોવાથી રાજ્યપાલે પૂરતા ધારાસભ્યોના સમર્થન પત્રોની માંગ કરી છે. હવે જોવાનું એ રહેશે કે આગામી દિવસોમાં વિજય જરૂરી સંખ્યાબળ કેવી રીતે એકત્ર કરે છે.

આ પણ વાંચો : સોનું ઘરમાં રાખવાની માથાકૂટ દૂર ! નાનાથી લઈને મોટા રોકાણકારો માટે NSEએ લોન્ચ કરી જોરદાર યોજના