Get The App

ગેમિંગ કંપનીઓ પાસેથી રૂ. 1.12 લાખ કરોડની કર વસૂલાત સામે સુપ્રીમનો સ્ટે

Updated: Jan 11th, 2025

GS TEAM

Google News
Google News
ગેમિંગ કંપનીઓ પાસેથી રૂ. 1.12 લાખ કરોડની કર વસૂલાત સામે સુપ્રીમનો સ્ટે 1 - image


- ગેમિંગ પર ટેક્સ અંગે કોર્ટનો નિર્ણય નવી દિશા આપશે

- સરકાર આખા પ્રાઇસ પૂલ પર વેરો લાદે છે તેની સામે તે ફક્ત પ્લેટફોર્મ ફી અને કમિશન જ લઈ શકે તેવી કંપનીઓની દલીલ

નવી દિલ્હી : સુપ્રીમ કોર્ટે ઓનલાઇન ગેમિંગ કંપનીઓને રાહત કરી આપી છે. ઓનલાઇન ગેમિંગ કંપનીઓ પાસેથી કેન્દ્રએ ૧.૧૨ લાખ કરોડનો જીએસટી માંગતી કારણદર્શક નોટિસ પાઠવી તેની સામે સુપ્રીમ કોર્ટે સ્ટે આપ્યો છે. આ ચુકાદાના પગલે ઓનલાઇન ગેમિંગ કંપનીઓએ હાશકારો અનુભવ્યો છે. જ્યાં સુધી કોઈ નિર્ણાયક બાબત પર પહોંચાય નહીં ત્યાં સુધી નોટિસ હેઠળની દરેક પ્રક્રિયા સામે કોર્ટે સ્ટે આપ્યો છે. 

ઓનલાઇન ગેમિંગ કંપનીઓ પાસેથી કર વસૂલાત કેસની બાબતમાં મુખ્ય વિવાદ ઓનલાઇન ગેમિંગ પ્રવૃત્તિઓ પર જીએસટીના અમલીકરણને લઈને છે. સરકાર ભારપૂર્વક જણાવી રહી છે કે કુલ કન્ટેસ્ટ એન્ટ્રી રકમ પર ૨૮ ટકા જીએસટી લાગે, જે આખા પ્રાઇઝ પૂલ પર વેરો લાદે છે. 

સરકારના વલણ સામે ગેમિંગ કંપનીઓની દલીલ છે કે જીએસટી ફક્ત તેમની પ્લેટફોર્મ ફી કે કમિશન પર જ લઈ શકાય, તેઓનું કહેવું છે કે આમાની ઘણી ગેમ્સ ફક્ત તક કે નસીબ નહીં પણ ગેમ્સ પર આધારિત છે.

ટેક્સ પાર્ટનર અર્ન્સટ એન્ડ યંગે જણાવ્યું હતું કે માર્ચમાં થનારી અંતિમ સુનાવણી નિયમનતંત્રના માળખાને ઓપ આપવામાં મહત્ત્વની ભૂમિકા ભજવશે અને આ ઉદ્યોગમાં યોગ્ય અને પારદર્શક કરવેરા પ્રણાલિ હોય તે સુનિશ્ચિત કરશે. અગ્રવાલે જણાવ્યું હતું કે સુપ્રીમ કોર્ટે ડિરેક્ટોરેટ જનરલ ઓફ ઇન્ટેલિજન્સ (ડીજીસીઆઈ)ની કારણદર્શક નોટિસ પર મનાઈહુકમ આપીને ઓનલાઇન ગેમિંગ અને કેસિનો ઇન્ડસ્ટ્રીઝને ઘણી રાહત આપી છે. 

સુપ્રીમ કોર્ટનું આ પગલું દર્શાવે છે કે ઝડપી વૃદ્ધિ પામી રહેલા અને નિયમનતંત્રની જરુરિયાત અનુભવતા આ સેક્ટર માટે કાયદાકીય સ્પષ્ટતા અને યોગ્ય પ્રક્રિયા કેટલી જરુરી છે. સુપ્રીમના ચુકાદાના પગલે ઓનલાઇન ગેિંમંગ કંપનીઓ ચોક્કસપણે રાહતનો શ્વાસ લેતી હશે. 

Tags :