દિલ્હીની જેમ બિહારમાં પણ યોજાયો હતો તબલિગી જમાતનો કાર્યક્રમ, 650 લોકો હાજર હતા
પટના, તા.15 એપ્રિલ 2020, બુધવાર
દિલ્હીના નિઝામુદ્દીન બાદ બિહારના નાલંદામાં પણ 14 અને 15 માર્ચના રોજ તબલિગી જમાતનો કાર્યક્રમ મોટા પાયે યોજાયો હોવાનો ઘટસ્ફોટ થયા બાદ બિહાર સરકારની ઉંઘ ઉડી ગઈ છે.
નાંલદા જિલ્લાના બિહારશરીફની એક મસ્જિદમાં યોજાયેલા કાર્યક્રમમાં 650 લોકોએ હાજરી આપી હતી. બિહારમાં અત્યાર સુધી કોરોનાના દર્દીઓની સંખ્યા પ્રમાણમાં ઓછી રહી છે ત્યારે આ માહિતી બહાર આવ્યા બાદ હવે તંત્રે દોડધામ શરુ કરી છે.
નાલંદા વહિવટીતંત્ર દ્વારા સરકારને લખાયેલા એક પત્રમાં કહેવાયુ છે કે, કાર્યક્રમમાં 650 લોકો હતા. જેમાં દરભંગાના 12 લોકો પણ સામેલ હતા. બાકીના બીજા જિલ્લાના હતા.
પોલીસ માટે રહાતની વાત એછે કે, આ 12 લોકોને સોધી કઢાયા છે અને તેમને આઈસોલેશનમાં રાખવામાં આવ્યા છે.