Get The App

તમિલનાડુમાં રાજકીય ખેંચતાણનો ક્યારે આવશે અંત? EPSના સૂચક નિવેદનથી રાજકીય ગરમાવો

Updated: May 9th, 2026

GS TEAM

Google News
Google News
તમિલનાડુમાં રાજકીય ખેંચતાણનો ક્યારે આવશે અંત? EPSના સૂચક નિવેદનથી રાજકીય ગરમાવો 1 - image

Tamil Nadu Government Formation Drama: તમિલનાડુ વિધાનસભા ચૂંટણીના પરિણામો બાદ રાજ્યમાં ચાલી રહેલી નંબર ગેમ હવે તેના નિર્ણાયક તબક્કે પહોંચી ચૂકી છે. સુપરસ્ટાર વિજયની પાર્ટી TVK સૌથી મોટા પક્ષ તરીકે ઉભરી છે, પરંતુ બહુમતીથી થોડી દૂર છે. આ ગજગ્રાહ વચ્ચે AIADMK પ્રમુખ એડપ્પાદી પલાનીસ્વામી(EPS)ના એક રહસ્યમય સોશિયલ મીડિયા પોસ્ટે રાજકીય ગરમાવો વધારી દીધો છે.

EPSનું ટ્વીટ અને તેના અર્થ

પલાનીસ્વામીએ 'X' પર પોસ્ટ કરીને તમિલનાડુમાં સરકાર બનાવવા જઈ રહેલા પક્ષને અભિનંદન પાઠવ્યા છે. રસપ્રદ વાત એ છે કે, તેમણે કોઈ ચોક્કસ પક્ષનું નામ લીધું નથી. EPS એ લખ્યું, તાજેતરમાં યોજાયેલી 17મી વિધાનસભા ચૂંટણીમાં વિવિધ પક્ષોના ઉમેદવારો વિજયી થયા છે. તમિલનાડુમાં સરકાર બનાવવા જઈ રહેલા પક્ષને મારા હાર્દિક અભિનંદન. આ પોસ્ટ એવા સમયે આવી છે જ્યારે વિજય બહુમતી સાબિત કરવા માટે પોતાનું તમામ જોર લગાવી રહ્યા છે. રાજકીય વિશ્લેષકો માને છે કે, આ ટ્વીટ વિજયને પરોક્ષ રીતે ગ્રીન સિગ્નલ અથવા તેમની સફળતાનો સંકેત હોઈ શકે છે.

આ પણ વાંચો :પ.બંગાળમાં ભાજપના પ્રથમ મુખ્યમંત્રી તરીકે શુભેન્દુ અધિકારીએ લીધા શપથ, PM મોદી રહ્યા હાજર

વિજય બહુમતીથી કેટલા દૂર?

તમિલનાડુની 234 સભ્યોની વિધાનસભામાં બહુમતી માટે 118 બેઠકોની જરૂર છે. વિજયની પાર્ટી TVKએ 107 બેઠકો જીતી છે. કોંગ્રેસે વિજયને ટેકો જાહેર કર્યો છે, જ્યારે CPI અને CPI(M) એ પણ રાષ્ટ્રપતિ શાસન અટકાવવા અને ભાજપનો પ્રભાવ રોકવા વિજયને ટેકો આપવાની તરફેણ કરી છે. હવે આખી રમત થોલ થિરુમાવલવનના નેતૃત્વ હેઠળની VCK પર ટકેલી છે. જો VCK સમર્થન આપે તો વિજય આરામથી બહુમતીનો આંકડો વટાવી જશે.

તમિલનાડુમાં રાજકીય ખેંચતાણનો ક્યારે આવશે અંત? EPSના સૂચક નિવેદનથી રાજકીય ગરમાવો 2 - image

શું પડદા પાછળ ખેલ ખેલાઈ રહ્યો છે?

EPSના નિવેદન બાદ એવી અટકળો તેજ થઈ છે કે એન્ટી-DMK છાવણી અને TVK વચ્ચે કોઈ ગુપ્ત વાતચીત ચાલી રહી છે. થોડા સમય પહેલા AIADMKના એક સાંસદે પણ દાવો કર્યો હતો કે મારા નેતા CM બનશે, જેણે આ રહસ્યમાં વધારો કર્યો હતો.

રાજભવનમાં હલચલ

છેલ્લા બે દિવસથી તમિલનાડુનું રાજકારણ કોઈ રોમાંચક થ્રિલર જેવું બની ગયું છે. ગુમ થયેલા ધારાસભ્યો અને મોડી રાત સુધી ચાલતી બેઠકો વચ્ચે વિજયે ઘણીવાર રાજ્યપાલ રાજેન્દ્ર વિશ્વનાથ અર્લેકરની મુલાકાત લીધી છે. રાજ્યપાલે સરકાર રચવા આમંત્રણ આપતા પહેલા બહુમતીનું વિધિવત પ્રમાણ માંગ્યું છે. શું વિજય તમિલનાડુના નવા થલપતિ તરીકે સત્તા સંભાળશે કે પછી રાજકીય ખેંચતાણ હજુ લાંબી ચાલશે? EPS ના ટ્વીટે આ લડાઈને વધુ રસપ્રદ બનાવી દીધી છે.