India

'સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટ બંને બંધારણીય કોર્ટ, બંને એકબીજાથી ઉતરતી કે શ્રેષ્ઠ નથી' CJI ગવઈનું મોટુ નિવેદન

By GS TEAM
15 Aug 20252 mins read
TukuTouch Logo
ભારતના મુખ્ય જસ્ટીસ બી.આર. ગવઈએ જણાવ્યું હતું કે 'સુપ્રીમ કોર્ટ કોલેજિયમ કોઈપણ સંજોગોમાં હાઈકોર્ટ કોલેજિયમને કોઈ ચોક્કસ નામની ભલામણ કરવાનું કહી શકે નહીં.' તેમણે સ્પષ્ટતા કરી હતી કે, 'સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટ બંને બંધારણીય કોર્ટ, બંને એકબીજાથી ઉતરતી કે શ્રેષ્ઠ નથી.'

Summarized by AI; it may make mistakes. Check important info

'સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટ બંને બંધારણીય કોર્ટ, બંને એકબીજાથી ઉતરતી કે શ્રેષ્ઠ નથી' CJI ગવઈનું મોટુ નિવેદન

CJI Gavai : ભારતના મુખ્ય જસ્ટીસ બી.આર. ગવઈએ જણાવ્યું હતું કે 'સુપ્રીમ કોર્ટ કોલેજિયમ કોઈપણ સંજોગોમાં હાઈકોર્ટ કોલેજિયમને કોઈ ચોક્કસ નામની ભલામણ કરવાનું કહી શકે નહીં.' તેમણે સ્પષ્ટતા કરી હતી કે, 'સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટ બંને બંધારણીય કોર્ટ, બંને એકબીજાથી ઉતરતી કે શ્રેષ્ઠ નથી.'

આ પણ વાંચો: લાલ કિલ્લા પર શા માટે રાહુલ ગાંધી અને ખડગે હાજર ના રહ્યા? કોંગ્રેસ નેતાએ આપ્યો જવાબ

સુપ્રીમ કોર્ટ ન તો હાઈકોર્ટથી ઉપર છે કે ન તો ઉતરતી: CJI

79મા સ્વતંત્રતા દિવસ પર્વ પર સુપ્રીમ કોર્ટ બાર એસોસિએશન (એસસીબીએ) દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં CJI ગવઈએ કહ્યું હતું કે, 'આખરે ત્યા સુધી કે, સુપ્રીમ કોર્ટ કોલેજિયમ પણ હાઈકોર્ટ કોલેજિયમને નામોની ભલામણ કરવાનું કહી શકે નહીં, સુપ્રીમ કોર્ટ હાઈકોર્ટથી ઉપર નથી. સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટ બંને બંધારણીય અદાલતો છે અને બંધારણીય યોજના અનુસાર એકબીજાથી ઉતરતી કક્ષાની કે ચડિયાતી નથી.'

ન્યાયાધીશોની નિમણૂક અંગેનો પહેલો નિર્ણય HC કોલેજિયમે લેવો પડશે : CJI

આ 79મા સ્વતંત્રતા પ્રસંગે SCBA પ્રમુખ વિકાસ સિંહે સુપ્રીમ કોર્ટ કોલેજિયમને વિનંતી કરી કે, તેઓ સુપ્રીમ કોર્ટમાં પ્રેક્ટિસ કરી રહેલા વકીલોને પણ હાઇકોર્ટમાં જજ પદ માટે ધ્યાનમાં લે, ભલે તેમણે ત્યાં પ્રેક્ટિસ ન કરી હોય. ત્યારે CJIએ કહ્યું કે, 'ન્યાયાધીશોની નિમણૂક અંગેનો પહેલો નિર્ણય હાઇકોર્ટ કોલેજિયમે લેવાનો રહેશે.'

અમે માત્ર નામોની ભલામણ કરીએ છીએ : CJI

મુખ્ય ન્યાયાધીશે કહ્યું, 'અમે માત્ર નામોની ભલામણ કરીએ છીએ અને તેમને વિનંતી કરીએ છીએ કે, આ નામો પર વિચાર કરે, તેમજ જ્યારે તેઓ સંતુષ્ટ થાય કે ઉમેદવાર આ પદ માટે લાયક છે, ત્યાર બાદ જ નામો સુપ્રીમ કોર્ટમાં આવે છે.'

આ પણ વાંચો: દિલ્હીના નિઝામુદ્દીનમાં મોટી દુર્ઘટના, પત્તે શાહ દરગાહ પરિસરમાં રૂમની છત પડતાં 5 લોકોના મોત, 10 ગંભીર

ઉમેદવારો સાથે વાતચીત કરવાની પ્રથા મદદરૂપ: CJI

તેમણે કહ્યું કે, 'જ્યારે પૂર્વ મુખ્ય ન્યાયાધીશ સંજીવ ખન્નાએ પદ સંભાળ્યું, ત્યારે સુપ્રીમ કોર્ટ કોલેજિયમે ઉમેદવારો સાથે વાતચીત કરવાની પ્રથા શરૂ કરી હતી અને તે 'ખરેખર મદદરૂપ' સાબિત થઈ છે. ઉમેદવારો સાથે "10 મિનિટ, 15 મિનિટ કે અડધો કલાક" વાત કર્યા બાદ સુપ્રીમ કોર્ટ કોલેજિયમ જાણી શકે છે કે, તેઓ સમાજમાં યોગદાન આપવા માટે કેટલા યોગ્ય રહેશે.