India

તમિલનાડુ પેટા ચૂંટણી: CM વિજય પહેલી અગ્નિ પરીક્ષામાં પાસ! AIADMK-DMKને મોટો ઝટકો

By GS Team
9 Oct 20262 mins read
TukuTouch Logo
તમિલનાડુમાં મુખ્યમંત્રી સી. જોસેફ વિજયની TVK પાર્ટીએ ધારાસપુરમ અને મધુરાંતકમની બે બેઠકોની પેટાચૂંટણી જીતી લીધી છે. આ જીત થલપતિ વિજય માટે પ્રથમ કસોટી હતી. AIADMK પાસેથી આ બેઠકો છીનવ્યા બાદ TVK ના કુલ ધારાસભ્યોની સંખ્યા 109 થઈ ગઈ છે. હવે બાકીની 5 ખાલી બેઠકો પર TVK માનસિક રીતે મજબૂત બનીને ઉતરશે.

Summarized by AI; it may make mistakes. Check important info

તમિલનાડુ પેટા ચૂંટણી: CM વિજય પહેલી અગ્નિ પરીક્ષામાં પાસ! AIADMK-DMKને મોટો ઝટકો

Vijay TVK Wins Tamil Nadu Bypolls: તમિલનાડુમાં મુખ્યમંત્રીની ખુરશી સંભાળ્યા બાદ બે વિધાનસભા બેઠકોની પેટાચૂંટણીને મુખ્યમંત્રી સી. જોસેફ વિજય માટે પહેલી કસોટી માનવામાં આવી રહી હતી. શુક્રવારે જ્યારે EVM ખુલ્યા ત્યારે ધારાસપુરમમાં થોડો સમય પાછળ રહ્યા બાદ TVK એ સરસાઈ મેળવી લીધી હતી. પાર્ટીએ ધારાસપુરમ અને મધુરાંતકમ બંને બેઠકો જીતી લીધી છે. આ જીત સાથે TVK એ રાજ્યની અન્ય પાંચ બેઠકોની આગામી ચૂંટણી માટે માનસિક રીતે મજબૂત સ્થિતિ પ્રાપ્ત કરી લીધી છે.

પેટાચૂંટણીમાં 2 બેઠકો પર જીત

તમિલનાડુ વિધાનસભા ચૂંટણીઓ બાદ થલપતિ વિજયની આગેવાની હેઠળની TVK એ બંને બેઠકો પર જીત હાંસલ કરી છે. પેટાચૂંટણીમાં AIADMK પાસેથી બે બેઠકો છીનવી લીધા બાદ TVK ના કુલ ધારાસભ્યોની સંખ્યા વધીને 109 થઈ ગઈ છે. તમિલનાડુ વિધાનસભામાં બહુમતીનો આંકડો 118 બેઠકોનો છે. વિજય માટે આ પેટાચૂંટણી અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવતી હતી. બંને બેઠકો પર ત્રિપાંખિયા જંગનો TVK ને ફાયદો મળ્યો છે. તમિલનાડુની આ પેટાચૂંટણીના પરિણામો બાદ હવે રાજ્યના રાજકારણમાં ભારે ઉથલપાથલ થવાની શક્યતાઓ વધી ગઈ છે.

TVK પહેલા જ ટેસ્ટમાં પાસ

રાજકીય વર્તુળોમાં ચર્ચા છે કે, હવે બાકીની પાંચ ખાલી બેઠકોની પેટાચૂંટણીમાં TVK માનસિક રીતે વધુ મજબૂત બનીને ઉતરશે, તો બીજી તરફ વિપક્ષી દ્રવિડ પાર્ટીઓએ વિજયને ઘેરવા માટે નવા મુદ્દાઓ શોધવા પડશે. જો બાકીની પાંચ બેઠકો પર પણ TVK વિજયપરચમ લહેરાવશે તો, તેના ધારાસભ્યોની સંખ્યા 114 સુધી પહોંચી જશે. ત્યારબાદ તેમની સહયોગી પક્ષો પરની નિર્ભરતા ઘટી જશે, ખાસ કરીને ડાબેરી પક્ષો પર જેઓ સરકારમાં સામેલ નથી. રાજકીય વિશ્લેષકોનું કહેવું છે કે, બંને બેઠકો પર TVK ની જીત બાદ AIADMK માં પૂર્વ સીએમ એડપ્પાદી પલાનીસ્વામી માટે પડકારો વધશે અને તેમની સામે વિરોધના સુરો ફરી ઉઠી શકે છે.

પેટાચૂંટણી પરિણામો બાદ તમિલનાડુ વિધાનસભાની સ્થિતિ

કુલ બેઠકો: 234

બહુમતી: 118

સત્તાધારી પક્ષ (કુલ 118): TVK (109), કોંગ્રેસ (05), VCK (2), IUML (2)

બહારથી સમર્થન (કુલ 5): ડાબેરી મોરચો - CPIM (2), CPI (2), અપક્ષ (1)

વિપક્ષ: DMK (59), DMDK (1), AIADMK (41), BJP (1), PMK (4)

ખાલી બેઠકો: 5 (નોંધ: કુલ સાત બેઠકો ખાલી હતી, જેમાંથી બે પર પેટાચૂંટણી યોજાઈ)

PMK બદલી શકે છે પાસું

હાલમાં તમિલનાડુમાં ડો. અંબુમણિ રામદાસના નેતૃત્વ હેઠળની પટ્ટાળી મક્કલ કાચ્ચી (PMK) AIADMK અને ભાજપ વાળા NDA સાથે છે. ઓક્ટોબર 2026 માં પાર્ટીના ધારાસભ્ય સૌમ્યા અંબુમણિએ સ્પષ્ટ કર્યું છે કે, PMK NDA ગઠબંધનનો હિસ્સો છે, પરંતુ પાર્ટીએ મધુરાંતકમ અને ધારાસપુરમ વિધાનસભા પેટાચૂંટણીમાં તટસ્થ રહીને કોઈ પણ પક્ષને સમર્થન ન આપવાનો નિર્ણય કર્યો હતો. હવે એવી શક્યતા વધી ગઈ છે કે, PMK ભવિષ્યમાં TVK તરફ જવાનો નિર્ણય કરે. જો આમ થશે તો PMK અને NDA ને મોટો ઝટકો લાગશે અને વિજયની આગેવાની હેઠળની સરકાર વધુ મજબૂત બનશે.