યુપીમાં શિક્ષકે ૩૫ હજારમાં આખો ક્લાસરૂમ વેચી માર્યો!

ક્લાસરૂમ ખરીદનારે મકાન બાંધવાનું શરૂ કરતા ઉચ્ચ અધિકારીઓને જાણ થઈ, શિક્ષક સસ્પેન્ડ

મુરાદાબાદમાં ભ્રષ્ટાચારનો વિચિત્ર કિસ્સોઉત્તર પ્રદેશના મુરાદાબાદમાં શિક્ષકના ભ્રષ્ટાચારનો એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. કુંદરકી બ્લોકમાં આવેલા પીતપુર નૈયાખેડા ગામની શાળામાં શિક્ષકે આખો ક્લાસરૂમ જ વેચી માર્યો હતો.
મુરાદાબાદના પીતપુર નૈયાખેડા ગામની શાળાના શિક્ષક મુઝાહિદ હુસૈને ૩૫ હજારમાં શાળાનો એક ક્લાસરૂમ વેચી માર્યો હતો. ક્લાસરૃમ ખરીદનારે મકાન બાંધવાનું શરૃ કરતા મામલો સરપંચના ધ્યાનમાં આવ્યો હતો. સરપંચે જિલ્લા શિક્ષણ અધિકારીઓને આ અંગેની જાણકારી આપી હતી. જિલ્લાના અધિકારીઓ ગામમાં આવી પહોંચ્યા હતા અને ગેરકાયદે બાંધકામ અટકાવી દીધું હતું.
આ ઘટનાની તપાસ હાથ ધરવામાં આવી હતી. શિક્ષકને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેવાયો હતો. સ્થાનિક લોકોએ તો ત્યાં સુધી દાવો કર્યો હતો કે આ શિક્ષકે નવો બનનારો બીજો એક ક્લાસરૂમ વેચી નાખવાની પણ તૈયારી આદરી હતી. એમ કરીને એ આખી શાળાને વેચી નાખવાની પેરવીમાં હતો. જિલ્લાના શિક્ષણ અધિકારીઓ તપાસ કર્યા બાદ આ અંગે ફરિયાદ નોંધાવશે. શાળાનો એક ક્લાસરૂમ વેચી માર્યો હોવાની બાબતે અત્યારે અધિકારીઓએ ગામમાં પૂછપરછ શરૂ કરી હતી અને પુરાવા એકઠા કર્યા છે.

City News

Sports

RECENT NEWS