મણીપુરમાં શાંતિના પ્રયાસો વચ્ચે પણ તણાવ યથાવત, આસામ રાયફલના સ્થાને સીઆરપીએફ તૈનાત

અસમ રાઇફલ્સની બે યુનિટ હટાવીને જમ્મુ મોકલવામાં આવી

કુકી વિદ્વોહીઓએ હુમલા માટે ડ્રોનનો પણ ઉપયોગ કરે છે

Updated: Sep 5th, 2024


Google NewsGoogle News
મણીપુરમાં શાંતિના પ્રયાસો વચ્ચે પણ તણાવ યથાવત,  આસામ રાયફલના સ્થાને સીઆરપીએફ તૈનાત 1 - image


નવી દિલ્હી,૫ સપ્ટેમ્બર,૨૦૨૪, ગુરુવાર 

એક વર્ષ કરતા પણ વધુ સમયથી હિંસાની આગમાં સળગી રહેલા પૂર્વોત્તર રાજય મણીપુરમાં ફરી તણાવ વધી રહયો હોવાનું જાણવા મળે છે. કેટલાક મીડિયા અહેવાલ મુજબ મણીપુરમાં મુખ્ય બે  મૈતેઇ અને કુકી સમુદાય વચ્ચે જે બફર ઝોન બનાવાયા છે ત્યાં તણાવ જોવા મળ્યો હતો. ઉલ્લેખનીય છે કે અસમ રાયફલ્સની બે બટાલિયન મણીપુરમાંથી હટાવવાની શરુઆત થઇ ચુકી છે.

કેટલાક દિવસો પહેલા મણીપુર પોલીસે જણાવ્યું હતું કે કુકી વિદ્વોહીઓએ ડ્રોનનો ઉપયોગ કરીને નાગરિક વિસ્તારમાં ગોળીબાર કર્યા હતા.મણીપુરમાં બે સમુદાયો વચ્ચે શાંતિના પ્રયાસોની આશા વચ્ચે ફરી તણાવ વધી ગયો છે. આસામ રાઇફલ્સની બે બટાલિયન હટાવાયા પછી સીઆરપીએફની ટુકડીઓ ગોઠવવામાં આવી છે. આ પગલું ભરવાથી મૈતેઇ સમુદાય ખૂશ છે જયારે કુકી સમુદાય સતત વિરોધ કરી રહયો છે.

મણીપુરમાં શાંતિના પ્રયાસો વચ્ચે પણ તણાવ યથાવત,  આસામ રાયફલના સ્થાને સીઆરપીએફ તૈનાત 2 - image

સુત્રોના જણાવ્યા અનુસાર નોર્થ ઇસ્ટના જાલૂકી અને ઘાસપાનીથી અસમ રાઇફલ્સની બે યુનિટ હટાવીને જમ્મુ મોકલવામાં આવી છે.અડધા સૈનિકો રવાના થઇ ચુકયા છે તેમના સ્થાને મણીપુરથી બે બટાલિયન મોકલવામાં આવી છે. મણીપુરમાં કાંગબોઇથી ૯ અસમ રાઇફલ્સ બટાલિયન જાલૂકી મોકલાઇ રહી છે. સીઆરપીએફની ૫ જેટલી કંપનીઓ ઇમ્ફાલ તો આવી ગઇ છે પરંતુ  હજુ કાંગબોઇમાં સીઆરપીએફની બધી જ કંપનીઓનું જ આગમન થવાનું બાકી છે. 

મણીપુરમાં ૩ મે ૨૦૨૩ના રોજ પ્રથમવાર હિંસા ભડકી હતી જેમાં ૨૨૦ થી વધુ લોકોના મોત અને ૫૦ હજારથી વધુ વિસ્થાપિત થયા હતા.મણીપુરમાં મૈતઇ અને કુકી સમુદાય વચ્ચે ઉંડી ખાઇ પેદા થઇ છે. મૈતઇ સમુદાય હંમેશા આસામ રાઇફલ્સ પર કુકી સમુદાયનો પક્ષ તાણવાનો આરોપ મુકતો રહયો છે આથી આસામ રાઇફલ્સના હટવાથી ખૂશ છે. જો કે છેલ્લા કેટલાક મહિનાઓના આંકડા જોઇએ તો આસામ રાઇફલ્સે ૨૦૦ થી વધુ કુકી વિદ્વોહીઓને પકડયા છે જેમાં પોલીસ પાસેથી પડાવેલા ૧૦૦ થી વધુ હથિયારોનો પણ સમાવેશ થાય છે. 



Google NewsGoogle News