India

બિહાર ચૂંટણી વચ્ચે તેજ પ્રતાપને મળી Y-Plus સુરક્ષા, ગૃહ મંત્રાલયનો મોટો નિર્ણય

By GS TEAM
8 Nov 20252 mins read
TukuTouch Logo
બિહાર ચૂંટણી વચ્ચે રાષ્ટ્રીય જનતા દળ(RJD)પ્રમુખ લાલુ પ્રસાદ યાદવના મોટા દીકરા અને જનશક્તિ જનતા દળના સંસ્થાપક તેજ પ્રતાપ યાદવને કેન્દ્ર સરકારે Y-Plus કેટેગરીની સુરક્ષા આપવામાં આવી છે. ગૃહ મંત્રાલયના આદેશ બાદ CRPFની ટીમ દ્વારા તેમને સુરક્ષા કરવામાં આવશે. VIP પ્રોટેક્શન લિસ્ટ મુજબ તેજ પ્રતાપ યાદવને સુરક્ષા અપાઈ છે. જાણવા મળ્યું છે કે, સુરક્ષા એજન્સીઓના રિપોર્ટ બાદ આ પ્રકારનો નિર્ણય લેવામાં આવ્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

બિહાર ચૂંટણી વચ્ચે તેજ પ્રતાપને મળી Y-Plus સુરક્ષા, ગૃહ મંત્રાલયનો મોટો નિર્ણય

Tej Pratap Yadav Y-Plus Security : બિહાર ચૂંટણી વચ્ચે રાષ્ટ્રીય જનતા દળ(RJD)પ્રમુખ લાલુ પ્રસાદ યાદવના મોટા દીકરા અને જનશક્તિ જનતા દળના સંસ્થાપક તેજ પ્રતાપ યાદવને કેન્દ્ર સરકારે  Y-Plus કેટેગરીની સુરક્ષા આપવામાં આવી છે. ગૃહ મંત્રાલયના આદેશ બાદ CRPFની ટીમ દ્વારા તેમને સુરક્ષા કરવામાં આવશે. VIP પ્રોટેક્શન લિસ્ટ મુજબ તેજ પ્રતાપ યાદવને સુરક્ષા અપાઈ છે. જાણવા મળ્યું છે કે, સુરક્ષા એજન્સીઓના રિપોર્ટ બાદ આ પ્રકારનો નિર્ણય લેવામાં આવ્યો છે.

તેજ પ્રતાપે ચૂંટણી પંચની મુલાકાત લીધી

તેજ પ્રતાપ યાદવે તાજેતરમાં ચૂંટણી પંચની મુલાકાત લીધી હતી, જ્યાં તેમણે સમજાવ્યું હતું કે આ મામલો ખરેખર શ્યામ કિશોર ચૌધરી સાથે સંકળાયેલો છે. તેમને પાર્ટીનો સિમ્બોલ આપવામાં આવ્યો છે, પરંતુ તેમણે પૂછ્યા વિના મહાગઠબંધન અને VIP અધ્યક્ષ મુકેશ સહનીથી સમર્થન લીધુ હતું. આ મુદ્દાને લઈને તેજ પ્રતાપ ચૂંટણી પંચ ગયા હતા, જેથી શ્યામ કિશોરનું નામાંકન રદ કરાવી શકાય. 

તેજ પ્રતાપે જણાવ્યું કે, કોઈ કાર્યવાહી કરી શકાય તે માટે ચૂંટણી પંચે એમને પોતાની પાર્ટીના લેટરપેડ પર લેખિતમાં ફરિયાદ કરવા કહ્યું હતુ. જ્યારે સુરક્ષાને લઈને તેજ પ્રતાપે કહ્યું કે, 'બિહારમાં સ્થિતિ એવી છે કે ક્યારે અને ક્યાંથી હુમલો થાય, તેનું કહી શકાય નહીં. એટલા માટે મે કેન્દ્ર સરકારને સુરક્ષા વધારવાની માગ કરી...'

આ પણ વાંચો: બિહારમાં કચરામાં હજારો VVPAT સ્લિપ મળતા હડકંપ, ચૂંટણી પંચે AROને કર્યા સસ્પેન્ડ, FIR નોંધાઈ

Y-Plus કેટેગરીની સુરક્ષામાં 11 સશસ્ત્ર પોલીસ કમાન્ડો, VIPના ઘરની અંદર અને તેની આસપાસ તેમની સુરક્ષા માટે તૈનાત 5 સ્ટેટિક પોલીસ કર્મચારીઓ અને ત્રણ શિફ્ટમાં સુરક્ષા પૂરી પાડતા 6 PSOની તૈનાત રહેશે.