Get The App

VIDEO : ‘મારી જિંદગી કેમ બરબાદ કરી? લાલુ પરિવાર ચૂંટણી માટે ડ્રામા કરી રહ્યો’ તેજ પ્રતાપની પત્ની ઐશ્વર્યા રાયનું નિવેદન

Updated: May 26th, 2025

GS TEAM


Google News
Google News
VIDEO : ‘મારી જિંદગી કેમ બરબાદ કરી? લાલુ પરિવાર ચૂંટણી માટે ડ્રામા કરી રહ્યો’ તેજ પ્રતાપની પત્ની ઐશ્વર્યા રાયનું નિવેદન 1 - image


Bihar Assembly Election 2025 : લાલુ પ્રસાદ યાદવના પુત્ર પ્રતાપ યાદવ (Tej Pratap Yadav)ને રાષ્ટ્રીય જનતા દળ (RJD)માંથી છ વર્ષ માટે હાંકી કાઢવામાં આવ્યા બાદ બિહારના રાજકારણાં ખળભળાટ મચી ગયો છે. પ્રતાપની પત્ની ઐશ્વર્યા રાય (Aishwarya Rai) પણ પતિના કરતૂતોથી અજાણ છે. ઐશ્વર્યા રાયે મીડિયા સમક્ષ કહ્યું કે, મને મીડિયા દ્વારા બધું જ જાણવા મળ્યું છે. અમને છૂટાછેડા વિશે સૌ પ્રથમ મીડિયા દ્વારા જ જાણવા મળ્યું છે. વાસ્તવમાં પ્રતાપ યાદવે સોશિયલ મીડિયા એક્સ પર અનુષ્કા યાદવ સાથે 12 વર્ષ જૂના સંબંધોની માહિતી જાહેર કરી હતી. ત્યારબાદ લાલુ યાદવે કાર્યવાહી કરી પ્રતાપને પક્ષ અને પરિવારમાંથી હાંકી કાઢ્યો છે. લાલુ યાદવે તેને પક્ષમાંથી છ વર્ષ માટે સસ્પેન્ડ કર્યો છે.

આખો પરિવાર ડ્રામા કરી રહ્યો છે : પ્રતાપની પત્ની

મીડિયા સાથે વાતચીત દરમિયાન ઐશ્વર્યાએ કહ્યું કે, ‘આ બધા લોકો મળેલા છે, આ ચૂંટણીના કારણે થયું છે. આખો પરિવાર ડ્રામા કરી રહ્યો છે. મને મીડિયા દ્વારા બધું જાણવા મળ્યું છે. તેમને પૂછો, મારી જિંદગી બરબાર કરવાની શું જરૂર હતી. તેમને પૂછો મારું શું થશે. આખો પરિવાર ડ્રામા કરી રહ્યો છે.’

‘આ બધુ ચૂંટણીના કારણે કરાઈ રહ્યું છે’

પ્રતાપની પત્નીએ કહ્યું કે, ‘આ બધા લોકો મળેલા છે, કાલે રાત્રે પણ મળ્યા હશે. કહ્યું હશે કે, બધુ શાંત થઈ જશે. આ બધુ ચૂંટણીના કારણે થઈ રહ્યું છે. મને તમામ માહિતી મીડિયામાંથી મળી છે.’ તેણીએ કહ્યું કે, ‘મને કંઈ જ ખબર નથી. નહીં તો હું પહેલા જ મળી હોત. તેમને પૂછો કે, જ્યારે મને માર મારવામાં આવ્યો ત્યારે તેમનો સામાજિક ન્યાયા ક્યાં ગયો હતો. તેમને પૂછો મારું શું થશે?

આ પણ વાંચો : ‘ભારત ફોરકાસ્ટ સિસ્ટમ’ લોન્ચ... વરસાદ-વાવાઝોડાની પળવારમાં મળશે માહિતી, NDRF-ખેડૂતોને પણ થશે ફાયદો

‘લાલુ પરિવારને પહેલેથી જ ખબર હતી’

કાયદેસરની કાર્યવાહીના પ્રશ્ન પર ઐશ્વર્યાએ કહ્યું કે, ‘હું કાયદાકીય કાર્યવાહી અંગે પછી વાત કરીશ. તમે સાત વર્ષથી જોઈ રહ્યા છો, બધું હું જ કરી રહી છું. તેમણે કહ્યું કે, 12 વર્ષ થઈ ગયા છે. લાલુજી, રાબડીજી, તેજસ્વી તમામને પહેલેથી જ ખબર હશે. મારો ન્યાય ક્યાં ગયો. અમે તો લડી જ રહ્યા છે, આગામી સમયમાં પણ લડીશું.’

લાલુ યાદવે પ્રતાપને પાર્ટી અને પરિવારમાંથી હાંકી કાઢ્યો

ઉલ્લેખનીય છે કે, પ્રતાપ યાદવ સોશિયલ મીડિયા એકાઉન્ટ પર ગર્લફ્રેન્ડ અનુષ્કા યાદવની તસવીર શેર કરી હતી. ત્યારબાદ લાલુ યાદવે પ્રતાપ વિરુદ્ધ કાર્યવાહી કરી તેને પાર્ટીમાં સસ્પેન્ડ કરી દીધો છે. એટલું જ નહીં તેને પરિવારમાંથી પણ હાંકી કાઢવામાં આવ્યો છે. લાલુ યાદવે કહ્યું કે, જે લોકો તેની સાથે સંબંધ રાખવા માંગે છે, તેઓ પોતાના વિવેકથી નિર્ણય કરે. લાલુ યાદવના નિર્ણયને પુત્ર તેજસ્વીએ સમર્થન આપ્યું છે.

આ પણ વાંચો : વધુ એક જાસૂસ ! દિલ્હીમાંથી CRPF જવાનની ધરપકડ, પાકિસ્તાનને આપતો હતો ગુપ્ત માહિતી

Tags :