હિન્દુ દેવી-દેવતાઓ અંગે CM રેવંત રેડ્ડીની ટિપ્પણીથી ભારે વિવાદ, ભાજપે કરી માફીની માંગ

Telangana CM Controversial Statement Regarding Hindu God : તેલંગાણાના મુખ્યમંત્રી રેવંત રેડ્ડી એક જાહેર કાર્યક્રમ દરમિયાન હિંદુ દેવી-દેવતાઓ અંગે વાંધાજનક ટિપ્પણી કર્યા બાદ રાજકીય વિવાદ શરૂ થવાની સાથે હિન્દીઓની લાગણી પણ દુભાઈ છે. ભાજપ અને ભારત રાષ્ટ્ર સમિતિ (BRS) તેમના નિવેદનની આકરા શબ્દોમાં ટીકા કરીને માફીની માંગણી કરી છે. તેમના નિવેદનથી સમગ્ર રાજ્યના કરોડો હિંદુઓની લાગણી દુભાઈ હોવાનો આરોપ લગાવી વિપક્ષી દળોએ ઉગ્ર વિરોધ શરૂ કર્યો છે.
આવા નિવેદનના કારણે હિન્દુઓ શરમ અનુભવી રહ્યા છે : ભાજપ
રેડ્ડીની ટિપ્પણી સામે આવતા જ BJP અને બીઆરએસ દ્વારા તેમને તાત્કાલિક માફી માંગવા જણાવ્યું છે. ભાજપના નેતા ચિક્કોટી પ્રભુએ કહ્યું કે, ‘રેવંત રેડીના વાંધાજનક નિવેદનના કારણે હિન્દુઓ શરમ અનુભવી રહ્યા છે. કોંગ્રેસ અને તેલંગણાના મુખ્યમંત્રીને શરમ આવી નથી. દરેક સભામાં તેઓ કહે છે કે, કોંગ્રેસ માત્ર મુસ્લિમોના કારણે છે. મુખ્યમંત્રીએ તરત જ માફી માંગવી જોઈએ અને પોતાનું નિવેદન પાછું ખેંચવું જોઈએ.’
🔹హిందూ దేవుళ్ళను అపహాస్యం చేయడం ప్రతి ఒక్కడికి ఒక ఫ్యాషన్ అయిపోయింది.
— Rakesh Reddy Anugula (@RakeshReddyBRS) December 2, 2025
🔹ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి కోట్ల మంది హిందువుల మనోభావాలు దెబ్బతినే విధంగా @revanth_anumula రేవంత్ రెడ్డి గారు దేవుళ్ళ పైన కారెడ్డాలాడుతూ మాట్లాడడం దురదృష్టకరం.
🔹ఏ ఎండకు ఆ గొడుగు పట్టే రేవంత్ రెడ్డి… pic.twitter.com/zMGmVBEA4e
કરોડો હિંદુઓની ભાવનાઓ આહત થઈ : BRS
બીઆરએસના નેતા રાકેશ રેડ્ડી અનુગુલાએ પણ આકરા પ્રહાર કરતા કહ્યું કે, ‘આજકાલ હિંદુ દેવી-દેવતાઓનો મજાક ઉડાવવી એક ફેશન બની ગઈ છે. આ ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે કે મુખ્યમંત્રી આવું બોલી રહ્યા છે, જેનાથી કરોડો હિંદુઓની ભાવનાઓ આહત થઈ રહી છે. શું તેઓ કોઈને ખુશ કરવા માટે આવું બોલી રહ્યા છે? તેમણે તરત જ હિંદુ સમાજની માફી માંગવી જોઈએ.’
રેવંત રેડી શું બોલ્યા હતા?
મુખ્યમંત્રીએ સવાલ ઉઠાવ્યો હતો કે ‘હિંદુઓ કેટલા દેવતાઓમાં વિશ્વાસ કરે છે? શું ત્રણ કરોડ? આટલા બધા દેવતાઓ શા માટે છે? જો લોકો કુવારા છે, તેમના ભગવાન હનુમાન છે. જેમણે બે વખત લગ્ન કર્યા છે, તેમના જુદા ભગવાન છે. જેઓ દારુ પીતા હોય છે, તેમના પણ અલગ ભગવાન છે. મરઘાની બલિ આપનારાઓના પણ જુદા ભગવાન છે. દાળ-ભાત ખાનારાઓના પણ જુદા ભગવાન છે. દરેક ગ્રૂપના પોતપોતાના ભગવાન છે.’

