Get The App

એકબીજાને માફ કરો અને આગળ વધો...', લગ્ન વિવાદમાં સુપ્રીમકોર્ટની ભાવનાત્મક ટિપ્પણી

Updated: Jul 27th, 2025

GS TEAM

Google News
Google News
એકબીજાને માફ કરો અને આગળ વધો...', લગ્ન વિવાદમાં સુપ્રીમકોર્ટની ભાવનાત્મક ટિપ્પણી 1 - image


Supreme Court On Marital Dispute: સુપ્રીમ કોર્ટે એક ફાઈટર પાઈલટ અને તેની પત્નીને સલાહ આપતા કહ્યું કે, એકબીજાને માફ કરો અને આગળ વધો. જેઓ લગ્ન વિવાદમાં ફસાયેલા છે. પાઈલટે 2019ના બાલાકોટ એર સ્ટ્રાઈકમાં પણ ભાગ લીધો હતો. બીજી તરફ પત્ની IIMથી સ્નાતક છે અને એક IT ફર્મમાં કામ કરે છે.

લગ્ન વિવાદમાં સુપ્રીમકોર્ટની ભાવનાત્મક ટિપ્પણી

જસ્ટિસ પીએસ નરસિન્હા અને અતુલ એસ ચંદુરકરની બેન્ચે દંપતીને  કહ્યું કે, 'તમે પરસ્પર વિવાદનો શાંતિપૂર્ણ રીતે ઉકેલ લાવી દો. બદલાની જિંદગી ન જીવો. તમે બંને યુવાન છો અને તમારી સામે લાંબુ જીવન પડ્યું છે. તમારે સારું જીવન જીવવું જોઈએ.'

એકબીજાને માફ કરો અને આગળ વધો

વાયુસેનાના અધિકારીની અરજી પર નોટિસ જારી કરતા બેન્ચે કહ્યું કે, તમે એકબીજાને માફ કરો. એકબીજાને ભૂલી જાઓ અને આગળ વધો. પાઈલટે આ અરજી પોતાની પત્ની દ્વારા નોંધાયેલી FIR રદ કરવા માટે દાખલ કરી છે.

પાઈલટે પોતાની અરજીમાં કહ્યું કે, હું અને મારા પરિવારના સભ્યો મારી પત્ની અને સાસરિયાઓ દ્વારા સતત માનસિક ત્રાસનો શિકાર બની રહ્યા છે. પંજાબ અને હરિયાણા હાઈકોર્ટે FIR રદ કરવાની તેની અરજી ફગાવી દીધા બાદ વાયુસેનાના અધિકારીએ સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવ્યો છે.

દુશ્મનાવટના જેવો કેસ

અરજીના સ્વરૂપને જોતા સુપ્રીમ કોર્ટે કહ્યું કે, તે દુશ્મનાવટના કેસ જેવું છે. કોર્ટે દંપતીને શાંતિપૂર્ણ રીતે વિવાદનો ઉકેલ લાવવા અને જીવનમાં આગળ વધવા કહ્યું.

આ પણ વાંચો: હરિદ્વારના મનસા દેવી મંદિરમાં નાસભાગ, 6 ભક્તોના મોત, વીજકરંટને લીધે દુર્ઘટના સર્જાયાની આશંકા

પત્ની અલગ-અલગ કોર્ટમાં ખોટી ફરિયાદ કરતી હતી

અરજીમાં કહેવામાં આવ્યું છે કે, પત્ની વાયુસેનાના અધિકારી અને તેમના પરિવારના સભ્યો વિરુદ્ધ દિલ્હી અને હરિયાણાની વિવિધ કોર્ટમાં ખોટી ફરિયાદો અને કેસ દાખલ કરી રહી છે. જ્યારે તેમને કોર્ટમાંથી કોઈ રાહત ન મળી, ત્યારે તેમણે વાયુસેના અને સંરક્ષણ મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓ સમક્ષ વારંવાર ખોટી ફરિયાદો દાખલ કરાવી. આવી ફરિયાદો કાનૂની પ્રક્રિયાનો ઘોર દુરુપયોગ છે અને આ કેસમાં ફોજદારી કાર્યવાહી ચાલુ રાખવી ન્યાયના હિતમાં નથી.

Tags :