India

તમિલનાડુમાં મોટી દુર્ઘટના: ગેસ સિલિન્ડર ભરેલી ટ્રક પલટી, એક બાદ એક થયા બ્લાસ્ટ

By GS TEAM
11 Nov 20251 min read
TukuTouch Logo
ગેસ સિલિન્ડરથી ભરેલી એક ટ્રક અચાનક પલટી જતાં તમિલનાડુના અરિયાલૂર જિલ્લામાં મોટી દુર્ઘટના સર્જાઈ છે. મંગળવારે અરિયાલૂર નજીક વરણાવાસી ખાતે ટ્રક ડ્રાઈવરે નિયંત્રણ ગુમાવતા આ એલપીજી સિલિન્ડર ભરેલી ટ્રક પલટી ગઈ હતી. પરિણામે, સિલિન્ડરમાં આગ લાગી અને એક પછી એક વિસ્ફોટો થવાથી સમગ્ર વિસ્તાર ધ્રુજી ઉઠ્યો હતો.

Summarized by AI; it may make mistakes. Check important info

તમિલનાડુમાં મોટી દુર્ઘટના: ગેસ સિલિન્ડર ભરેલી ટ્રક પલટી, એક બાદ એક થયા બ્લાસ્ટ

Tamil Nadu Cylinders Blast: ગેસ સિલિન્ડરથી ભરેલી એક ટ્રક અચાનક પલટી જતાં તમિલનાડુના અરિયાલૂર જિલ્લામાં મોટી દુર્ઘટના સર્જાઈ છે. મંગળવારે અરિયાલૂર નજીક વરણાવાસી ખાતે ટ્રક ડ્રાઈવરે નિયંત્રણ ગુમાવતા આ એલપીજી સિલિન્ડર ભરેલી ટ્રક પલટી ગઈ હતી. પરિણામે, સિલિન્ડરમાં આગ લાગી અને એક પછી એક વિસ્ફોટો થવાથી સમગ્ર વિસ્તાર ધ્રુજી ઉઠ્યો હતો.

ડ્રાઇવરે માંડ-માંડ જીવ બચાવ્યો

ટ્રક પલટી જતાં ડ્રાઇવર કોઈક રીતે બહાર કૂદી જવામાં સફળ રહ્યો, જેના કારણે તેને મામૂલી ઇજાઓ જ થઈ છે અને તેને અરિયાલૂરની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. જોકે, ટ્રક સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગઈ હતી. તેમજ સિલિન્ડર ફાટવાનો અવાજ આશરે 2 કિલોમીટર દૂર સુધી સંભળાયો હોવાની જાણકારી પણ મળી છે અને બ્લાસ્ટ બાદ ફેલાયેલી આગને કારણે આસપાસના લોકોમાં દહેશતનો માહોલ સર્જાયો હતો.

આ પણ વાંચો: BIG BREAKING | દિલ્હી બ્લાસ્ટ મામલે સરકારનો મોટો નિર્ણય, NIAને સોંપી તપાસ

ટ્રાફિક ડાયવર્ટ કરાયો

આ દુર્ઘટના બાદ ટ્રાફિકને પણ ડાયવર્ટ કરવામાં આવ્યો છે. તેમજ ઘટનાની જાણ થતાં જ અરિયાલૂરના કલેક્ટર અને પોલીસ અધિક્ષક (SP) પણ દુર્ઘટના સ્થળે પહોંચી ગયા હતા.