India

સ્વામી પ્રસાદ મૌર્યનું વધુ એક વિવાદિત નિવેદન, કહ્યું- 'જય શ્રીરામનો નારો નફરત ફેલાવવાનું લાયસન્સ'

By GS TEAM
1 Nov 20252 mins read
TukuTouch Logo
ઉત્તર પ્રદેશના પૂર્વ મંત્રી અને તેમના જનતા પાર્ટીના પ્રમુખ સ્વામી પ્રસાદ મૌર્યએ ફરી એકવાર વિવાદાસ્પદ નિવેદન આપીને રાજકીયક્ષેત્રે ઉથલપાથલ મચાવી છે. મૌર્યએ કહ્યું કે, 'જય શ્રી રામ' અને 'જય બજરંગબલી' જેવા ધાર્મિક સૂત્રો હવે રમખાણો ભડકાવવા અને નફરત ફેલાવવાનું લાયસન્સ બની ગયું છે. તેમણે આરોપ લગાવ્યો હતો કે, ભાજપ સરકાર અને તેમના સમર્થકો ધાર્મિક ઉન્માદ ફેલાવવા માટે આ સૂત્રોનો ઉપયોગ કરી રહ્યા છે, અને વધુમાં ખૂદ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ આવી ઘટનાઓને પ્રોત્સાહન આપે છે.

Summarized by AI; it may make mistakes. Check important info

સ્વામી પ્રસાદ મૌર્યનું વધુ એક વિવાદિત નિવેદન, કહ્યું- 'જય શ્રીરામનો નારો નફરત ફેલાવવાનું લાયસન્સ'

Swami Prasad Maurya Controversial statement: ઉત્તર પ્રદેશના પૂર્વ મંત્રી અને તેમના જનતા પાર્ટીના પ્રમુખ સ્વામી પ્રસાદ મૌર્યએ ફરી એકવાર વિવાદાસ્પદ નિવેદન આપીને રાજકીયક્ષેત્રે ઉથલપાથલ મચાવી છે. મૌર્યએ કહ્યું કે, 'જય શ્રી રામ' અને 'જય બજરંગબલી' જેવા ધાર્મિક સૂત્રો હવે રમખાણો ભડકાવવા અને નફરત ફેલાવવાનું લાયસન્સ બની ગયું છે. તેમણે આરોપ લગાવ્યો હતો કે, ભાજપ સરકાર અને તેમના સમર્થકો ધાર્મિક ઉન્માદ ફેલાવવા માટે આ સૂત્રોનો ઉપયોગ કરી રહ્યા છે, અને વધુમાં ખૂદ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ આવી ઘટનાઓને પ્રોત્સાહન આપે છે.

આ પણ વાંચો : 'આપણે તેમના જેવા નથી, ઓપરેશન સિંદૂરથી પાકિસ્તાનને આપ્યો જવાબ', આર્મી ચીફનું નિવેદન

ધર્મના નામે લોકો આતંકવાદના રસ્તે આગળ વધી રહ્યા છે 

મૌર્યએ તેમના નિવેદનમાં આગળ કહ્યું હતું કે, 'ધર્મના નામે રાજકારણ કરતાં ઠેકેદારો આજે સમાજમાં નફરત ફેલાવવાનું કામ કરી રહ્યા છે. ધર્મના નામે લોકો આતંકવાદના રસ્તે આગળ વધી રહ્યા છે. 'જય શ્રી રામ' અને 'જય બજરંગબલી' ના સૂત્રો હવે દુકાનો, ઘરો, ઈદગાહ, મસ્જિદો અને મદરેસાઓ પર હુમલા માટે સંકેત બની ગયા છે. કમનસીબે આ સમગ્ર મામલે મુખ્યમંત્રી તેમને ટેકો આપી રહ્યા છે. આવા ગુનેગારો સામે કાર્યવાહી કરવાને બદલે સરકાર નિર્દોષ મુસ્લિમોના ઘરોને બુલડોઝર ચલાવે છે.'

આ પણ વાંચો : 'ભારતે આતંકવાદીઓની કમર તોડી, નક્સલવાદ પણ થઈ રહ્યો સમાપ્ત', રાયપુરમાં બોલ્યા PM મોદી

'ગુંડાઓ, માફિયાઓ અને ગુનેગારો ખુલ્લેઆમ ફરી રહ્યા છે'

મૌર્યએ વધુમાં જણાવ્યું હતું કે, 'તેમાં દુઃખની વાત એ છે કે, મુખ્યમંત્રી પોતે કોર્ટની ભૂમિકા નીભાવવા લાગ્યા છે. કોર્ટે જે કામ કરવું જોઈએ, તે મુખ્યમંત્રી પોતાના હાથમાં લે છે. નિર્દોષ લોકોના ઘરો, મદરેસાઓ અને મસ્જિદો પર બુલડોઝર ચલાવવામાં આવે છે, જ્યારે ગુંડાઓ, માફિયાઓ અને ગુનેગારો ખુલ્લેઆમ ફરી રહ્યા છે. પરંતુ, જો કોઈ ગુનેગાર મુખ્યમંત્રીની પસંદગીનો હોય, તો બુલડોઝર ક્યારેય તેના ઘરે જતું નથી.'