ભાષા વિવાદ વચ્ચે તેલંગાણા સરકારનો મોટો નિર્ણય, તમામ સ્કૂલોમાં તેલુગુ ભાષા ફરજિયાત
Image: Facebook
Telangana Governments Big Decision: તેલંગાણા સરકારે બુધવારે સીબીએસઈ, આઈસીએસઈ, આઈબી અને તેલંગાણાના અન્ય બોર્ડ-સંલગ્ન સ્કુલોમાં તેલુગુને જરૂરી વિષય તરીકે લાગુ કરવાનો આદેશ જાહેર કર્યો. 2025-26 શૈક્ષણિક સત્રમાં ધોરણ 9 ના વિદ્યાર્થીઓ માટે તેલુગુને જરૂરી વિષય તરીકે લાગુ કરવામાં આવશે.
2026-27 શૈક્ષણિક વર્ષથી ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે આ વિષય જરૂરી હશે. આદેશમાં કહેવામાં આવ્યું છે કે શિક્ષણ અને પરીક્ષાઓ માટે તેલુગુ 'સિંગીડી' ને સીબીએસઈ વિષય યાદી અનુસાર 089 કોડ સાથે સરળ તેલુગુ 'વેનેલા' થી બદલી દેવામાં આવશે.
નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું છે કે તેલંગાણા (સ્કુલોમાં તેલુગુનું જરૂરી શિક્ષણ અને શીખવું) એક્ટ, 2018 અનુસાર સીબીએસઈ, આઈસીએસઈ અને આઈબી સ્કુલોમાં પણ તેલુગુ શિક્ષણ જરૂરી હોવું જોઈએ.
આ પણ વાંચો: કાશીમાં પણ મહાકુંભ જેવા દૃશ્યોઃ સાત અખાડાના દસ હજાર નાગા સાધુ ગદા-તલવારો લઈને નીકળ્યા
તેલંગાણા સરકારનો વિચાર શું છે?
ભાષા માટે સરલીકરણ શિક્ષણ અને રૂચિને પ્રોત્સાહિત કરવા માટે ધોરણ 9 અને 10 માટે સરળ તેલુગુ 'વેનેલા' પાઠ્યપુસ્તકનો ઉપયોગ કરવામાં આવશે. તેલંગાણા સરકારે આ નિર્ણય ત્યારે કર્યો છે જ્યારે ભાષા નીતિને લઈને તમિલનાડુ સરકાર અને કેન્દ્રની વચ્ચે અથડામણની સ્થિતિ છે. નવી ભાષા નીતિ હેઠળ રાજ્ય સરકારોએ હિન્દી સહિત ત્રણ ભાષા શિક્ષણ સિસ્ટમ જરૂરી કરવી પડશે. સ્ટાલિન સરકારનું કહેવું છે કે કેન્દ્ર બળજબરીપૂર્વક રાજ્ય પર હિન્દી ભાષાને થોપી શકે નહીં.