India

દિવાળી પર દિલ્હીમાં ગ્રીન ફટાકડા ફોડવા માટે સુપ્રીમ કોર્ટની લીલી ઝંડી, નક્કી કરી સમયમર્યાદા

By GS Team
2 Nov 20261 min read
TukuTouch Logo
સુપ્રીમ કોર્ટે દિલ્હી-NCRમાં ગ્રીન ફટાકડા ફોડવા અંગે મહત્વનો ચુકાદો આપ્યો છે. 7 અને 8 નવેમ્બરે સવારે 6 થી 7 અને રાત્રે 8 થી 10 દરમિયાન જ ફટાકડા ફોડી શકાશે. હોસ્પિટલો, નર્સિંગ હોમ, વૃદ્ધાશ્રમો અને સાયલન્સ ઝોનના 300 મીટરના દાયરામાં ફટાકડા ફોડવાની મંજૂરી નથી. શૈક્ષણિક સંસ્થાઓ પણ 'નો-ક્રેકર ઝોન' રહેશે.

Summarized by AI; it may make mistakes. Check important info

દિવાળી પર દિલ્હીમાં ગ્રીન ફટાકડા ફોડવા માટે સુપ્રીમ કોર્ટની લીલી ઝંડી, નક્કી કરી સમયમર્યાદા

Supreme Court On Delhi NCR Green Crackers: સુપ્રીમ કોર્ટે 2 નવેમ્બરે દિલ્હી-NCRમાં ગ્રીન ફટાકડા ફોડવા અંગે મહત્ત્વનો ચુકાદો સંભળાવ્યો છે. કોર્ટે દિવાળી પહેલાં 7 નવેમ્બર અને તહેવારના દિવસે 8 નવેમ્બરના રોજ નક્કી કરેલા સમયગાળા દરમિયાન ગ્રીન ફટાકડા ફોડવાની મંજૂરી આપી છે. બંને દિવસે સવારે 6થી 7 વાગ્યા સુધી અને રાત્રે 8થી 10 વાગ્યા સુધી જ ફટાકડા ફોડી શકાશે.

કોર્ટે શું આપ્યા નિર્દેશ?

જસ્ટિસ એમ.એમ. સુંદરેશ અને જસ્ટિસ પ્રસન્ના બી. વરાલેની બેંચે સ્પષ્ટ કર્યું છે કે, હૉસ્પિટલ, નર્સિંગ હોમ, પ્રાથમિક અને જિલ્લા આરોગ્ય કેન્દ્રો, વૃદ્ધાશ્રમો અને સાયલન્સ ઝોનના 300 મીટરના દાયરામાં ફટાકડા ફોડવાની મંજૂરી રહેશે નહીં. આ ઉપરાંત શૈક્ષણિક સંસ્થાઓને પણ 'નો-ક્રેકર ઝોન' જાહેર કરવામાં આવશે.

દિલ્હી સરકાર અને કેન્દ્રનો પક્ષ

સુનાવણી દરમિયાન એડિશનલ સોલિસિટર જનરલ ઐશ્વર્યા ભાટીએ જણાવ્યું કે, દિલ્હી સરકારે પ્રદૂષણ સામે લડવા માટે જૂના વાહનો પર પ્રતિબંધ, કન્સ્ટ્રક્શન પર રોક અને સરકારી ઑફિસોના સમયમાં ફેરફાર જેવી યોજનાઓ બનાવી છે. કોર્ટે નોંધ્યું કે તે લોકોની ભાવનાઓ સમજે છે, અને પૂર્ણ પ્રતિબંધના બદલે નિયમોનું કડક પાલન કરાવવા પર ભાર મૂકે છે.

શું હોય છે ગ્રીન ફટાકડા?

ગ્રીન ફટાકડા સામાન્ય ફટાકડાના સરખામણીએ અંદાજે 30 ટકા ઓછું પ્રદૂષણ ફેલાવે છે. તેને CSIR-NEERI દ્વારા વિકસાવવામાં આવ્યા છે. તેમાં બેરિયમ નાઇટ્રેટ જેવા ઝેરી કેમિકલ્સનો ઉપયોગ કરવામાં આવતો નથી.